SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ કર્યો. મુખમાં પરિવ્રાજકે આપેલી વેદના હરનારી ગુટિકા નાખી. એટલે હું મૂચ્છિત થયો. પછી હું મરી ગયો છું એમ જાણી તેઓએ મારો ત્યાગ કર્યો. તેઓ ગયા પછી લાંબા સમયે મેં મુખમાંથી ગુટિકા બહાર કાઢી, તારી તપાસ કરવા લાગ્યો. તું સ્વપ્રમાં પણ ક્યાંય ન દેખાયો. એક ગામની અંદર ગયો અને મેં પરિવ્રાજકને જોયો. પ્રણયપૂર્વક પ્રણામ કરીને કોમળવચનોથી પુછ્યું. તેણે કહ્યું કે તારા પિતાનો હું વસુભાગ નામે પરમ મિત્ર છું. વળી કહ્યું કે તારો પિતા ભાગીને વનમાં ગયો છે અને દીર્ઘરાજાએ તારી માતાને ચાંડાલના પાડામાં રાખી છે. માતાના દુ:ખથી પાગલ થયેલો હું કાંડિલ્યપુર ગયો. અહીં કાપાલિકનો વેશ કરી પ્રપંચથી કોઈ ન જાણે તેમ ચાંડાલના પાડામાં ગયો, ત્યાંથી માતાને છોડાવી પિતાના મિત્ર દેવશર્મા બ્રાહ્મણને ઘરે મૂકી. એક ગામમાં તને શોધતો હું અહીં આવ્યો છું. પછી જેટલામાં તે બંને(વરધનું અને કુમાર) સુખ-દુઃખની વાત કરવામાં પ્રવૃત્ત થયા તેટલામાં એક માણસ આવીને કહે છે કે અરે અરે ! મહાનુભાવો! તમારે ક્યાંય ફરવું નહીં, કેમકે દીર્ઘરાજાના યમ જેવા નિયુક્ત પુરુષો આવ્યા છે. તે બંને પણ કોઈપણ રીતે તે ગહનવનમાંથી નીકળી ક્યાંક પૃથ્વીમંડળ પર ભમતા કૌશાંબીપુરીમાં પહોંચ્યા. (૨૩૨) ત્યાં બહાર ઉદ્યાનમાં મોટા વિભવવાળા, પ્રસિદ્ધ નામવાળા શ્રેષ્ઠીઓના સાગરદત્ત અને બુદ્ધિ બે પુત્રો હતા. બંનેના કૂકડાનું યુદ્ધ થયું અને એક લાખની શરત કરવામાં આવી. યુદ્ધમાં સાગરદત્તના પ્રચંડ કૂકડાએ શ્રેષ્ઠીપુત્ર બુદ્ધિલના કૂકુડાને હણ્યો પછી બુદ્ધિલના કુકડાએ સાગરના કૂકડાને હણ્યો. યુદ્ધમાં લાગેલો અને ભગ્ન ચિત્તવાળો સાગરદત્તનો કૂકડો લડવા પ્રેરણા કરાતો હોવા છતા બુદ્ધિલના કૂકડાની સાથે લડવા ઇચ્છતો નથી તો પણ યુદ્ધમાં ઉતરેલો સાગરદત્તનો કૂકડો જિતાયો. એટલામાં વરધનુએ બંને શ્રેષ્ઠીપુત્રોને કહ્યું: આ ઉત્તમજાતિનો કૂકડો પણ આમ કેમ ભંગાયો (હાર્યો) ? તેથી તમને ગુસ્સો ન આવતો હોય તો હું નિરીક્ષણ કરું. ખુશ થયેલ સાગરદને કહ્યું. મારે અહીં દ્રવ્યનો કોઈ લો નથી પરંતુ અમારે અહીં અભિમાનની સિદ્ધિનું પ્રયોજન છે, અર્થાત્ મારો કૂકડો શ્રેષ્ઠ છે એવું જે મને અભિમાન છે તે સિદ્ધ થવું જોઇએ. પછી મંત્રીપુત્રે બુદ્ધિલના કૂકડાને જોયો તો તેના પગમાં સૂક્ષ્મ લોખંડની સોઇઓ પગના નખમાં બાંધેલી જોઈ. પછી બુદ્ધિલને ખબર પડી કે મારું કપટ પકડાઈ ગયું છે તેથી મંત્રીપુત્રની પાસે આવીને કહ્યું કે તું મારા આ કપટને ખુલ્લો પાડીશ નહીં તને લાખની શરતનો અડધો ભાગ આપીશ. વરધનું કહે છે કે મને ધનની કોઈ ઇચ્છા નથી. તે વખતે વરધનૂએ સાગરદત્તને ઈશારાથી સાચી હકીકત જણાવી દીધી. સાગરદત્તે પણ નખના અગ્રભાગમાં લાગેલી સૂઇઓ ખેંચી કાઢી. પછી ફરીથી કૂકડાને લડાવ્યો બુદ્ધિલનો કૂકડો હાર્યો. બુદ્ધિલ વડે શુરાતન ચડાવાયેલો પણ પ્રતિપક્ષ (પોતાનો) કૂકડો હારી ગયો. બંને પણ બરોબરી થયા. અર્થાત્ સાગરદત્તે હારી ગયેલું ધન પાછું મેળવ્યું. સાગરદત્ત ઘણો ખુશ થયો. તે બંનેને પણ સુંદર રથમાં બેસાડીને પોતાને ઘરે લઈ જાય છે. ઉચિત સત્કાર કરાયેલા તેના સ્નેહથી બંધાયેલા તે બંને કેટલાક દિવસ સાગરદત્તના ઘરે રહે છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy