SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ઉપદેશપદ : ભાગ-૧ આપ્યું અને તેનો વૃત્તાંત પુછયો. તેણે પણ પોતાનો વૃત્તાંત યથાર્થ જણાવ્યો. ભોજન કર્યા પછી રાજાએ કહ્યું કે અમે તમારું બીજું કોઈ વિશિષ્ટ સ્વાગત કાર્ય કરવા કંઈપણ શક્તિમાન નથી તેથી હમણાં શ્રીકાંતાનું પાણિગ્રહણ કરો.(૨૦૩). શુદ્ધદિવસે વિવાહ કર્યો. હવે કોઇવાર કુમારે પણ શ્રીકાંતાને પુછ્યું કે એકાકી એવા પણ મારી સાથે તું કેમ પરણાવાઈ ? સફેદ દાંતની પ્રજાના પુંજથી ધવલ કરાયા છે હોઠ જેના વડે એવી શ્રીકાંતા કહે છે કે આ મારા પિતા અતિ બળવાન ગોત્રિકો વડે ત્રાસ પમાડાયે છતે અતિવિષમ પલ્લિના માર્ગનો આશ્રય કર્યો છે. તથા નગર અને ગામોમાં દરરોજ જઈને(=ધાડ પાડીને) આ કિલ્લામાં પ્રવેશે છે. શ્રીમતી નામની પ્રેમાળ રાણીથી ચાર પુત્રો ઉપર જન્મેલી હું પિતાને પોતાના જીવિતથી પણ અતિપ્રિય થઈ. ભરયુવાની પ્રાપ્ત કરી. પિતાએ મને કહ્યું: હે પુત્રી ! પણ રાજાઓ મારી અતિવિરુદ્ધ થયા છે. તેથી અહીં કોઈ મનપસંદ વર દેખાય તો તારે મને જાણ કરવી જેથી આને જે યોગ્ય હશે તે હું કરીશ. અન્ય દિવસે કુતૂહલથી પ્રેરાયેલી હું આ પલ્લિ છોડી આ સરોવર પાસે આવી જ્યાં તમોએ સ્નાન કર્યું. ત્યાં હે સલક્ષણ ! સુંદર ભાગ્યશાળી સ્ત્રીઓને પણ કામ ઉત્પન્ન કરનારા તમે જોવાયા. તમે જે પૂર્વે પુછ્યું તેનો આ પરમાર્થ છે. તે શ્રીકાંતાની સાથે સતત વિષયસુખને અનુભવતો કાળ પસાર કરે છે. અન્ય દિવસે તે પલ્લિનાથ પોતાના સૈન્યની સાથે બીજા દેશો જીતવાની ઇચ્છાથી પલ્લિમાંથી નીકળ્યો. કુમાર પણ તેની સાથે ગયો. ચઢાઈ કરવાના ગામની બહાર કમળ સરોવરના કાંઠા ઉપર એકાએક વરધનુને જોયો. વરધનુએ પણ કુમારને જોયો. પછી બંને પણ પ્રથમ વરસાદના પાણીની ધારાના સમૂહથી સિંચાયેલા મરુસ્થલના વિસ્તારની જેમ, પૂર્ણિમાના ચંદ્રની કાંતિ જેને પ્રાપ્ત થઈ છે એવા ગ્રીષ્મઋતુના કુમુદની જેમ કંઇપણ ન કહી શકાય એવી દાહની શાંતિને અનુભવીને રોવા લાગ્યા. વરધનુએ કુમારને છાનો કર્યો અને સુખે બેસાડયો. પછી પુછ્યું: હે સુભગ ! મારી ગેરહાજરીમાં તે શું અનુભવ્યું તે કહે. કુમારે પણ પોતાનું સર્વચરિત્ર જણાવ્યું. વરધનુએ પણ કહ્યું કે- હે કુમાર ! મારું જે વૃતાંત છે તેને તું સાંભળ. તે વખતે હું વડના વૃક્ષ નીચે તને મૂકીને પાણી લેવા માટે ગયો. એક મોટું સરોવર જોયું એટલે કમલના પડિયામાં પાણી લઈ તારી તરફ ચાલ્યો તેટલામાં બખતરકવચ પહેરેલા દીર્ઘરાજાના પુરુષોએ મને જોયો અને મને ઘણો માર્યો. મને પુછ્યું કે- હે હે વરધનું ! કહે કે તે બ્રહ્મદત્ત ક્યાં છે? મેં કહ્યું. હું જાણતો નથી. તેથી તેઓએ મને ઘણો માર્યો. અતિ તાડન કરાતા મેં કહ્યું કે- તેને વાઘ ખાઈ ગયો છે. (૨૨૧) પછી કપટથી આમ તેમ ભમતા તારી નજરમાં આવે તેવા સ્થાનમાં આવ્યો અને તું ભાગી જા એમ ઈશારો ૧. દિનશુદ્ધિ તથા લગ્નશુદ્ધિ પૂર્વકના દિવસે વિવાહ કર્યો.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy