SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ઉપદેશપદ : ભાગ-૧ હવે કોઈક વખતે ત્યાં એક મનુષ્ય આવ્યો. વરધનુને એકાંતમાં લઈ જઈને આ - પ્રમાણે કહ્યું કે સૂઈની વ્યતિકરવાળી શરતમાં બુદ્ધિલે જેને સાક્ષી ન આપવા કબૂલાવ્યું હતું તે પેટે તે નિમિત્તે તેને અડધો લાખ દીનાર મોકલ્યા છે. આ હાર ચાલીસ હજારની કિંમતવાળો છે એમ કહી હારનો કરંડિયો આપીને ચાલ્યો ગયો. પછી વરધનુએ તેમાંથી હાર કાઢ્યો. આમળા જેવા મોટા અનુપમ નિર્મળ મોતીઓથી બનેલો હાર શરદઋતુના ચંદ્રના કિરણોના સમૂહની જેમ ચારેબાજુ દિશાઓના સમૂહને ઉજ્વળ કરે છે. તેણે હાર કુમારને બતાવ્યો. બારીકાઈથી જોતા કુમારે તેના એક ભાગમાં પોતાના નામવાળો એક લેખ જોયો. તેણે વરધનુને પુછ્યું: હે મિત્ર ! આ લેખ કોનો છે ? તેણે કહ્યું: હે કુમાર ! આ વૃત્તાંતના પરમાર્થને કોણ જાણે છે ? કેમકે તમારા જેવા નામવાળા આ જગતમાં અનેક મનુષ્યો છે. આ પ્રમાણે ખંડિત થયું છે વચન જેનું એવો કુમાર પછી મૌન રહ્યો. વરધનુએ પણ તે પત્રને ખોલ્યો અને તેમાં અતિતીવ્ર કામને ઉશ્કેરનારી (ઉત્તેજિત કરનારી) એક લખાયેલી ગાથા જોઈ. તે આ પ્રમાણે સંયોગ(ભોગ)ની અભિલાષાથી ઉત્પન્ન થયેલા પ્રયત્નથી લોક હૈયાથી મારી પ્રાર્થના કરે છે તો પણ રતવતી તમને જ અત્યંત માણવા ઇચ્છે છે. આ લેખનો ભાવાર્થ કેવી રીતે જાણવો એમ ચિંતામાં ડૂબેલા વરધનુ પાસે બીજા દિવસે એક પરિવ્રાજિકા આવી. કુમારના મસ્તકને ફુલ અને અક્ષતથી વધાવે છે અને કહે છે “હે પુત્ર લાખો વરસ સુધી જીવ પછી વરધનુને એકાંતમાં લઈ જઈને કંઈક મંત્રણા કરીને જલદીથી ગઈ. પછી કુમારે વરધનુને પુછ્યું: આણે શું કહ્યું? મંદ મંદ હસતા મુખવાળો વરધનુ કહે છે કે આ પરિવ્રાજિકા આ પત્રનો ઉત્તર પાછો માગે છે. પણ મેં તેને કહ્યું કે આ લેખ રાજપુત્ર બ્રહ્મદત્તના નામનો જણાય છે તેથી તું (પરિવ્રાજિકા) મને કહે કે આ બ્રહ્મદર કોણ છે ? તેણે કહ્યું: હે સૌમ્ય! સાંભળ પરંતુ તારે આ વાત ક્યાંય પ્રગટ ન કરવી. (૨૬૦) આ જ નગરમાં શ્રેષ્ઠીની રાવતી પુત્રી છે, તે બાળકાળથી જ મારા વિશે સ્નેહવાળી છે અને હમણાં ત્રણ જગતને જિતવા ઉદ્યત થયેલ કામદેવરૂપી ભિલ્લના મોટા ભાલા સમાન યૌવન પામી છે. અન્ય દિવસે ડાબો હાથ લમણા ઉપર રાખી હતાશ થયેલી કંઈક કંઈક વિચારતી મેં જોઈ. તેની પાસે જઈને મેં તેને કહ્યુંઃ હે પુત્રિ ! ચિંતારૂપી સાગરની લહરીઓથી તું હરાતી હોય એમ જણાય છે. પછી પરિજને કહ્યું કે ઘણા દિવસોથી આ પ્રમાણે ચંચળ અને ઉદાસ થઈ છે, ફરી ફરી પુછાવા છતાં કંઈ જવાબ આપતી નથી. જેની સખી પ્રિયંગુલતિકાએ કહ્યું: હે ભગવતિ ! આ લજજા પામે છે જેથી હમણાં તમને કંઈપણ કહેવા શક્તિમાન થતી નથી. તેથી હું તમને પરમાર્થ કહું છું. પૂર્વે એક દિવસે પોતાના ભાઈ બુદ્ધિલની સાથે ચંદ્રાવતાર વનમાં ગઈ હતી. આટલામાં કૂકડાનું યુદ્ધ શરૂ થયું ત્યારે ત્યાં ક્યાંયથી અપૂર્વ
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy