SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ ઉપદેશપદઃ ભાગ-૨ અગ્નિના ધૂમાળા સમાન શ્વાસોચ્છવાસથી વારણ કરાય છે. મારી કિરણલક્ષ્મીને આના મુખે ચોરી લીધી છે એમ રોષે ભરાયેલો ચંદ્ર પણ તેના માટે વિશ્વકિરણ થયો. પરિતાપના ઉપશમ માટે જેટલામાં પલ્લવોની શય્યા પથરાય છે તેટલામાં તે શય્યા પણ દાવાનળની વાળાની જેમ તેના શરીરને બાળે છે. વિદ્યાધર લોકે ચંદ્રકાંતાનો દેવસેન ઉપરનો અનુરાગ કોઈપણ રીતે જાણ્યો. અસમાન વરના સ્વીકારથી વિદ્યાધરો તેના પર આક્રોશ કરવા લાગ્યા. ખેચરજનના બહુમાનનું ભાજન, નિષ્પતિમ ગુણવાળી, દેવીઓના સૌભાગ્યને ધૂતકારનારી એવી ચંદ્રકાંતા ક્યાં? અને મનુષ્યમાત્રને પ્રાપ્ત થયેલો રાજપુત્ર દેવસેન કયાં? તેથી સકલ જગતમાં વિખ્યાત એવું આ દષ્ટાંત થયું. જેમકે– સુવર્ણ કમળમાં વાસ કરનારી માનસ સરોવરની રાજહંસી ક્યાં? અને વિષ્ઠામાં ખરડાયેલી ચાંચવાળો કાગડો ક્યાં? એ પ્રમાણે અનેક પ્રકારે ચિડાવાતી પણ ચંદ્રકાંતા જ્યારે તેના પરના અનુરાગને છોડતી નથી ત્યારે પિતૃજનને ચિંતા થઈ કે જેમ ચંદ્રકાંતાને દેવસેન પ્રતિરાગ છે તેમ દેવસેનને ચંદ્રકાંતા પ્રતિ ભાવથી પ્રેમ છે કે નહીં તેની પ્રયત્નપૂર્વક પરીક્ષા કરવી જોઈએ. પછી તેની (ચંદ્રકાંતાની) સવિશેષ સુંદરરૂપવાળી પ્રતિકૃતિ આલેખાવી. પછી મુસાફરનું રૂપ કરીને વિદ્યાધરપુત્ર તે પ્રતિકૃતિને રત્નાવતી નગરીમાં લઈ ગયો. અને ઉચિત સમયે દેવસેનની અનેકપ્રકારે ચિત્રકર્મની વિચારણા પ્રવૃત્ત થઈ ત્યારે અનેક પ્રકારના ચિત્ર ફલકો તેની પાસે ધરવામાં (દેખાડવામાં) આવ્યા અને મિત્ર સહિત દેવસેન ચિત્રપટોને જોવા પ્રવૃત્ત થયો ત્યારે વિદ્યાધર પુત્રે ચંદ્રકાંતાનું ચિત્રપટ લઈ જઈ બતાવ્યું. અત્યંત વિકસિત થયેલ બે આંખોથી દેવસેને તે ચિત્રને જલદીથી જોયું. તે વિસ્મય પામ્યો અને પૂછ્યું: આ કોનું રૂપ છે? તેણે કહ્યું: કોઈપણ સકૌતુકીએ કોઇપણ રીતે ચાંડાલણીને જોઈને તેનું રૂપ આલેખ્યું છે જે મારા વડે પ્રાપ્ત કરાયું છે. પછી તો રૂપનું સર્વીગે નિરીક્ષણ કરીને દેવસેન તત્ક્ષણ જ તેનો રાગી થયો અને ગ્રહથી ગ્રહણ કરાયાની જેમ શૂન્ય મનવાળો થયો. ક્ષણાંતર પછી તેણે કહ્યું છે સૌમ્ય! તારાવડે આનો જે રીતે પરિચય કરાવાયો છે તેનાથી આ અન્ય(ભિન્ન જુદી) હોવી જોઇએ, માટે તું સર્વથી તેનો પરિચય આપ. ખરેખર! આ હીનજાતિ સ્ત્રીનું રૂપ નથી. અન્યથા આવું રૂપ ન ઘટે. કેમકે અમૃતવેલડી મરૂભૂમિમાં ક્યારેય ન થાય. અથવા આ જે હોય તે ભલે હોય આના વિરહમાં હું જીવવા શક્તિમાન નથી તેથી આનો નિવાસ કયાં છે? તે તું કહે. આ પ્રમાણે તીવ્ર કામથી પરાધીન થયેલા મનવાળા કુમારે કહ્યું ત્યારે બધાના દેખતા તે વિદ્યાધરકુમાર અદશ્ય થયો. હવે કુમાર વિચારે છે કે શું આ અસુર હતો કે સુર હતો કે ખેચર હતો. જે આ પ્રમાણે અમને એકાએક વિસ્મય પમાડીને ચાલ્યો ગયો. તે પણ વિદ્યાધર બટુક મણિપતિ રાજાની પાસે ગયો અને સંપૂર્ણ વૃત્તાંતનું નિવેદન કરે છે અને વિશેષથી દેવસેનના વૃત્તાંતનું નિવેદન કરે છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy