SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ ઉપદેશપદ : ભાગ-૨ આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે ગાથાર્થ– પરાધીનતા મહાગુણ છે. કાલ વિષમ છે. સ્વપક્ષથી દોષો ઉત્પન્ન થાય છે. (આથી) નિશીથમાં પ્રથમનાં ત્રણ ભાંગાથી પણ આહારને ગ્રહણ કરવાનું કહ્યું છે. ટીકાર્થ–પરાધીનતા મહાગુણ છે– અહીં પરાધીનતા એટલે ગુરુને આધીન રહેવું. ગુરુને આધીન રહેવાથી ઘણા ગુણો પ્રગટે છે અને ઘણા દોષો દૂર થાય છે. કાલ વિષમ છે–કાલ વિષમ છે એનો અર્થ એ છે કે, કાળ સંયમને દૂષિત કરે તેવા અનેક નબળા આલંબનથી ભરેલો છે. એટલે ગુરુને આધીન ન રહેનાર નબળા આલંબનોને પામીને ચારિત્રથી ભ્રષ્ટ બને એની ઘણી સંભાવના રહે છે. સ્વપક્ષથી દોષો ઉત્પન્ન થાય છે–અહીં સ્વપક્ષ એટલે અવસગ્ન વગેરે સાધુઓ. ગુરુથી છૂટા પડનારાઓ અસવન્ન વગેરે સાધુઓના પરિચય કરીને શિથિલ બની જાય, યાવત્ મિથ્યાત્વને પણ પામે. આમ ગુરુને આધીન ન રહેવાથી ઘણા દોષો ઉત્પન્ન થાય. જ્યારે ગુરુકુલમાં રહેવાથી આ દોષોથી બચી જવાય છે. આથી જ સમુદાયમાં આહાર સંબંધી થોડા દોષો લાગે તો પણ સમુદાયમાં જ રહેવું એવી આજ્ઞા છે. પ્રથમના ત્રણ ભાંગાથી પણ આહારને ગ્રહણ કરવાનું કહ્યું છે–અહીં ચાર ભાંગા આ પ્રમાણે છે. (૧) કારણે યતનાથી દોષ સેવે. (૨) કારણે યતના વિના દોષ સેવે. (૩) નિષ્કારણ યતનાથી દોષ સેવે. (૪) નિષ્કારણ અયતનાથી દોષ સેવે. આ ચાર ભાંગાઓમાં પ્રથમના ત્રણ ભાંગાથી પણ આહારને ગ્રહણ કરવાનું કહ્યું છે. અહીં પહેલા ભાગમાં સંયમની વૃદ્ધિ માટે દોષ સેવે છે. બીજા ભાગોમાં પણ સંયમની વૃદ્ધિ માટે દોષ સેવે છે. પણ પ્રમાદના કારણે યતના વિના દોષ સેવે છે. ત્રીજા ભાગમાં કારણ વિના દોષ સેવતો હોવા છતાં યતના હોવાથી તેટલા અંશે શુદ્ધ છે. આ વિશે વ્યવહારસૂત્ર (વ્યવહારસૂત્ર પીઠિકા ભાષ્ય ગા.૨૨)માં કહ્યું છે કે-“કારણ વિના પણ દોષનું સેવન કર્યા પછી “શુદ્ધિ કરીશ” એવું આલંબન જે કરે છે તે અકૃત્ય સેવતો હોવા છતાં અંતઃકરણની વિશુદ્ધિપૂર્વક યાતનાથી પ્રવૃત્તિ કરતો હોવાથી ભાવથી વ્યવહર્તવ્ય છે=એની સાથે વ્યવહાર કરવો, એને પ્રાયશ્ચિત્ત આપીને શુદ્ધ કરવો.” ગુરુકુલમાં રહે તો જ શુદ્ધિ થઈ શકે. માટે અહીં પ્રથમના ત્રણ ભાંગાથી પણ આહારગ્રહણ કરવાનું કહ્યું છે એમ કહીને ગુરુકુલવાસનું મહત્ત્વ જણાવ્યું છે. (૧૪૨)]. પંચકલ્યભાષ્યની આ ગાથાની શ્રદ્ધા નહિ કરતો અને શુદ્ધ ભિક્ષાનો અર્થી તે ગુરુકુલ
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy