SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪. ઉપદેશપદ : ભાગ-૧ લેવા તૈયાર થયા. તેવા પ્રકારના પૂર્વભવના અભ્યાસથી શાંતિ આદિ ગુણોથી યુક્ત યોગોથી સંવેગને પામેલા તેઓ આ પ્રમાણે વાણીથી બોલે છે અને દીક્ષા લેવા સ્વીકારે છે. પૂર્વની જેમ સર્વ અંગના સાંધા ચઢાવીને નિરજ શરીર કર્યા પછી મુનિ સાધુચર્યાથી નીકળ્યા. (૫૯). અન્ય દિવસે શુભ મુહૂર્ત રાજ્યકુળને ઉચિત રીત (રીવાજ)થી બંનેએ પણ દીક્ષા લીધી. રાજપુત્ર વિચારે છે કે આ મુનિ મારા ઉપકારી છે કારણ કે તેણે મને આ દુષ્ટ અધ્યવસાયથી બચાવ્યા, આનું ફળ નરકગમન સિવાય બીજું કંઈપણ ન થાત. આના સિવાય નરકપાતના રક્ષણનો બીજો કોઈ ઉપાય નથી, અર્થાત્ દીક્ષા જ નરકના દુઃખથી બચાવનાર છે. તેથી આ વિડંબના તાત્ત્વિક નથી પણ ઔષધ જેવી છે. આ પ્રમાણે પુરોહિત પુત્ર વિચારે છે પરંતુ જેમ વિંડબના કરીને દીક્ષા આપી તે એમણે સુંદર ન કર્યું. અકલંક ચારિત્ર આરાધીને, સમાધિના સારવાળા મરીને દેવલોકમાં ઉત્પન્ન થયા તેમજ પુરોહિત પુત્રના ચિત્તમાંથી કોઈપણ રીતે ગુરુ પરનો પ્રષ ન ગયો. તેણે સર્વ પણ અંતિમ આરાધના પ્રષિપૂર્વક કરી. દેવલોકમાં શ્રેષ્ઠ ભોગો પ્રાપ્ત થયા. જિનેશ્વરોનો મહિમા કર્યો. અવન સમય આવ્યો ત્યારે કલ્પદ્રુમ આદિથી પોતાના મરણને જાણ્યું. મહાવિદેહ ક્ષેત્રમાં જિનેશ્વરની પાસે ધર્મ સાંભળીને અવસરે પૂછે છે કે અમે પછીના ભવમાં સુલભબોધિ થઈશું કે દુર્લભબોધિ? આ પ્રમાણે તેઓએ પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન કહે છે કે આ પુરોહિત પુત્ર દુર્લભબોધિ છે. દેવ- દુર્લભબોધિમાં શું કારણ છે ? જિન- ગુરુ પરનો પ્રષિ દુર્લભબોધિમાં કારણ છે અને તે અલ્પ છે. દેવ- હે ભગવન્! બોધિનો લાભ કયારે થશે? જિન- આગલા ભવમાં થશે. દેવ- કેવી રીતે થશે? જિન- પોતાના ભાઈના જીવથી થશે. દેવ- તે ભાઈ હમણાં કયાં છે? જિન- તે હમણાં કૌશાંબી નામની શ્રેષ્ઠ નગરીમાં વસે છે. દેવ- હે ભગવન્! તેનું શું નામ છે. જિન- તેનું બીજું નામ મૂક છે. પણ પ્રથમ નામ અશોકદત્ત છે. દેવ- લોકમાં તેનું મૂક નામ કેવી રીતે થયું? જિન- તું એકાગ્રચિત્તવાળો થઇને તેને સાંભળ. (૭૨) પોતાની શોભાથી સ્વર્ગપુરીનો પરાભવ કરનારી કૌશાંબી નામની નગરીમાં પૂર્વે ધનધાન્યથી સમૃદ્ધ તાપસ નામનો શ્રેષ્ઠી રહેતો હતો. નિર્મળ ચારિત્રવાળી, વિશ્વાસનું સ્થાન, તેની સ્વછાયા હોય એવી પત્ની હતી. તેના ગર્ભમાં જન્મેલો કુલધર નામનો ઉત્તમ પુત્ર હતો. પરિગ્રહમાં ઘણો આસક્ત, ઘણાં પ્રકારના આરંભમાં પ્રવૃત્ત થયેલો, ધર્મથી પરામુખ એવો તે શ્રેષ્ઠી કાળે મરીને પોતાના ઘરના જ ખાડામાં જડભાવને પામેલો ડુક્કરના ૧. ઔષધ- જેમ ઔષધ શરૂઆતમાં કડવું લાગે અને પરિણામે રોગ નાશ કરી હિતકારી બને તેમ આ દીક્ષા અત્યારે કઠીન લાગવા છતાં આત્માના ભાવ આરોગ્યને લાવનારી છે, તેથી દક્ષા પરમાર્થથી દુઃખકરી નથી.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy