SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ ઉપદેશપદ : ભાગ-૨ ગાથાર્થ-અપ્રમત્ત સાધુ આજ્ઞા-એષણીય-અભિગ્રહોનો સમ્યક્ પ્રયોગ કરીને અતિશય ઘણા પણ દોષવિષનો નાશ કરે છે, બુદ્ધિયુક્ત બીજાની જેમ. ટીકાર્થ–સમ્યક્ એટલે અવિપરીતપણે. ઘણા પણ–અસંખ્યાત ભવોમાં લીધેલું (=એકઠું કરેલું) હોવાથી દોષવિષ અતિશય ઘણું છે. અપ્રમત્ત–અતિચારોનો ત્યાગ કરનાર. બુદ્ધિયુક્ત–વિષની પરિણામે ભયંકરતાને જોનાર. બીજાની જેમ–સ્થાવર વગેરે વિષના વેગથી જેનું શરીર વ્યાકુલ છે તેવા મનુષ્યની જેમ. ભાવાર્થ-જેવી રીતે પરિણામે વિષ ભયંકર છે એવું જાણનાર બુદ્ધિશાળી મનુષ્ય તેનું શરીર વિષના વેગથી વ્યાકુલ બની જાય ત્યારે મંત્ર વગેરેનો સમ્યક્ પ્રયોગ કરીને સ્થાવર વગેરે વિષનો નાશ કરે છે, તેમ અપ્રમત્ત સાધુ આજ્ઞા-એષણીય-અભિગ્રહોનો સમ્યક્રપ્રયોગ કરીને અતિશય ઘણા પણ દોષ રૂપ વિષનો નાશ કરે છે. (૪૭૦) . एतदेव विस्तरतो भावयतिकम्मं जोगनिमित्तं, बज्झइ बंधट्ठिती कसायवसा । सुहजोयम्मी अकसायभावओऽवेइ तं खिप्पं ॥४७१॥ कर्म ज्ञानावरणादि योगनिमित्तम् , इह योगो मनोवाककायव्यापारः । यथोक्तम्"मणसा वाया काएण वावि जुत्तस्स विरियपरिणामो । जीवस्स अप्पणिजो, स जोगसन्नो जिणक्खाओ ॥१॥" ततो योगो निमित्तं यस्य तत् तथा 'बध्यते' संगृह्यते। तस्य च बन्धस्य बन्धस्थितिबन्धावस्थानकालो जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नः कषायवशात्' तथारूपकषायपारतन्त्र्यात् । यदि नामैवं, ततः किमित्याह-'शुभयोगे' प्रत्युपेक्षणादिरूपे साधुजनयोग्ये क्रियमाणेऽकषायभावतः कषायपारतन्त्र्यवैकल्यादपैति नश्यति 'तत्' कर्म क्षिप्रं झगिति तैलवर्त्तिक्षयात् प्रदीप इवेति ॥४७१॥ આ જ વિષયને વિસ્તારથી વિચારે છે– ગાથાર્થ-કર્મ યોગરૂપ નિમિત્તથી બંધાય છે. બંધસ્થિતિ તેવા પ્રકારના કષાયોનાં પરતંત્રતાથી થાય છે. શુભયોગમાં અકષાય ભાવથી તે કર્મ જલદી નાશ પામે છે. ટીકાર્થ-જ્ઞાનાવરણીય વગેરે કર્મ યોગરૂપ નિમિત્તથી બંધાય છે. અહીં યોગ એટલે મન-વચન-કાયાનો વ્યાપાર. કહ્યું છે કે-“મનથી વચનથી કે કાયાથી યુક્ત જીવનો પોતાનો જે વીર્યપરિણામ તેને જિનોએ યોગ કહ્યો છે.”
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy