SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૫ ઉપદે શપદ : ભાગ-૧ ભવમાં ઉત્પન્ન થયો. પોતાના જ કુટુંબને જોઈને પૂર્વભવનું જાતિસ્મરણ થયું કે હું પ્રેમના પાશથી બંધાયેલો આનો (કુટુંબનો) સ્વામી હતો. પ્રાયઃ તે જ ઘરમાં અહીં તહીં ભમતો રહે છે. તેની જ સંવંત્સરી તિથિ ઉપર બ્રાહ્મણોના ભોજન નિમિત્તે ઘણું માંસ રાંધવામાં આવ્યું ત્યારે રસોયણ કોઈક રીતે પ્રમાદી થઈ એટલે બિલાડીએ રાંધેલા માંસમાં મોટું નાખ્યું. પછી ગુસ્સે થયેલી રસોયણે બીજા માંસને નહીં મેળવતી તે જ ડુક્કરને હણીને જલદીથી તેનું માંસ રાંધ્યું. ક્રોધથી પરવશ તે ડુક્કરનો જીવ મરીને તે જ ઘરમાં સાપ થયો. તેને જાતિસ્મરણ થયું. રાગથી નિઃશંકપણે પોતાના કુટુંબને જોતો તે જ ઘરમાં ભમતો રહે છે. રસોયણે તેને જોયો. કોલાહલથી વ્યાકુલિત થયું છે ગળું જેનું એવી, ભય પામેલી રસોયણે અતિગાઢ લાકડીના પ્રહારથી તેને મારી નાખ્યો. પ્રાપ્ત થયો છે કંઈક શુભ અધ્યવસાય જેને એવો સાપ મરીને પોતાના પુત્રનો જ પુત્ર થયો. પિતૃજને તેનું નામ અશોકદર પાડ્યું. પ્રતિદિન વૃદ્ધિ પામતો તે બાળક જ કયારેક જાતિસ્મરણ જ્ઞાન પામી લજ્જિત થયેલો પુત્રને પિતા અને પુત્રવધૂને માતા કહેવા તૈયાર થતો નથી. પછી તેણે પરમ મૌનવ્રતને ધારણ કર્યું અને મુંગાપણાને પામ્યો. કુમારપણામાં એકાંતથી (સંપૂર્ણપણે) જ વિષય વિમુખ રહ્યો. હવે કોઈક વખતે ગ્રામ, નગર, આકરાદિથી યુક્ત પૃથ્વી મંડળ પર વિહાર કરતા, ચાર જ્ઞાનના ધણી ધર્મરથ નામના આચાર્ય તે નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. આચાર્ય જ્ઞાનનો ઉપયોગ મૂક્યો કે કોને શેનાથી બોધિનો લાભ થશે? પછી જાણ્યું કે તાપસ શ્રેષ્ઠીનો જીવ મુંગાપણાને પામ્યો છે. તેના બોધિલાભનો અવસર પ્રાપ્ત થયો ત્યારે એક સાધુ સંઘાટકને તેની પાસે મોકલ્યો અને આ પ્રમાણેની ગાથા બોલે છે- હે તાપસ! અહીં તારે મૌનવ્રતથી શું? ધર્મને જાણીને સ્વીકાર કર. ડુક્કર અને સાપના ભવમાં મરીને પછી તે પુત્રનો પુત્ર થયો છે. તેને સાંભળીને વિસ્મિત થયેલો સાધુઓને વાંદે છે તથા પૂછે છે કે તમે મારા આ વૃત્તાંતને કેવી રીતે જાણ્યો? પછી તેઓ કહે છે–અમારા ગુરુ જાણે છે અમે કંઈપણ જાણતા નથી. તેણે સાધુને પૂછ્યું. તે ભગવાન હમણાં કયાં છે? તેઓ કહે છે–મનોરમ નામના ઉદ્યાનમાં હમણાં રહેલા છે. પછી ઉત્કંઠિત બનેલો તે વંદન કરવા જાય છે અને જિનભાષિત ધર્મ સાંભળે છે. સકલ આધિ, વ્યાધિના સમૂહરૂપ પર્વતને ભેદવા માટે વજૂસમાન એવી બોધિને પ્રાપ્ત કરી. મુંગાપણાનો ત્યાગ કર્યો પછી બોલવા લાગ્યો પરંતુ લોકમા પ્રસિદ્ધ થયેલ “મુંગો એ પ્રમાણેનું નામ ન ભુંસાયું. આ પ્રમાણે આનું “મુંગો” એવું નામ લોકમાં વિખ્યાત થયું. દેવ- હે ભગવન્! આ મુંગાથી મને બોધિ કેવી રીતે મળશે? જિન- વૈતાઢ્ય પર્વતના શિખર ઉપર સિદ્ધકૂટમાં પ્રાપ્ત થશે. દેવ- કયા ઉપાયથી આ બોધિ મળશે. જિન- જાતિસ્મરણથી પૂર્વભવનું સ્મરણ થશે. દેવ- તે પણ કયા નિમિત્તથી થશે?
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy