SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ विषे प्रतीकाराः। तथा, आज्ञा सर्व्वविद्वचनोपयोगरूपा, एषणीयमाधाकादिदोषविकलमन्नपानवस्त्रपात्रादि, अभिग्रहा द्रव्यक्षेत्रकालरूपाः, ततस्ते रूपं येषां त आज्ञैषणीयाभिग्रहरूपा एते तु प्रतीकाराः सम्यक् प्रयुक्ता दोषविषे विज्ञेयाः । यथा हि मन्त्रादिभिर्निगृह्यमाणं विषं निष्फलीभवति तथाझैषणाभिग्रहैमन्त्रागदरत्नसमानैर्दोषविषं प्रतिविधीयमानं निष्फलीभावमाप्नोतीति ॥४६९॥ પ્રતિકારને જ વિચારે છે– ગાથાર્થ-વિષમાં મંત્ર, ઔષધ અને રત્નોનો સમ્યક્ પ્રયોગ પ્રતિકારો છે. દોષ રૂપ વિષમાં આજ્ઞા, એષણીય અને અભિગ્રહો પ્રતિકારો છે. ટીકાર્થ–મંત્રો ગારુડ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ઔષધ વિષને હણે છે. જેમકે “મધની સાથે મરી, લીમડાનાં બીજ અને સિંધાલુણ ખાવામાં આવે અને ઘી પીવામાં આવે તો આ ઔષધ સ્થાવર-જંગમ વિષને હણે છે.” રનો–સર્પની શિખામાં રહેલો મણિ વગેરે રત્નો છે. સમ્યક્ પ્રયોગ યથાવત્ યોજવું. આજ્ઞા=સર્વજ્ઞ વચનમાં ઉપયોગ રાખવો. એષણીય આધાકર્મ આદિ દોષથી રહિત અન્ન-પાન અને વસ્ત્ર-પાત્ર વગેરે. (અર્થાત્ કોઈપણ સંયોગોમાં મારે આહાર-પાણી વગેરે એષણીય જ ગ્રહણ કરવા, અષણીય ગ્રહણ ન કરવા એવા નિશ્ચયથી પૂર્વબદ્ધ ઘણાં પાપો ખપી જાય છે.) | અભિગ્રહો-દ્રવ્યથી, ક્ષેત્રથી અને કાળથી અભિગ્રહો ધારણ કરવા. જેવી રીતે મંત્ર વગેરેથી નિગ્રહ કરાતું વિષ નિષ્ફલ થાય છે. તે રીતે મંત્ર-ઔષધ-રત્ન સમાન આજ્ઞાએષણા-અભિગ્રહોથી પ્રતિકાર કરાતું દોષ રૂપ વિષ નિષ્ફલ થાય છે. (૪૬૯) एए पउंजिऊणं, सम्मं निजरइ अइबहूयंपि । दोसविसमप्पमत्तो, साहू इयरोव्व बुद्धिजुओ ॥४७०॥ एतानाज्ञैषणीयाभिग्रहान्प्रयुज्य' सम्यग्'अविपरीतरूपतया निर्जरयति परिशाटयति अतिप्रभूतमप्यसङ्ख्यातभवोपात्ततयाप्रचुरमपि दोषविषमप्रमत्तः सर्वातिचारपरिहारवान् साधुर्यतिः। दृष्टान्तमाह-'इतर इव' स्थावरादिविषवेगव्याकुलकलेवर इव नरो बुद्धियुतो विषपरिणामदारुणभावदर्शी मन्त्रादिसम्यगप्रयोगवान् इतरविषमिति ॥४७०॥ ૧. વત્સનાભ (=વછનાગ) વગેરે સ્થાવર વિષ છે. સર્પ વગેરેનું ઝેર જંગમ વિષ છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy