SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૩૦૩ પરઠવવા યોગ્ય વસ્તુઓ હોય તેને પરઠવવાનું કાર્ય પહેલાને સોપ્યું. ભક્ત, પાન કે ઉપકરણ જે કંઈ ગચ્છને પ્રાયોગ્ય હોય તેને ઉપાર્જન કરવાનું કાર્ય સતત નહીં કંટાળતા એવા બીજાને સોંપ્યું. નવા દીક્ષિત ગ્લાન-શૈક્ષક આદિ સાધુઓની રક્ષા, દક્ષા અને વિચક્ષણતાના યોગો ત્રીજા શિષ્યને સોંપવામાં આવ્યા. ઘણા સ્નેહપરાયણ મનવાળા ગુરુએ પોતાનો સર્વ ગણ તેઓનો જે કનિષ્ઠ ગુરુભ્રાતા હતો તેને સોંપ્યો. આ પ્રમાણે યથાયોગ્ય નિયોજનથી ગચ્છ પરમ આરાધનાને પામ્યો. તે સૂરિ તથા ગચ્છ સર્વ ગુણના ભાજન થયા. (૫૯) ગાથા અક્ષરાર્થ– રાજગૃહ નામના નગરમાં ધનદત્ત નામનો શ્રેષ્ઠી થયો અને તેને સુભદ્રા નામની સ્ત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત નામના ચાર પુત્રો થયા. ઉક્ઝિકા, ભોગવતી, રક્ષિકા અને રોહિણી એમ ક્રમથી ચારુપુત્રવધૂઓ થઈ. (૧૭૨) શેઠ વૃદ્ધ થયે છતે આ પુત્રવધૂઓમાંથી કોને ઘરનો કારભાર સોંપું એવી ચિંતા થઈ. તેઓની પરીક્ષા કરી. કેવી રીતે ? ભોજન માટે સ્વજનોને અને ઉપલક્ષણથી પુત્રવધૂઓના સંબંધિઓને નિમંત્રણા કરી અને સ્વજનવર્ગે ભોજન કરી લીધું ત્યારે તેઓના દરેક ભાઈઓની સમક્ષ ચારેય પુત્રવધૂઓને પાંચ પાંચ દાણા ડાંગરના આપ્યા અને કહ્યું કે આનું તમારે રક્ષણ કરવું અને હું પાછા માગું ત્યારે આપવા. આ પ્રમાણે આદરથી કહીને પોતાના હાથે પાંચ પાંચ ડાંગરના દાણા આપ્યા. (૧૭૩-૧૭૪) તેમાં પહેલી પુત્રવધૂએ દાણા ફેંકી દીધા. બીજી મસળીને ખાઈ ગઈ. ત્રીજીએ ઉત્તમ વસ્ત્રમાં બાંધીને પોતાની અલંકારની પેટીમાં મૂકીને સાચવી રાખ્યા. ચોથી રોહિણીએ ખેડૂતવર્ગમાં પ્રસિદ્ધ વિધિથી પ્રતિવર્ષ જમીનમાં વવરાવ્યા. (૧૭૫) પાંચ વર્ષનો દીર્ઘકાળ પસાર થયા પછી પૂર્વે અર્પણ કરવા વખતની જેમ ભોજન સમારંભ યોજીને સર્વ બંધુવર્ગની સમક્ષ ડાંગરના દાણાની ફરી માગણી કરી. તેમાં પહેલી પુત્રવધૂ “પૂર્વે સસરાએ મને દાણા અર્પણ કરેલ છે.” એવું સ્મરણ ત્યારે જ થવાથી ક્ષોભ પામી. અને પૂર્વની અવસ્થામાં દાણા પાછા આપવાનો સંભવ નહીં હોવાથી શું કરવું ? એમ વિમાસણમાં પડી. તે જ પ્રમાણે બીજી ભોગવતી સ્મરણ સંક્ષોભ પામી. અને ત્રીજીએ રત્નના કરંડિયામાંથી લાવીને ફરી પાછા આવ્યા. (૧૭૬). ચોથી રોહિણી નામની પુત્રવધૂએ ડાંગરના કોઠારોની ચાવીઓ ધનશ્રેષ્ઠીના બે પગરૂપી કમળ પાસે અર્પણ કરી અને કહ્યું કે મેં તમારા વચનનું પાલન કર્યું છે. અને તે વચનનું પાલન આ પ્રમાણે છે– પ્રતિવર્ષ ખેતરમાં તેની વાવણી કરાવીને વૃદ્ધિ કરી છે. જો તેમ કરવામાં ન આવત તો તે દાણાઓ નાશ પામત. કેમકે તેમાં ફરી ઊગવાની શક્તિનો ક્ષય થાત અને તેમ થયે છતે તમારા વચનની સમ્યક્ પાલના ન થાત. (૧૭૭).
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy