SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ ઉપદેશપદ : ભાગ-૨ કષાય-ઈદ્રિયના વિકારને વશ થયેલા જીવો વિષ સમાન, ઘણા ભવ ભ્રમણના કારણરૂપ, ઘણાં પ્રકારના વિકલ્પવાળા કર્મને બાંધે છે. પછી એકેન્દ્રિય વગેરે જાતિઓમાં અનેક પ્રકારે ભમીને કોઈપણ જીવ કોઈક રીતે જો કે મનુષ્યભવને પામે છે. મનુષ્યભવ પ્રાપ્ત થયા પછી શુદ્ધ કુળમાં જન્મ થવો દુર્લભ છે. શુદ્ધ કુળમાં શરદઋતુના ચંદ્રના કિરણના પ્રસર જેવા નિર્મળ યશના ભાજન જીવો થાય છે. જ્યારે જીવો નિર્મળ કુળમાં જન્મે ત્યારે શરદઋતુના ચંદ્રના કિરણોના પ્રસરના ઉજ્જવળ યશથી શોભે છે. નિર્મળકુળમાં જન્મ થયે છતે ભવ્યલોકમાં ઉત્પન્ન કરાયો છે સંતોષ જેઓ વડે એવા રૂપાદિ ગુણના કારણ રૂપ ભાવોનો સમાગમ દુર્લભ છે. તેમાં પણ અરિહંત અને તેના ગણધર અને બીજા પણ બહુશ્રુત સાધુઓ અને શુદ્ધ ધર્મનો પ્રજ્ઞાપક દુઃખેથી પ્રાપ્ત કરાય છે. તે પણ પ્રાપ્ત થાય તો પણ નિર્મળ શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. તેથી સર્વ ઉપકારક ધર્મ સામગ્રી પ્રાપ્ત થયા પછી ધર્મમાં ઉદ્યમ કરવો યુક્ત છે. નહીંતર કલ્પદ્રુમનો સંગમ (લાભ) થયા પછી ભોગસુખમાં આસક્ત થયેલો કોઈક મૂઢ જીવ લીખ અને જૂના ભાવને પામે એવી પ્રાર્થના કરીને તેના સંગમને નિષ્ફળ કરે છે. સુખોનું એક માત્ર કારણ, ગુણકારક સામગ્રીના સમૂહને મેળવીને આ દુરાત્મા લોક મૂળથી તેનો નાશ કરે છે. તે આ પ્રમાણે– (૧૬૮) કોઇ એક નગરમાં એક કુલપુત્ર હતો. તે સ્વભાવથી સદાકાળ પણ નિષ્ફળ વ્યાપારવાળો, નિર્ધનોમાં શિરોમણિ હતો. આથી જ ક્યારેય માથાની સારસંભાળ લેવા પામતો નથી. તેથી માથામાં લાખો લીખો અને હજારો જૂ ઉત્પન્ન થઈ. જૂ અને લિખોથી ખવાતા માથાની ઘણી પીડાને અનુભવતો ખેદ પામેલો મરણને પણ ઇચ્છતો ક્યાંય સુખ પામતો નથી. દેશાંતરનું શરણ લેવાથી પ્રાયઃ દારિત્ર્ય નાશ પામે છે એમ વિચારતા ભુખાદિથી પીડાયેલો પરિભ્રમણ કરતો જ્યાં એક કલ્પવૃક્ષ છે તે પ્રદેશમાં પહોંચ્યો. તે કલ્પવૃક્ષ પોતાના ફૂલોની સૌરભના ઉદ્ગારથી લુબ્ધ થયેલા ભમરાઓથી યુક્ત છે. ગગનતળ સુધી ફેલાયેલી ડાળીઓનો સમૂહ બીજી ડાળીઓમાં ચારે તરફ ગૂંથાયો છે, અર્થાત્ અત્યંત ઘટાદાર છે. ધ્વજ-છત્ર-ચિહ્ન-માળાઓથી લોકોની આંખ અને મનને આનંદ આપનાર છે. પ્રણયીજનની પ્રાર્થનાની સાથે તુરત જ અભૂત પદાર્થોને પૂરા પાડનાર છે. જુદા જુદા ફૂલો અને વસ્ત્રો વગેરેથી તેની પીઠિકાની પૂજા કરાઈ છે. કુલપુત્રે લોકો પાસેથી સાંભળ્યું કે સમ્યકપણે સેવાતો આવો કલ્પવૃક્ષ મનોભિષ્ટ વાંછિતને જલદીથી કરે છે. પછી વિચારવા લાગ્યો કે આ જૂઓ સ્થૂળભાવને પામેલી છે, જેઓને હાથના અગ્રભાગથી પકડીને સુખેથી મસ્તક ઉપરથી વીણી શકાય છે, પરંતુ આ લીખો માથામાંથી કોઈપણ રીતે વણી શકાતી નથી તેથી આ બધી લીખો જૂ ભાવને પામે તેવું હું કલ્પવૃક્ષ પાસે માગું. પછી તે નદીએ ગયો સ્નાન કરી પુષ્પોની અંજલિ ભરીને કલ્પવૃક્ષના તળ ઉપર માથું લગાવી અને ૧. પૂલ્સથવા ફૂલોને જે ધાવે છે તે, અર્થાત્ ફૂલોના રસને જે ચૂસે છે તે ભમરા.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy