SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૩ મન-વચન-કાયાની શુદ્ધિ ન હોય, પણ જો જિનમંદિરના ખેતર વગેરેને કોઇ પડાવી લે =પોતાનું કરી લે તો સર્વશક્તિથી સંઘે તેની શોધ-રક્ષા કરવી જોઇએ. જિનમંદિરના ખેતર વગેરેને કોઇ પડાવી લે ત્યારે તેની રક્ષા કરવી એ સચારિત્રી અને અચારિત્રી એ બધાનું કર્તવ્ય છે. (શ્રા.ધ.વિ. ગા.૨૭ની ટીકા.) (૪૧૫). अथ यद् द्रव्यद्वैविध्याद् द्विविधं विनाशनमुक्तं, तदेव दर्शयतिजोग्गं अतीयभावं, मूलुत्तरभावओ अहव कहूँ । जाणाहि दुविहभेयं, सपक्खपरपक्खमाइं च ॥४१६॥ 'योग्य' चैत्यगृहनिष्पत्तौ समुचितमेकं, द्वितीयं तु अतीतभावं' चैत्यगृहनिष्पत्तिमपेक्ष्य समुत्तीर्णयोग्यतापर्यायं लग्नोत्पाटितमित्यर्थः । मूलोत्तरभावतो वा काष्ठमुपलक्षणत्वाद् उपलेष्टकादि वा ग्राह्यं जानीहि द्विविधभेदं विनाशनीयम् । इह मूलभावापन्नं स्तम्भकुम्भिकापट्टादियोग्यं काष्ठदलम्, उत्तरभावापन्नं तु पीठप्रभृत्युपर्याच्छादकतया प्रवृत्तम्। इत्थं विनाशनीयद्वैविध्याद् विनाशनं द्विविधमुक्तम् । सम्प्रति विनाशकभेदात्तदाह-'स्वपक्षपरपक्षादि वा'। स्वपक्षः साधुश्रावकादिरूपः, परपक्षस्तु मिथ्यादृष्टिलक्षणो यश्चैत्यद्रव्यविनाशकः, आदिशब्दाद मिथ्याष्टिभेदा एव गृहस्थाः पाखण्डिनश्च चैत्यद्रव्यविनाशका गृह्यन्ते। ततोऽयमभिप्रायः-योग्यातीतभेदात् मूलोत्तरभेदात् स्वपक्षपरपक्षगतयोर्गृहस्थपाखण्डिरूपयोर्वा विनाशकयोर्भेदात् प्रागुक्तं तद् द्रव्यविनाशनं द्विविधभेदमिति ॥४१६॥ વિનાશ પામવા યોગ્ય વસ્તુઓ બે પ્રકારની હોવાથી વિનાશ બે પ્રકારનો છે એમ જે કહ્યું, તેને જ બતાવે છે– ગાથાર્થ –યોગ્ય અને અતીતભાવ અથવા મૂલભાવ અને ઉત્તરભાવ એમ વિનાશ બે પ્રકારનો છે. અથવા સ્વપક્ષ અને પરપક્ષ આદિથી વિનાશ બે પ્રકારે છે. ટીકાર્થ–યોગ્ય=જિનમંદિરના નિર્માણ કરવા માટે જે વસ્તુ યોગ્ય હોય તે યોગ્ય દેવદ્રવ્ય છે. અતીત-ભાવ-જિનમંદિરના નિર્માણમાં જે વસ્તુનો ઉપયોગ કર્યો હોય, પણ પછી જીર્ણ થઈ ગઈ હોય ઇત્યાદિ કારણથી કાઢી લીધી હોય, અર્થાત્ જિનમંદિરમાં લગાડીને પછી જિનમંદિરમાંથી કાઢી નાખી હોય તે કાષ્ઠ વગેરે અતીતભાવ દેવદ્રવ્ય છે. ગાથામાં કરેલો કાષ્ઠ શબ્દનો ઉલ્લેખ ઉપલક્ષણ રૂપ હોવાથી પથ્થર-ઈટો વગેરે પણ સમજવું. મૂલભાવ-સ્તંભ, કુંભિકા અને પટ્ટ આદિને યોગ્ય કાષ્ઠદલ મૂલભાવ દેવદ્રવ્ય છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy