SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઉપદેશપદ : ભાગ-૨ એકવાર કેવળી ભગવંતનો યોગ થતાં તેણે પૂછ્યું: હે ભગવન્! ભવાંતરમાં મેં કયું કર્મ કર્યું કે જેથી આ પ્રમાણે મારા મનોરથો પૂર્ણ થતા નથી. કેવળી ભગવંતે સંકાશ વગેરે ભવોનો વૃત્તાંત કહ્યો. સુલ્લક સાધુની જેમ તેને બોધિની પ્રાપ્તિ થઈ. હવે તેને સંવેગ થયો. તેણે કેવળી ભગવંતને પૂછ્યું: દેવદ્રવ્યનો ઉપયોગ કરવા રૂપ અપરાધમાં હમણાં મારે શું કરવા યોગ્ય છે? કેવળીએ કહ્યું: જિનમંદિર, જિનબિંબ, યાત્રા(=અષ્ટાહ્નિકા મહોત્સવ અને રથયાત્રા વગેરે) અને સ્નાત્ર વગેરે પ્રવૃત્તિનું કારણ એવા સુવર્ણ વગેરે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ તમારા માટે ઉચિત છે. (૪૦૭) પછી તેણે “વેપાર વગેરે ધંધો કરતાં જે કંઈ ધન મળે તેમાંથી માત્ર આહાર-પાણી માટે અને પહેરવા-ઓઢવા માટે જરૂરી ધનને છોડીને બાકીનું બધુંય ધન દેવદ્રવ્ય જાણવું.” એવો અભિગ્રહ યાવજીવ સુધી લીધો. (૪૦૮). પછી લાંભાતરાય કર્મના ક્ષયનું કારણ એવા પૂર્વોક્ત અભિગ્રહ રૂપ શુભ ભાવ પ્રગટવાથી તેનું ક્લિષ્ટ કર્મ ક્ષય પામવા લાગ્યું અને તેને ધન-ધાન્યાદિનો લાભ થયો. મૂછનો ત્યાગ કરીને તે પૂર્વોક્ત અભિગ્રહમાં નિશ્ચલ બન્યો. કાળે કરીને ધનની વૃદ્ધિ થતાં તે જ તગરાનગરીમાં પરધનની સહાય વિના જિનમંદિર કરાવ્યું. જિનમંદિરમાં સદા ભોગપરિશુદ્ધિ કરી. ભોગપરિશુદ્ધિ એટલે અભોગનો(=આશાતનાનો) ત્યાગ કરવા વડે જિનમંદિરના આસેવનની (=જિનમંદિરનો જ ઉપયોગ કર્યો તેની) નિર્મલતા કરી, અર્થાત્ આશાતનાનો ત્યાગ કરવા વડે, જિનમંદિરને પવિત્ર રાખ્યું. (૪૦૯). ગ્રંથકાર અભોગને'(=આશાતનાને) જ જણાવે છે–જિનમંદિરમાં ઘૂંકવું વગેરે, અસત્કથા, અનુચિત આસન વગેરે અભોગ(=અશાતના) છે. ઘૂંકવું વગેરે એ સ્થળે વગેરે શબ્દથી મલમૂત્રનું વિસર્જન કરવું, તાબૂલનું પાન ચાવવું, કાન અને નાક વગેરેની અશુચિનો ત્યાગ કરવો વગેરે સમજવું. અસત્કથા એટલે સ્ત્રી, ભોજન, ચોર અને દેશ આદિનો વૃત્તાંત જણાવવો. અનુચિત આસન એટલે ગુરુજનની અપેક્ષાએ સમાન કે ઊંચા આસને બેસવું. વગેરે શબ્દથી પલાઠી વાળવી વગેરે સમજવું. અહીં અભોગનો અર્થ ભોગનો અભાવ એવો ૧. અહીં અભોગમાં જે “અ” છે તે નકારને જણાવનારો છે. તેનો પ્રયોગ જુદીજુદી છ રીતે થાય છે. (૧) સાદૃશ્ય એટલે સમાનતા. જેમકે અબ્રાહ્મણ એટલે બ્રાહ્મણ સિવાય અન્યવર્ણનો બ્રાહ્મણ જેવો જનોઈવાળો માણસ. (૨) અભાવ : જેમકે અફલ એટલે ફળથી રહિત. (૩) અન્યત્વ એટલે ભિન્નતા. જેમકે અઘટ એટલે ઘટથી ભિન્ન પટ વગેરે. (૪) અલ્પતા એટલે ઓછપ. દા.ત.- અનુદરી કન્યા= કૃશોદરી કન્યા. (૫) અપ્રાશસ્ય એટલે નિંદિતપણું. દા.ત- અધન= ખરાબ ધન. (૬) વિરોધ અર્થમાં, જેમકે અધર્મ એટલે ધર્મથી વિરુદ્ધ આચરણ. અહીં અભોગમાં “અ” અપ્રાશસ્ય અર્થમાં છે. (ભગવદ્ ગોમંડલ શબ્દકોષ)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy