SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ઉપદેશપદ : ભાગ-૨ (૭) ઉપદેશપર-ભવ્યજીવોને સદુપદેશ વડે શુદ્ધ અને સરળ એવો મોક્ષમાર્ગ બતાવવામાં તત્પર. (૮) અપરિશ્રાવી–આલોચના લેનારે પોતે પ્રકાશેલાં અકૃત્યને કોઈની પાસે પ્રગટ ન કરે એવા. (૯) સૌમ્ય-ચંદ્રની જેવા શીતળ સ્વભાવી, શાન્ત પ્રકૃતિવાળા (૧૦) સંગ્રહશીલ–ગચ્છના હિતને માટે જોઇતાં ઉપકરણોનો સંગ્રહ કરી મૂચ્છ રહિત તેનો સદુપયોગ કરનારા. (૧૧) અભિગ્રહમતિ–વિવિધ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ ધારણ કરનારા. (૧૨) અવિકલ્થન–સ્વપ્રશંસા કે પરનિંદા વગેરે ન કરનારા, ધર્મવ્યાપારમાં જ સાવધાન રહેનારા. (૧૩) અચપલ-મન-વચન-કાયાની ચપળતાથી રહિત. (૧૪) પ્રશાન્તહૃદય-જેમનું હૃદય ક્રોધાદિ કષાયોથી વિશેષથી મુક્ત થયું છે એવા. શુદ્ધ ભિક્ષાવૃત્તિ આદિ–શુદ્ધ એટલે બેંતાળીશ દોષોથી રહિત. શુદ્ધ ભિક્ષાથી નિર્વાહ કરવો તે શુદ્ધ ભિક્ષાવૃત્તિ. આદિ શબ્દથી દ્રવ્યાદિથી વિવિધ અભિગ્રહોનું આસેવન સમજવું. સિદ્ધાંતોના હાર્દને ન પામેલા કેટલાકો ગુરુકુલ આદિનો ત્યાગ કરીને શુદ્ધ ભિક્ષાવૃત્તિ આદિ સાધુના આચારોમાં જે પ્રયત્ન કરી રહ્યા છે તે પ્રયત્ન ભીલે પીંછા લેવા માટે શૈવ સાધુઓને હણીને કરેલા ચરણસ્પર્શના ત્યાગ તુલ્ય છે. અહીં અભિપ્રાય આ છે–જેને જિનવચન બરોબર પરિણત થયું નથી તેવો કોઈ ધર્માર્થી ગુરુકુલવાસમાં તેવા પ્રકારની ભિક્ષાશુદ્ધિને જોતો નથી, (અર્થાત્ ભિક્ષા અશુદ્ધ આવે છે, એમ જુએ છે.) તથા તે પંચકલ્પ ભાષ્યની ગાથાની શ્રદ્ધા કરતો નથી. પંચકલ્પભાષ્યની તે ગાથા અને તેનો અર્થ આ પ્રમાણે છે. “ઉપાશ્રય સાધુઓથી આકીર્ણ (=વ્યાસ) હોય. સાધુઓનો મહાગણ એક સ્થળે રહેલો હોય. દુર્ભિક્ષ (દુકાળ) વગેરે વિષમ કાળ હોય. સ્વપક્ષના અસંવિગ્નોથી દોષો થાય. આવા સંયોગોમાં યતિધર્મમાં મુખ્ય એવા ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા એ ત્રણની શુદ્ધિના ભંગથી (=વિનાશથી) પણ અપવાદે આહાર વગેરે ગ્રહણ કરવાનું કહ્યું છે.” (પંચકલ્પ ભાષ્ય. ૧૬૧૬) યતિલક્ષણ સમુચ્ચયપ્રકરણમાં આ જ વિષયમાં ગાથા આ પ્રમાણે છેआयत्तया महागुणो, कालो विसमो सपक्खया दोसा । आइमतिगभंगेण वि, गहणं भणिअं पकप्पंमि ॥१४२॥ आयत्तता महागुणः, कालो विषमः स्वपक्षजा दोषाः । आदिमत्रिकभङ्गेनापि, ग्रहणं भणितं प्रकल्पे ॥१४२॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy