SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૩૫ ટીકાર્થ-જિનવચન ગંભીર છે—ઊંડાણથી મુશ્કેલીથી જાણી શકાય તેવું છે. જડબુદ્ધિ જીવો અમે જિનવચનના ભક્ત=આરાધક છીએ એમ વિચારતા હોવા છતાં (=માનતા હોવા છતાં) જિનવચન દુષ્કર છે ઇત્યાદિ દોષો પ્રગટ કરવા દ્વારા જિનશાસનની કદર્થના=વિરાધના કરે છે, જિનોપદેશને માને છે–પોતાના અભિપ્રાયથી (=કલ્પના મુજબ) શ્રદ્ધા કરે છે, તથા જિનવચન નિર્વિષય છે=નિરર્થક છે એવા કથનથી જિનવચનની આશાતના કરે છે. આવા જડબુદ્ધિ જીવો “જિનવચનને શક્તિ મુજબ ઉચિત પ્રવૃત્તિથી આરાધી શકાય છે” એવા જિનવચનના પરમાર્થને જાણતા નથી. (૯૩૪) साम्प्रतं साधुशब्दप्रवृत्तिनिमित्तस्य सद्भावाजिनवचनदुष्करत्वदोषं परिहरन्नाहसिद्धीए साहगा तह, साहू अण्णत्थओवि णिट्ठिा । राहावेहाहरणा, ते चेवं अत्थओ णेया ॥९३५॥ સિદ્ધર' વૃત્નક્ષયેક્ષાયા: “સાધ' નિષ્ણાત, ‘તથા તેનાપ્રમત્તતાविधानद्वारेण 'साधवो' मुनयोऽन्वर्थतोऽप्यनुगतमर्थमाश्रित्य गुणनिष्पन्नाभिधानेनापीति यावद् 'निर्दिष्टा' निरूपिताः शास्त्रेषु । तथा चोक्तं-'सम्यग्दर्शनज्ञानचारित्रमयीभिः पौरुषेयीभिः शक्तिभिर्मोक्षं साधयन्तीति साधवः । राधावेधाहरणाद् वक्ष्यमाणात्, ते च साधव एवमप्रमादसाराः सन्तः 'अर्थतः' सामर्थ्याज्ञयाः सिद्धिसाधकत्वेन । नह्यप्रमत्ततामन्तरेणान्याः काश्चित्पौरुषेय्यो मोक्षसाधिकाः शक्तयः सन्तीति ॥९३५॥' હવે “સાધુ” એવા શબ્દની પ્રવૃત્તિનું જે નિમિત્ત છે, તે નિમિત્તના સદ્ભાવથી જિનવચનના દુષ્ઠરત્વરૂપ દોષને દૂર કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ-અન્તર્થથી પણ સાધુઓને અપ્રમાદ કરવા દ્વારા સિદ્ધિના સાધક કહ્યા છે. રાધાવેધના દૃષ્ટાંતથી અપ્રમાદની પ્રધાનતાવાળા સાધુઓને સામર્થ્યથી સિદ્ધિના સાધક તરીકે જાણવા. ટીકાર્ય-અન્તર્થથી–શબ્દની વ્યુત્પત્તિથી થતા અર્થને આશ્રયીને ગુણનિષ્પન્ન નામથી. તે આ પ્રમાણે–સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય પુરુષશક્તિથી મોક્ષને સાધ=સિદ્ધ કરે તે સાધુ. સિદ્ધિ સર્વકર્મોનો ક્ષય. સાધક સિદ્ધ કરનાર. સામર્થ્યથી=શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે બંધબેસતા અર્થથી. શાસ્ત્રોમાં અન્વર્થથી પણ સાધુઓને અપ્રમાદ કરવા દ્વારા સિદ્ધિના સાધક કહ્યા છે. રાધાવેધના દષ્ટાંતથી અપ્રમાદની પ્રધાનતાવાળા સાધુઓને સામર્થ્યથી(=બંધ બેશતા અર્થથી) સિદ્ધિના સાધક તરીકે જાણવા. અપ્રમાદ સિવાય બીજી કોઈ પુરુષશક્તિઓ મોક્ષની સાધક નથી. રાધાવેધનું દૃષ્ટાંત હવે પછીની ગાથાઓમાં કહેવાશે. (૯૩૫)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy