SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ m ઉપદેશપદ : ભાગ-૨ ઉત્તરપક્ષ–જે શુદ્ધાજ્ઞાયોગ અનંતરપણે અશુભાનુબંધના વિચ્છેદનો હેતુ ન બને તે શુદ્ધાજ્ઞાયોગ પણ પરંપરાએ અશુભાનુબંધના વિચ્છેદનો હેતુ બને તેવા શુદ્ધાજ્ઞાયોગનો સાધક હોવાથી ઈષ્ટ છે. જ્યારે હજી પણ અશુભાનુબંધ અતિગાઢ હોય અને આજ્ઞાયોગ મંદ હોય ત્યારે આજ્ઞાયોગ અશુભાનુબંધનો સર્વથા વિચ્છેદ કરવા માટે સમર્થ બનતો નથી. આમ છતાં તે આજ્ઞાયોગ અશુભાનુબંધનો સર્વથા વિચ્છેદ કરે તેવા તીવ્ર આજ્ઞાયોગનું કારણ બને છે. આથી તે આજ્ઞાયોગ પણ સુંદર જ છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે- જો અપ્રમાદસહિત આજ્ઞાયોગ જ અશુભાનુબંધનો વિચ્છેદ કરે છે તો પ્રાથમિક પ્રમાદસહિત આજ્ઞાયોગને નિષ્ફળ જ માનવો રહ્યો. આવા પૂર્વપક્ષનું સમાધાન કરવા માટે અહીં ઉત્તર પક્ષમાં કહ્યું કે–પ્રાથમિક પ્રમાદ સહિત આજ્ઞાયોગ નિષ્ફળ જતો નથી. કારણ કે તે આજ્ઞાયોગ અશુભાનુબંધનો સર્વથા વિચ્છેદ કરે તેવા તીવ્ર આજ્ઞાયોગનું કારણ બને છે. (૩૯૦) अत्र हेतुमाहअवयार वियारम्मी, अणुभूए जं पुणो तदब्भासो । होइ अहिलसियहेऊ, सदोसहं जह तहेसोवि ॥३९१॥ 'अपचारे' कर्मव्याधिचिकित्सारूपस्य प्रागादेयतया परिपालितस्य सम्यग्दर्शनादेर्गणस्य साधुप्रद्वेषादिना पश्चाद् विनाशने सति, यो विकारो दुर्गतिपातरूपस्तत्रानुभूते तत्तद्विडम्बनासहनेन यद् यस्मात् कारणात् पुनर्जन्मान्तरे तदभ्यासस्तस्य पूर्वभवाराधितस्य सम्यग्दर्शनादेः, तस्य "खाओवसमिगभावे, दढजत्तकयं सुभं अणुट्ठाणं । परिवडियं पिहु जायइ, पुणोवि तब्भाववुड्डिकरं ॥१॥"इति वचनप्रामाण्यात् कथञ्चिद् लब्धस्य पुनरनुशीलनमभ्यासो भवत्यभिलषितहेतुरशुभानुबन्धव्यवच्छेदकारणम् । दृष्टान्तं तदुपनयं चाह-सत् प्रस्तुतव्याधिनिग्राहकत्वेनास्खलितसामर्थ्यमौषधमुक्तरूपं यथा तथा एषोऽपि' तदभ्यासः । तथाहि-यथाऽऽतुरस्य कुतोऽपि प्रमादात् क्रियापचारे सञ्जाते, अनुभूते च तत्फले, पुनस्तक्रियाभ्यास एव व्याधिव्यवच्छेदाय जायते, तथा प्रस्तुतक्रियापि तथाविधप्रमादासेवनादपचारमानीता सत्यपचारविपाकानुभवानन्तरमभ्यस्यमानाशुभानुबन्धव्यवच्छेदफला जायत इति ॥३९१॥ અહીં હેતુને કહે છે– ગાથાર્થ-કારણ કે ગુણનો વિનાશ થતાં વિકારનો અનુભવ કર્યા પછી તે ગુણનો અભ્યાસ થાય છે. તે અભ્યાસ અભિલષિતનો હેતુ બને છે. જેવી રીતે સઔષધ રોગનો નાશ કરે છે તેવી રીતે ગુણોનો અભ્યાસ અશુભાનુબંધનો નાશ કરે છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy