SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ અહીં ભાવાર્થ આ પ્રમાણે છે—જિનોપદેશ અપ્રમાદની પ્રધાનતાવાળો હોવા છતાં વિવિધ વ્યવસ્થાવાળો છે. તે વ્યવસ્થા આ પ્રમાણે છે—મોક્ષમાર્ગના ઉપદેશને યોગ્ય અપુનર્બંધક વગેરે જીવોને આશ્રયીને કેટલાક જીવો સામાન્ય દેશનાને યોગ્ય છે. કેટલાક જીવો સમ્યગ્દર્શનગુણને યોગ્ય ઉપદેશને યોગ્ય છે. કેટલાક જીવો દેશવિરતિ ગુણસ્થાનકને યોગ્ય પ્રરૂપણાને યોગ્ય છે. ચારિત્રમોહની મલિનતા જેમની દૂર થઇ છે તેવા કેટલાક જીવો અપ્રમાદ સ્વરૂપ પ્રવ્રજ્યાની દેશનાને યોગ્ય છે. આ પ્રમાણે અપ્રમાદનો ઉપદેશ વિષયથી રહિત નથી, અર્થાત્ હમણાં કહ્યું તેમ તેનો કોઇને કોઇ વિષય હોય છે. ૪૩૪ (સાદી ભાષામાં કહીએ તો જિનનો ઉપદેશ ક્યારેય નકામો જતો નથી. જિનોપદેશ ક્યારેક અપુનર્બંધક વગેરે જીવોને ઉપયોગી બને છે, ક્યારેક સમ્યગ્દષ્ટિ જીવોને ઉપયોગી બને છે, ક્યારેક દેશવિરતિ જીવોને ઉપયોગી બને છે, તો ક્યારેક સર્વવિરતિ જીવોને ઉપયોગી બને છે.) (૯૩૩) अधुना स्वकर्मगौरवदोषं परिहृत्य जिनोपदेशस्य दुष्करत्वादिकथनद्वारेणावधीरयतामाशातनाविधायिनां तदपरिज्ञानदोषमाह गंभीरमिणं बाला, तब्भत्ता म्होत्ति तह कयत्थता । तह चेव तु मण्णता, अवमण्णंता ण याणंति ॥ ९३४ ॥ 'गम्भीरं दुरवगाहमिदं जिनवचनं बाला जडधियः, तस्य जिनवचनस्य भक्ता आराधकास्तद्भक्ताः किल वयमिति परिभावयन्तोऽपि तथा, दुष्करत्वादिदोषोद्भावनप्रकारेण 'कदर्थयन्तो' विराधयन्तः सन्तस्तमेव जिनोपदेशं मन्यमानाः स्वाभिप्रायेण श्रद्धानाः, तथाऽवमन्यमाना निर्विषयत्वकथनेनाशातयन्तो न जानन्ति ' नावगच्छन्ति परमार्थं जिनवचनस्य यथाशक्त्यानुरूपप्रवृत्त्या जिनवचनमिदमाराधनीयं મવતીતિ ૧૨૪॥ હવે સ્વકર્મ ગુરુતા રૂપ દોષનો સ્વીકાર કરવાના બદલે જિનોપદેશ દુષ્કર છે ઇત્યાદિ કથન દ્વારા જિનોપદેશની અવજ્ઞા અને આશાતના કરનારાઓના જિનવચન સંબંધી અજ્ઞાનતા રૂપ દોષને કહે છે– ગાથાર્થ—જિનવચન ગંભીર છે. જડબુદ્ધિ જીવો અમે જિનવચનના ભક્ત છીએ એમ વિચારતા હોવા છતાં, દુષ્કરત્વાદિ દોષો પ્રગટ કરવા દ્વારા જિનવચનની કદર્થના કરે છે, જિનવચનને જ માને છે, અને જિનવચનની આશાતના કરે છે. આવા જડબુદ્ધિ જીવો જિનશાસનના પરમાર્થને જાણતા નથી.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy