SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ इत्येवमुक्तनीत्या संकाशजीवो 'महानुभाव: ' समुद्घटितप्रशस्तसामर्थ्यः सर्वत्रापीहलोकफलेषु परलोकफलेषु च कृत्येष्वविधिभावपरित्यागेनानुचितप्रवृत्तिनिरोधरूपेण चरित्वा निषेव्य 'विशुद्धधर्म्म' श्रुतचारित्रलक्षणमस्खलिताराधको निर्वाणस्य सञ्जातः । यदत्र साधुप्रद्वेषिणः क्षुल्लकजीवस्य नरकप्रवेशेनैकेन्द्रियेषु कायस्थितिवासवशेन चानन्तभवभ्रमणरूपः संसार उक्तः, संकाश श्रावकजीवस्य तु "संखेज्जे हिंडिऊण भवगहणे" इतिवचनात् सङ्ख्यातभवग्रहणरूप एव । तत्रायमभिप्रायः - प्रमाददोषादेव चैत्यद्रव्योपयोगः संकाशस्य संवृत्तः, इति नासौ नरकप्रवेशेन तद्दोषवशोद्भवं कर्म्मानुभूतवान्, किन्तु कुमानुषत्वतिर्यक्त्वभवेषु तृष्णाबुभुक्षाघातनवाहनाद्यधिसहनद्वारेण । इतरस्त्वाकुट्टिकया सर्वमपि हन्तुमुपस्थित इत्यत्यन्तदारुणपरिणामाद् नरकादिप्रवेशफलमनन्तसंसारावहं कर्म समुपार्जितवान् । इत्यनयोरयं संसारभ्रमणविशेषः ॥४१२ ॥ ॥ समाप्तं संकाशश्रावकज्ञातम् ॥ ૩૭ સંકાશ શ્રાવકનું દૃષ્ટાંત હવે દેવદ્રવ્યનો ઉપયોગ કરનાર સંકાશ શ્રાવકનું વ્યાખ્યાન કરવામાં આવે છે. ગંધિલાવતી નગરીમાં સ્વભાવથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યવાળો અને શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે શ્રાવકાચારોના પાલનથી યોગ્ય વ્યવહારવાળો સંકાશ નામનો શ્રાવક હતો. તે પ્રશસ્ત ચિત્તવાળો થઇને શક્રાવતાર જિનમંદિરની ચિંતા (સાર-સંભાળ) કરતો હતો. કોઇવાર ગૃહવ્યાક્ષેપ આદિ કારણોથી પ્રમાદ થવાથી તે દેવદ્રવ્યનો ઉપયોગ કરનારો થયો. તે દોષની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના તે મૃત્યુ પામ્યો. (૪૦૩) પછી તેણે તિર્યંચગતિમાં સંખ્યાતા ભવો સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું. ત્યાં તે ભૂખ-તરસથી હેરાન થયો. શસ્ત્ર આદિથી ઘાતની વેદના સહન કરી. પીઠ અને ગળામાં ભાર રાખીને અન્યદેશમાં જવાનું થતું હતું. આ રીતે ભારવહનથી વેદના થઈ. ક્યારેક તે પીસાયો–દળાયો. આ રીતે તે અનેકવાર વેદનાને પામ્યો. (૪૦૪) મનુષ્યોમાં પણ ઉત્પન્ન થયેલો તે દરિદ્રકુલમાં જન્મીને અને દદ્રિતાને પામીને જે તે નિમિત્તથી કે નિમિત્ત વિના પણ ઘણા લોકથી અનેકવાર ધિક્કારને પામ્યો. અન્ય પણ પુત્ર-પત્ની વગેરે નિંદ્યનેજ પામીને ઘણા લોકથી અનેકવાર ધિક્કારને પામ્યો. (૪૦૫) પછી દેવદ્રવ્યનો ઉપયોગ કરતી વખતે ઉપાર્જિત કરેલા લાભાન્તરાય વગેરે કર્મનો અંશ બાકી રહ્યો ત્યારે તે તગરાનગરીમાં શ્રેષ્ઠિપુત્ર થયો. ત્યાં પણ દરિદ્રતાને પામ્યો. વાંછિતની પ્રાપ્તિ ન થઇ. અનેકવાર હૃદયમાં ઉદ્વેગ થયો. (૪૦૬) ૧. અજ્ઞાન-સંશય-વિપર્યાસાદિરૂપ પ્રમાદના આઠ ભેદો ૩૨૨મી ગાથામાં જણાવ્યા છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy