SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ઉત્તરભાવ–ઉપર ઢાંકવા માટે ઉપયોગમાં આવતું પીઠ વગેરે ઉત્તરભાવ દેવદ્રવ્ય છે. આ પ્રમાણે નાશ પામવા યોગ્ય વસ્તુના ભેદથી વિનાશના બે પ્રકાર કહ્યા. હવે વિનાશ કરનારના ભેદથી વિનાશના બે ભેદોને કહે છે. સ્વપક્ષ અને પરપક્ષ આદિ વિનાશના બે ભેદ છે. ૪૪ અહીં સ્વપક્ષ એટલે દેવદ્રવ્યનો વિનાશ કરનાર સાધુ-શ્રાવક વગેરે. પરપક્ષ એટલે દેવદ્રવ્યનો વિનાશ કરનાર મિથ્યાદૃષ્ટિ. પરપક્ષ આદિ' એ સ્થળે રહેલા આદિ શબ્દથી દેવદ્રવ્યનો વિનાશ કરનારા મિથ્યાસૃષ્ટિના ગૃહસ્થો અને પાખંડી એ (બે) ભેદ સમજવા. સ્વપક્ષ દેવદ્રવ્યનો વિનાશ કરે તે સ્વપક્ષ દેવદ્રવ્ય વિનાશ. પરપક્ષ દેવદ્રવ્યનો વિનાશ કરે તે પરપક્ષદેવદ્રવ્ય વિનાશ. અહીં અભિપ્રાય આ છે—દેવદ્રવ્ય વિનાશના યોગ્ય-અતીતભાવથી કે મૂલ-ઉત્તરભેદથી બે ભેદ છે. અથવા સ્વપક્ષ સંબંધી અને પરપક્ષ સંબંધી એવા વિનાશકના ભેદથી અથવા ગૃહસ્થ-પાખંડિરૂપ વિનાશકના ભેદથી દેવદ્રવ્ય વિનાશના બે ભેદ છે. (૪૧૬) अथ चैत्यद्रव्यरक्षाफलमभिधातुमाह जिणपवयणवुड्डिकरं, पभावगं णाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होई ॥४१७॥ ‘બિનપ્રવચનવૃદ્ધિન’ ભાવવધ્રુવું શાસનોન્નતિલમ્બામ્, અત વ (પ્રમાવ) विभावनं विस्तारहेतुः । केषामित्याह – 'ज्ञानदर्शनगुणानाम्' । तत्र ज्ञानगुणा वाचनाप्रच्छना-परावर्त्तना- अनुप्रेक्षा-धर्मकथालक्षणाः, दर्शनगुणाश्च सम्यक्त्वहेतवो जिनयात्रादिमहामहरूपाः रक्षंस्त्रायमाणो 'जिनद्रव्यं' निरूपितरूपं, साधुः श्रावको वा ‘परित्तसंसारिकः' परिमितभवभ्रमणभाग् भवतीति । तथा हि-जिनद्रव्ये रक्षिते सति तद्विनियोगेन चैत्यकार्येषु प्रसभमुत्सर्पत्सु भविनो भव्याः समुद्गतोदग्रहर्षा निर्वाणावन्ध्यकारणबोधिबीजादिगुणभाजो भवन्तीति । तथा, चैत्याश्रयेण संविग्नगीतार्थ - साधुभिरनवरतं सिद्धान्तव्याख्यानादिभिस्तथा तथा प्रपञ्च्यमानैः सम्यग्ज्ञानगुणवृद्धिः सम्यग्दर्शनगुणवृद्धिश्च सम्पद्यते । इति चैत्यद्रव्यरक्षाकारिणो मोक्षमार्गानुकूलस्य प्रतिक्षणं मिथ्यात्वादिदोषोच्छेदस्य युज्यत एव परीत्तसंसारिकत्वमिति ॥४१७॥ હવે દેવદ્રવ્યની રક્ષાના ફલને કહેવા માટે કહે છે— ગાથાર્થ—જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન-દર્શનગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યનું રક્ષણ કરનાર સાધુ કે શ્રાવક પરિત્તસંસારી થાય છે. ટીકાર્થજિનપ્રવચનની વૃદ્ધિ કરનાર એટલે અરિહંત ભગવાને કહેલા શાસ્ત્રની ઉન્નતિ કરનાર.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy