SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૪૪૩ તમે નૃત્ય કરો. પછી તેઓ ઉત્તાલ-વિષમ તાલ કરે છે (ઢંગધડાપૂર્વક ગીત વાજિંત્રોને વગાડે છે). અત્યંતરથી ઉપશાંત બાહ્યથી ક્રોધી મુનિ કહે છે કે મૂર્ખ લોકને ઉચિત ગીત વાજિંત્ર વગાડશો તો હું નૃત્ય નહીં કરું. પછી કુમારો ગુસ્સાથી મુનિને ખેંચીને કાઢવા લાગ્યા. બાહુયુદ્ધમાં કુશળતા પ્રાપ્ત કરેલા જયણાપૂર્વક શરીરના સાંધાના બંધને ઉતારીને, ચિત્રમાં આલેખાયેલા જેવી સ્થિતિ કરીને મુનિ પણ ચાલ્યા ગયા. તેઓની પીડા ભોજનાદિના અંતરાયને યાદ કરતા અપરાજીત મુનિએ ભિક્ષાચર્યા પર જવાનું ટાળ્યું, અર્થાત્ ગોચરી લેવાનું માંડી વાળ્યું. નગર બહાર એકાંત સ્થાનમાં બેઠેલા મુનિને શુભ શુકન થયે છતે તેઓને અવશ્ય ચારિત્રની પ્રાપ્તિ થશે એમ જાણી ધીરજ થઈ. વિશુદ્ધ મનવાળો જેટલામાં સ્વાધ્યાય કરે છે તેટલામાં કુમારના પરિવારે રાજાને કુમારનું સર્વ ચરિત્ર જણાવ્યું. પછી ગુરુની પાસે જઈને રાજા કહે છે- અપરાધી ઉપર પણ મુનિઓ ક્ષમાવાળા હોય છે તેથી હમણાં મારા કુમારના અપરાધની ક્ષમા કરો. ગુરુ કહે છે- હું જાણતો નથી કે ક્યા સાધુએ કુમારોને ખંભિત કર્યા છે. પછી ગુરુ સાધુઓને પૂછે છે અને તેઓ કહે છે કે અમારામાંથી કોઈ સાધુએ આવું કર્યું નથી. રાજા કહે છે કે આ વાત બીજી કોઈ રીતે ઘટતી નથી. ચોક્કસ તે આગંતુક મુનિએ કર્યું હશે એમ કહીને તેની તપાસ કરવા લાગ્યો. તેની ભાળ મળી એટલે તેની પાસે ગયો અને જેટલામાં જુએ છે તેટલામાં રાજાના જાણવામાં આવ્યું કે અપરાજિત નામનો મારો મોટો ભાઈ છે. અહો! દુષ્ટ કાર્ય થયું જે કુમારોવડે પરાભવ કરાતા સાધુઓ રક્ષણ ન કરાયા. આ પ્રમાણે લજ્જાથી પ્લાન થયું છે મુખ જેનું એવો રાજા બે આંખોથી ભૂમિને સ્પર્શન તેના બે પગમાં પડે છે. ઉપાલંભ આપવામાં તત્પર નિઃસ્પૃહ મનવાળા મુનિએ કહ્યું: શરદઋતુના ચંદ્રમંડળ જેવા નિર્મળ કુળમાં જન્મેલા એવા તારા વડે અધમજનને યોગ્ય એવી આવા પ્રકારની ઉપેક્ષા કરાઈ તે તારો પ્રમાદ છે. વિકરાળ જવાળાથી યુક્ત અગ્નિ જો પાણીના કુંડમાં ઉત્પન્ન થાય તો શું જગતમાં તેવું બીજું કોઈ પાણી છે જેનાવડે અગ્નિ બુઝાવી શકાય? તેથી આ નિર્મળ કુળમાં સાધુઓનો જે પરાભવ થયો તેનું થોડું પણ રક્ષણ કરી શકે તેવો કોઈ પુરુષ નથી. રાજા પગમાં પડીને તેની ક્ષમાપના કરે છે અને કહે છે કે અનુકંપા લાવીને આ લોકો જલદી સાજા થાય તેવું કરો. મુનિ કહે છે–જો તેઓ મારી પાસે દીક્ષા લે તો હું સાજા કરું. પછી રાજા કહે છે– તમને જ અર્પણ કર્યા. પરંતુ તેઓના મનના અભિપ્રાયને હું જાણી લઉં. પરંતુ તેઓ હાલમાં બોલી શકતા નથી તેથી તેવું કરો જેથી ક્ષણથી બોલતા થયા. રાજાની આ પ્રમાણેની વિનંતિ સાંભળીને મુનિ તેની પાસે ગયા. તેઓના મુખરૂપી યંત્રને સાજા કરીને મુનિએ સવિસ્તર ધર્મ કહ્યો. દીક્ષા લેવા પૂછાયો. સંવેગને પામેલા તેઓ દીક્ષા ૧. ગુરુની પાસે=અપરાજીત મુનિ પૂર્વે તે નગરમાં જે સાધુઓ પાસે રહ્યા હતા તેમની પાસે ......
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy