SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ જ્ઞાન-દર્શનગુણોના પ્રભાવક–વાચના-પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષા-ધર્મકથા એ જ્ઞાનગુણો છે. સમ્યકત્વનું કારણ એવા જિનયાત્રા વગેરે મહોત્સવો દર્શનગુણો છે. પ્રભાવક એટલે વિસ્તારનું કારણ. પરિત્તસંસારી–પરિમિત ભવો સુધી સંસારમાં પરિભ્રમણ કરનાર. દેવદ્રવ્યનું રક્ષણ કર્યું હોય તો તેના ઉપયોગથી જિનમંદિરનાં કાર્યો ઉલ્લાસપૂર્વક વૃદ્ધિ પામે છે. આથી ભવ્ય સંસારીજીવો અતિશય હર્ષ પામે છે, અને એથી મોક્ષનું અવંધ્ય કારણ એવા બોધિબીજ વગેરે ગુણોને પામે છે. તથા (જિનમંદિર હોય તો સાધુઓનું આગમન થાય.) જિનમંદિરના (=જિનમંદિરની નજીકમાં રહેલા નિવાસસ્થાનના) આશ્રયથી સંવિગ્ન ગીતાર્થ સાધુઓ સતત શાસ્ત્રોનું વ્યાખ્યાન વગેરે તે તે રીતે વિસ્તારથી કરે એથી સમ્યજ્ઞાનગુણની અને સમ્યગ્દર્શનગુણની વૃદ્ધિ થાય. આ પ્રમાણે દેવદ્રવ્યની રક્ષા કરનાર, મોક્ષમાર્ગને અનુકૂળ થયેલ અને જેના મિથ્યાત્વાદિ દોષોનો પ્રતિક્ષણ નાશ થઈ રહ્યો છે તે જીવનું પરીરસંસારીપણું ઘટે જ છે. (૪૧૭) अथ चैत्यद्रव्यवृद्धिकरस्य फलमाहजिणपवयणवुड्डिकर, पभावगं णाणदंसणगुणाणं । वडतो जिणदव्वं, तित्थगरत्तं लहइ जीवो ॥१८॥ पूर्वार्द्धव्याख्या पूर्ववत् । 'वर्द्धयन्' अपूर्वापूर्वद्रव्यप्रक्षेपेण वृद्धिं नयन् जिनद्रव्यं, 'तीर्थकरत्वं' चतुर्वर्णश्रीश्रमणसंघकर्तृत्वलक्षणं लभते जीवः ॥४१८॥ હવે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારને શું ફળ મળે તે કહે છે ગાથાર્થ-જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન-દર્શન ગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યની વૃદ્ધિ કરતો જીવ તીર્થંકરપણાને પામે છે. ટીકાઈ–વૃદ્ધિ કરતો નવું નવું દ્રવ્ય નાખીને(=ઉમેરીને) વૃદ્ધિ કરતો. તીર્થકરપણું-શ્રમણોની પ્રધાનતાવાળાચાર પ્રકારનાસંઘને સ્થાપવોતતીર્થંકરપણું છે. (૪૧૮) चेइयकुलगणसंघे, उवयारं कुणइ जो अणासंसी । पत्तेयबुद्ध गणहर, तित्थयरो वा तओ होइ ॥१९॥ चैत्यं च कुलं च गणश्चेति द्वन्द्वैकत्ववद्भावश्चैत्यकुलगणसंघं तत्र विषये उपकारमुपष्टम्भं करोति 'यः' प्राणी, अनाशंसी ऐहिकपारलौकिकफलाभिलाषविकलः सन् । किमित्याह- 'पत्तेयबुद्ध'त्ति प्रत्येकबुद्धो बाह्यवृषभादिदर्शनसापेक्ष
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy