SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૯ અર્થ નથી, કિંતુ કુત્સિત (=ખરાબ) ભોગ એવો અર્થ છે. જેમકે એક સ્થળે કહ્યું છે કે“જેમ અવચન એટલે દુર્વચન અને અસતીનું અશીલ એટલે કુત્સિત (=ખરાબ) શીલ એમ કહેવાય છે તેમ મિથ્યાદૃષ્ટિ જીવનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે.” (વિશેષાપર૦) તેથી અહીં જિનમંદિરનો કુત્સિત (Fખરાબ) ભોગ (=ઉપયોગ કરવો.) તે અભોગ છે. અભોગથી જિનમંદિરની આશાતના થતી હોવાથી અભોગ દુર્ગતિનું કારણ છે. અહીં ભોગની પરિશુદ્ધિમાં (આશાતનાના ત્યાગમાં) ભવનપતિ વગેરે દેવો દૃષ્ટાંત રૂપ છે. (૪૧૦) દેવો આશાતનનો ત્યાગ કરે છે એ વિષયને જ ગ્રંથકાર વિચારે છે–દેવો દુષ્ટ ચારિત્રમોહના ઉદયના કારણે વિષયરૂપ વિષથી મોહિત થયેલા હોવા છતાં નંદીશ્વર આદિ સ્થળે રહેલા જિનમંદિરમાં પોતાના પ્રાણથી પણ અધિક પ્રેમસ્થાનને પામેલી અપ્સરાઓની સાથે કોઈપણ સમયે હાસ્ય સહિત ક્રીડા વગેરે પણ કરતા નથી. અહીં ક્રીડા વગેરે એ સ્થળે રહેલા વગેરે શબ્દથી વિવિધ પ્રકારના વિકારી વચનો સમજવાં. “વગેરે પણ” એ સ્થળે રહેલા પણ શબ્દથી અન્ય સંભોગ વગેરે મોટા અપરાધનો અભાવ જાણવો. અહીં અપ્સરાઓનો જે ઉલ્લેખ કર્યો તે અપ્સરાઓ સહાસ્ય ક્રીડા આદિનું સ્થાન હોવાથી તેમની સાથે હાસ્યાદિનો ત્યાગ કરવો એ દેવા માટે દુષ્કર છે એ જણાવવા માટે છે. (૪૧૧). આ પ્રમાણે જેનું પ્રશસ્ત સામર્થ્ય પ્રગટ થયું છે એવો તે સંકાશ શ્રાવક આ લોકના ફળવાળાં અને પરલોકનાં ફળવાળાં કાર્યોમાં અનુચિત્તપ્રવૃત્તિનો ત્યાગ કરવા પૂર્વક શ્રુત-ચારિત્રરૂપ વિશુદ્ધ ધર્મને સેવીને મોક્ષનો આરાધક થયો. - અહીં સાધુપ્રષી ક્ષુલ્લક જીવનો નરકોમાં પ્રવેશથી અને એકેન્દ્રિયોમાં કાયસ્થિતિ જેટલો વાસ કરવાથી અનંત ભવભ્રમણ રૂપ સંસાર કહ્યો, અને સંકાશ શ્રાવક જીવનો સંવેને fëડિઝા મવા (=સંખ્યાતા ભવો સુધી ભમીને) એવા વચનથી સંખ્યાત ભવના સ્વીકાર રૂપ જ સંસાર કહ્યો, તેમાં આ અભિપ્રાય છે– સંકાશે દેવદ્રવ્યનો ઉપયોગ પ્રમાદ દોષથી જ કર્યો હતો. આથી તેણે તે દોષના કારણે ઉત્પન્ન થયેલા કર્મને નરકમાં પ્રવેશ કરીને ન અનુભવ્યું, કિંતુ કુમનુષ્યપણાના અને કુતિયંચપણાના ભવોમાં તૃષા, સુધા, ઘાતન અને વાહન વગેરેને સહન કરવા દ્વારા અનુભવ્યું. બીજો તો ઈરાદાપૂર્વક બધાય સાધુઓને મારી નાખવા તૈયાર થયો હતો. આથી તેણે અતિશય દારુણ પરિણામથી નરકાશિમાં પ્રવેશરૂપ ફલવાળા અને અનંતસંસારને લાવનારા કર્મનું ઉપાર્જન કર્યું. આ પ્રમાણે આ બેના સંસાર પરિભ્રમણમાં આ ભેદ છે. (૪૧૨) સંકાશ શ્રાવકનું દષ્ટાંત પૂર્ણ થયું.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy