SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૩૧ તથા ગાથાર્થ ધાતુક્ષોભથી રહિત અને ભોજન રસનો જાણકાર પુરુષ નિરસ ભોજન કરતો હોય તો પણ તેનો પક્ષપાત સ્વાદુ ભોજનમાં જ હોય છે અને ક્યારેક પ્રયત્ન પણ થાય જ છે. ટીકાર્ય–ભોજન રસનો જાણકાર સાકરવાળા ઘેબર આદિ ભોજનના સ્વાદનો જાણકાર. નિરસ ભોજન કરતો હોય–તેવા પ્રકારની કષ્ટકારક પરિસ્થિતિનું સર્જન થવાથી લાંબા કાળ સુધી વાસી વાલ-ચણા વગેરે બેસ્વાદ ભોજન કરતો હોય. પક્ષપાત અતિશય લોલુપતાના કારણે નિરંતર બહુમાન. પ્રયત્ન =ફરી પણ કોઈપણ રીતે સ્વાદુ ભોજનની પ્રાપ્તિ જેનાથી થાય તેવો પ્રયત્ન. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–ભોજનરસનો જાણકાર તેવી આપત્તિમાં નિરસભોજન કરતો હોય તો પણ તેનું મન તો સદાય ક્યારે મને સ્વાદિષ્ટ ભોજન મળે એવી ભાવનામાં રમતું હોય છે અને કયારેક તેવી અનુકૂળતા મળી જાય ત્યારે સ્વાદિષ્ટ ભોજનને મેળવવાનો પ્રયત્ન પણ કરે છે, એ રીતે ભાવસાધુ તેવા સંયોગોમાં પ્રત્યુપેક્ષણા આદિ ન થઈ શકે કે બરોબર ન થઈ શકે તો પણ તેનું મન તો કયારે હું પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાઓ પૂર્ણપણે કરનારો બને એવી ભાવનામાં રમતું હોય છે અને અવસરે એ માટે શક્ય પ્રયત્ન પણ કરે જ છે. આ જ વિગત ગ્રંથકાર હવે પછીની ગાથામાં કહે છે. (૬૭૦) एवं सज्झायाइस, तेसिमजोगे वि कहवि चरणवओ । णो पक्खवायकिरिया, उ अण्णहा संपयट्ठिति ॥६७१॥ ‘एवं' स्वादुभोजने इव तद्रसविदः 'स्वाध्यायादिषु' स्वाध्याये वाचनादिरूपे, आदिशब्दाद् ध्यानविनयमौनादिषु च साधुसमाचारेषु, तेषां स्वाध्यायादीनामयोगेऽपि अघटनेऽपि 'कथमपि' द्रव्यादिव्यसनोपनिपातलक्षणेन केनापि प्रकारेण 'चरणवतो' जीवस्य 'नो' नैव 'पक्षपातक्रिये तु', पक्षपातश्च बहुमानः क्रिया च यथाशक्त्यनुष्ठाનમ, ‘ચથા' વિપરીતરૂપતા સપ્રવર્તતે ૬૭૨I ગાથાર્થ– એ પ્રમાણે સ્વાધ્યાય આદિમાં પણ જાણવું. કોઇપણ રીતે સ્વાધ્યાય વગેરે ન થઈ શકે તો પણ ચારિત્રીજીવના પક્ષપાત અને ક્રિયા વિપરીતપણે પ્રવર્તતા નથી. ટીકાર્થ– એ પ્રમાણે=ભોજનરસના જાણકારને સ્વાદુર્ભોજનમાં પક્ષપાત અને ક્રિયા હોય તેમ ૧. ધાતુક્ષોભ એટલે વાત-પિત્ત-કફનો પ્રકોપ. વાતાદિનો ક્ષોભ હોય તો સ્વાદિષ્ટ ભોજનમાં પણ સ્વાદ ન આવે. માટે અહીં ધાતુક્ષોભથી રહિત એમ કહ્યું.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy