SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૬૫ નમીને, લલાટ ઉપર બે હાથની અંજલિ જોડીને વિનવે છે કે હે ભગવન્! તું યથાર્થ નામવાળો કલ્પવૃક્ષ છે, પરંતુ હું દુઃખથી પીડાયેલો છું. તેથી તું એવી કૃપા કરી જેથી આ લીખો મસ્તકમાં જૂ ભાવમાં પરિણમે જેથી કરીને હું સુખેથી વીણીને દૂર કરી શકું. તે જ ક્ષણે તે દુર્ગત ઇચ્છિત મેળવનાર થયો. અર્થાત્ જે પ્રમાણે માગ્યું તે પ્રમાણે થયું. જેવી રીતે રાજ્યાદિ ફળ આપવામાં સમર્થ કલ્પવૃક્ષની પ્રાપ્તિ થયે છતે હતબુદ્ધિ દુઃખી જ થયો, તેમ ધર્મથી વિમુખ થયેલો લોક ધર્મ સામગ્રી મેળવીને દુઃખી થાય છે. આ પ્રમાણે જિનેશ્વર વડે સ્વરૂપાયેલ, કાનને સુખ આપનાર વચનને સાંભળીને સંસારવાસથી તત્ક્ષણ જ વિરક્ત થયેલો લલિતાંગ રાજ્ય ઉપર પુત્રને સ્થાપીને, ઉન્માદંતીની સાથે મોટી વિભૂતિથી સંયમરૂપી પર્વતના શિખર ઉપર આરૂઢ થયો. દુષ્કર તપને આચરીને પર્યત આરાધના કરીને ઈશાન દેવલોકમાં બંને પણ દેવપણાને પામ્યા. ત્યાં ચિરકાળ ઉત્તમ ભોગો પ્રાપ્ત થયા. (૧૮૬) હવે લલિતાંગનો જીવ ત્યાંથી ચ્યવીને ધાતકીખંડના પૂર્વવિદેહમાં રત્નાવતી નગરીમાં શ્રીરત્નનાથ રાજાની કમલાવતી રાણીની કુક્ષિમાં ચંદ્રપાન સ્વપ્નથી સંસૂચિત ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. નવમાસને અંતે લોકોની આંખરૂપી કમળને વિકસવા માટે સૂર્યસમાન, નિર્દોષ, પુણ્યનો નિધાન એવો પુત્ર થયો. અને તે કાળે પિતાને દેવસેના જેવી સેના થઈ હતી એટલે તેનું નામ દેવસેન પાડ્યું. ભણાયો છે કલાકલાપ જેના વડે, શ્રેષ્ઠ નગરના દરવાજા સમાન બાહુ છે જેને એવો તે કુમાર કામદેવરૂપી રાજાના નિવાસ માટે નગર સમાન તારુણ્યને પામ્યો. હવે તે ઉન્માદંતી વૈતાઢ્ય પર્વતની ઉત્તર શ્રેણિમાં મણિકુંડલ નગરમાં મણિપતિ રાજાની મણિમાલા ભાર્યાની કુક્ષિમાં ચંદ્રકાંતા નામની પુત્રી થઈ. યુવાન લોકોના મનને ઉન્માદ કરનારા યૌવનને પામી. તે દેવસેન પોતાના ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રથી ખેચર અને ભૂચર લોકમાં પ્રશંસાનું સ્થાન થયો. ચંદ્રકાંતા કોઇપણ મનોહર મનુષ્યમાં પણ રાગ કરતી નથી ત્યારે માતાપિતાનું મન વ્યાકુળ થયું. કેમકે પતિવડે પરણાયેલી યૌવનવંતી સ્ત્રીઓ લોકમાં સુભગપણાને પામે છે, બીજી રીતે નહીં. તેથી શું કરવું? એ પ્રમાણે જેટલામાં તેઓ ચિંતાતુર રહે છે તેટલામાં ક્યાંયથી લોકમુખથી દેવસેનનો યશવાદ સાંભળ્યો. તેના યશવાદના શ્રવણ પછી પૂર્વભવના અભ્યાસના વશથી ચંદ્રના ઉદયમાં ક્ષીરોદધિમાં ભરતી ઉછળે તેમ તેનો રાગ ઉછળ્યો. ત્યારપછી પોતાના દેહને વિષે પણ સાર સંભાળ કરતી નથી. પુષ્પો-ચંદન વગેરે ઉત્તમ વસ્તુના પરિભોગનો ત્યાગ કર્યો. સૂનમૂન ચિત્તવાળી સર્વ દિશાઓ રૂપી મુખોને જોતી, તાવ નહીં આવેલો હોવા છતાં પણ હંમેશા અન્નપાનને વિષે રુચિ ધરતી નથી. હિમ પડવાથી જેમ કમલિની પ્લાન થાય તેમ પ્લાન થયેલી તેના શરીરના વક્ષસ્થળ ઉપર પડેલા આંસુઓ તત્કણ શોષાય છે તે આંતરિક તાવને બતાવે છે. કમળની શંકાથી તેના મુખ ઉપર આવી પડતી ભમરાની શ્રેણી વિરહરૂપી
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy