SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ઉપદેશપદ : ભાગ-૨ આ પ્રમાણે (પ્રતિકૂળ) દ્રવ્ય વગેરે લોકમાં શુભભાવમાં વિન કરનારા થતા નથી એ સિદ્ધ કરીને પ્રસ્તુતમાં તેની યોજના કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– એ જ પ્રમાણે મહાનુભાવ અને ચારિત્રી એવા ભવ્યનો પણ શુભ સામાચારી સંબંધી ભાવ ક્યારેય વિપરીતભાવને પામતો નથી. ટીકાર્થ એ જ પ્રમાણે સુભટોને બાણ લાગવો વગેરે પ્રસંગની જેમ. મહાનુભાવ=પ્રશસ્ત સામર્થ્યવાળા. ચારિત્રી–ચારિત્રમોહનો દઢ ક્ષયોપશમ જેમને પ્રાપ્ત થયો છે તેવા. ભવ્ય–ભવ્યશબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ પૂર્વે (૬૩મી ગાથામાં) કહ્યો છે. “ભવ્યનો પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–ભવ્યનો પણ ભાવ વિપરીતભાવને પામતો નથી, તો પછી પોતાના કાર્યસિદ્ધિ માટે ઉપસ્થિત થયેલા સુભટો વગેરેનો ભાવ વિપરીતભાવને ન પામે તેમાં શું કહેવું? શુભ સામાચારી સંબંધી પ્રત્યુપેક્ષણા-પ્રમાર્જના વગેરે શુભ સામાચારી સંબંધી. ભાવ=ઉત્સાહ. કયારેય દુકાળ વગેરેમાં પણ. ચારિત્રીને શુભ સામાચારી અત્યંત પ્રિય હોય છે. એથી તેને શુભ સામાચારી સિવાય ક્યાંય પક્ષપાત હોતો નથી. આથી દુકાળ વગેરેમાં પણ પ્રત્યુપેક્ષણા વગેરે કરવાનો તેનો ઉત્સાહ ભાંગી જતો નથી. (૬૬૯) તથા भोयणरसण्णुणोऽणुवहयस्स णोऽसाउभोइणोवि तहा । साउम्मि पक्खवाओ, किरियावि ण जायइ कयाइ ॥६७०॥ 'भोजनरसज्ञस्य' शर्करासंमिश्रहविःपूर्णादिभोजनास्वादविदः पुरुषस्यानुपहतस्य धातुक्षोभविकलस्य 'नो' नैव 'अस्वादुभोजिनोऽपि' तथाविधकष्टप्रघट्टकवशाच्चिरपर्युषितवल्लचणकादिभोजनवतोऽपि, तथेतिदृष्टान्तान्तरसमुच्चयार्थः, 'स्वादुनि' उक्तरूपे एव भोजने 'पक्षपातो' लौल्यातिरेकाद् निरन्तरं बहुमानः क्रिया वा कथञ्चित् पुनरपि तत्प्राप्तिहेतुश्चेष्टा न जायते कदाचित्, किन्तु जायत एव ॥६७०॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy