SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્થ–પહેલાં કર્મરૂપ વ્યાધિની ચિકિત્સા કરવા માટે સમ્યગ્દર્શનાદિ ગુણનો સ્વીકાર કરવો જોઈએ એમ માનીને સમ્યગ્દર્શનાદિ ગુણનું પાલન કર્યું. પણ પછી સાધુ,દ્વેષ આદિ કારણથી સમ્યગ્દર્શનાદિ ગુણનો નાશ થયો. એથી દુર્ગતિપાત રૂપ વિકાર થયો. દુર્ગતિમાં તે તે વિડંબનાને સહન કરવા પડે તે વિકારનો અનુભવ કર્યો. પછી જન્માંતરમાં પૂર્વભવે આરાધેલા સમ્યગ્દર્શનાદિ ગુણની કોઈપણ રીતે પ્રાપ્તિ થઈ. આથી ફરી સમ્યગ્દર્શનાદિ ગુણનો અભ્યાસ થાય છે. આ અભ્યાસ અભિલષિત અશુભાનુબંધના વિચ્છેદનું કારણ બને છે. કોઈપણ રીતે ફરી પ્રાપ્ત થયેલ ગુણનું પાલન કરવું તેને અભ્યાસ કહેવામાં આવે છે. પ્રશ્ન- નાશ પામેલા સમ્યગ્દર્શનાદિ ગુણોની ફરી પ્રાપ્તિ થાય એ વિષે કોઈ પ્રમાણભૂત વચન છે? ઉત્તર–વાગોમાભાવે ઢગયે સુN અનુકૂળ | પરિડર્યાપિ ટુ નાયડુ પુણોવિ તલ્માવવુટ્ટિ (પચાશક ૩/૨૪) એ પ્રમાણભૂત વચન છે. તેનો અર્થ આ છે “ક્ષાયોપથમિક ભાવમાં દઢ આદરપૂર્વક કરાયેલું શુભ અનુષ્ઠાન અશુભકર્મના ઉદયથી મૂકાઈ જાયછૂટી જાય તો પણ ભવિષ્યમાં ફરી શુભ અધ્યવસાયની વૃદ્ધિને કરનારું બને છે.” પ્રસ્તુતમાં દૃષ્ટાંત અને તેનો ઉપનય આ પ્રમાણે છે–કોઈ રોગી સઔષધનું સેવન કરે. જે ઔષધ પ્રસ્તુત વ્યાધિનો નિગ્રહ કરનારું હોવાથી અમ્મલિત સામર્થ્યવાળું હોય તે ઔષધ સદ્ છે. સદ્ ઔષધનું સેવન શરૂ કર્યા પછી કોઈપણ પ્રમાદથી ઔષધ જેટલા પ્રમાણમાં લેવું જોઈએ તેનાથી અતિશય અલ્પપ્રમાણમાં ઔષધ લેવાય, અપથ્યનું સેવન થાય ઇત્યાદિ રીતે ક્રિયાનો અપચાર (=વિનાશ) થાય. આથી તેના અસહ્યવેદના વગેરે કટુ ફલનો અનુભવ થાય. આથી રોગી પૂર્ણ સાવધાની રાખીને ફરી તે જ ઔષધનું સેવન કરે. ફરી તે જ ઔષધનું સેવન વ્યાધિનો નાશ કરે. તે રીતે પ્રસ્તુતમાં પણ તેવા પ્રકારના પ્રમાદના આસેવનથી ધર્મક્રિયાનો વિનાશ થાય. પછી દુર્ગતિમાં કટુ વિપાકોનો અનુભવ કરે (=અસહ્ય દુઃખોને સહન કરે). પછી જન્માંતરમાં ફરી ધર્મક્રિયાની પ્રાપ્તિ થાય. ફરી ધર્મક્રિયાનો અભ્યાસ અશુભાનુબંધના વિચ્છેદરૂપ ફલવાળો થાય છે. (૩૯૧) अयं चार्थः कथञ्चित् प्रागेव उक्त एवास्ते, इति तं प्रस्तुते योजयन्नाहपडिबन्धविचारम्मि य, निदंसिओ चेव एस अत्थोत्ति । ओसहणाएण पुणो, एसो च्चिय होइ विण्णेओ॥३९२॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy