SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઉપદેશપદ : ભાગ-૨ વાસનો સર્વથા ત્યાગ કરીને અલગ વિહાર કરે છે. અને તે વિહાર પ્રસ્તુત ભિલના ચરણ સ્પર્શના ત્યાગ તુલ્ય છે. તે વિહારમાં દોષ ઘણો છે અને ગુણ અલ્પ છે. પ્રસ્તુત દૃષ્ટાંતનો વિસ્તારથી અર્થ આ પ્રમાણે જાણવો– શબરનું દૃષ્ટાંત કોઈક પ્રસંગે એક ભિલને ધર્મશાસ્ત્ર શ્રવણ કરતાં એમ જાણવામાં આવ્યું કે શૈવ-સાધુઓને પગથી સ્પર્શ થઈ જાય તો મહા અનર્થ થાય (=મહાપાપ બંધાય). તેને કોઈ વખત મોરના પિચ્છાની જરૂર પડી. બહાર તેની ઘણી તપાસ કરાવી, પરંતુ ક્યાંયથી પણ તેની પ્રાપ્તિ ન થઈ. આ દરમિયાન તેના સાંભળવામાં આવ્યું કે શિવસાધુ પાસે મોરપિચ્છા હોય છે. તેણે શૈવસાધુઓની પાસે મોરપિચ્છાની માંગણી કરી. પણ તેઓએ ન આપ્યા. આથી તેણે શસ્ત્રોનો ઉપયોગ કરીને શૈવસાધુઓને ઘાયલ કરીને મોરપિચ્છ લઈ લીધાં. (જો હાથથી મોરપિચ્છ લેવામાં આવે તો સંભવ છે કે તેઓ લેવા ન દે એથી બાથંબાથ કરીને લેવા પડે. તેમ કરતાં સંભવ છે કે પગથી સ્પર્શ થઈ જાય.) આમ ભિલે શૈવસાધુઓને પગથી સ્પર્શ ન થઈ જાય તેની પૂરેપૂરી સાવચેતી રાખી. જેમ અહીં તેનો પગથી સ્પર્શ ન કરવા રૂપ ગુણ હોવા છતાં શસ્ત્રનો પ્રયોગ કરી તેને ઘાયલ કર્યો તે ગુણ નથી, પરંતુ દોષ જ છે. એ પ્રમાણે ગુરુકુલવાસના દ્વેષીઓના શુદ્ધ ભિક્ષાવૃત્તિ આદિ અનુષ્ઠાન વિષે પણ યોજના કરવી. (આ પ્રમાણે ગુરુકુલવાસના ત્યાગથી શુદ્ધ ભિક્ષા વગેરે પણ હિતકર બનતા નથી. ગુર્વાજ્ઞામાં રહેલાને આધાકર્મ વગેરે દોષો પણ શુદ્ધ બની જાય છે. કારણ કે ગચ્છમાં દોષોનું સેવન કારણિક અને યતનાપૂર્વક થાય. ગીતાર્થ યાતનાથી દોષો સેવે તો તેમાં પ્રાયશ્ચિત્ત નથી. આ વિષે ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । સા રોડ નિઝરણા, નાસ્થવિરોહિyત્ત I૭૬૦ | (ઓ.નિ.). વિશુદ્ધભાવવાળા અને યતનામાં તત્પર એવા ગીતાર્થને જે વિરાધના થાય તે નિર્જરારૂપ ફલવાળી થાય.” (એક સમયે બાંધેલું કર્મ બીજા સમયે ખપાવી નાખે.) તથા ગુરુકુલવાસમાં બીજા જે ઘણા લાભો થાય છે એ અપેક્ષાએ આ દોષો તદન અલ્પ ગણાય. લાભ-હાનિની વિચારણા કરતાં ગુરુકુલવાસમાં જ લાભ છે.) (૬૭૭) आह-यदि शुद्धोञ्छादयः क्रियमाणा अपि न कञ्चिद् गुणमावहन्ति किन्तु दोषमेव, तत्किमुच्यते-"पिंडं अविसोहितो, अचरित्ती एत्थ संसओ नत्थि । चारित्तम्मि असंते, सव्वा दिक्खा निरत्थिया" इत्याशङ्क्याह
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy