SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ઉપદેશપદ : ભાગ-૧ પછી ધનશેઠે પુત્રવધૂઓના સ્વજનોને કહ્યું તમે મારા કલ્યાણસાધક છો આથી અહીં પુત્રવધૂઓના આવા પ્રકારના આચરણમાં મારે શું કરવા યોગ્ય છે? પછી તે વધૂસ્વજનોએ કહ્યું: તમને જે અહીં ઉચિત જણાય તે કરો. (૧૭૮) પછી શ્રેષ્ઠીએ ઉજ્જન-જટ્ટન-ભાંડાગાર અને ગૃહસમર્પણ સ્વરૂપ પોતાનું કાર્ય ક્રમથી ચારેય પુત્રવધૂઓને સોંપ્યું. તેમાં ઉઝન કાર્ય એટલે ઘરમાંથી કચરો વાળી ઝૂડીને સાફ કરવો. જટ્ટન એટલે રસોઇઘરનું સર્વકાર્ય. ભાંડાગાર એટલે ઘરની માલ મિલકતનું રક્ષણ અને ગૃહ સમર્પણ એટલે આખા ઘરનો કારભાર. લોકમાં સર્વત્ર શેઠની પ્રશંસા થઈ. (૧૭૯) ___ अनुबन्धप्रधानानि शुभप्रयोजनानि स्वं स्वरूपं लभन्त इति मनसि समाधाय 'अणुबंधं चेव जत्तेणं' इति गाथावयवं विशेषेण भावयन्नाह अणुबंधं च निरूवइ, पगिट्ठफलसाहगं इमो चेव । एत्थंपि वणियपुच्छियजोइसियदुगं उदाहरणं ॥१८०॥ 'अनुबंध' चेत्यादि ।अनुबन्धं चानुगमनमपि च 'निरूपयति' गवेषते, न केवलं सम्यग् आरभते।कीदृशमित्याह-'प्रकृष्टफलसाधकं', आनुषङ्गिकफलत्यागेन लब्धुमिष्टसन्तिमफलनिष्पादकं पलालादिपरित्यागेन कृषौ धान्याप्तिसमानम्, अयमेव बुद्धिमान् जनः, प्रधानफलस्यैव फलत्वात् । यथोक्तं-"फलं प्रधानमेवाहुर्नानुषङ्गिकमित्यपि । पलालादिपरित्यागात् कृषौ धान्याप्तिवबुधाः ॥१॥" इति ॥अत्राप्यनुबन्धनिरूपणे वणिक्पृष्टज्योतिषिकद्विकं' वणिग्भ्यांद्वाभ्यां पृष्टं तथाविधव्यवहारारम्भकाले यज्योतिषिकद्वयं तदैवज्ञयुगं तदुदाहरणं दृष्टान्तः । न केवलं सम्यगारम्भे धनवणिगुक्तरूप इति ॥१८०॥ અનુબંધની પ્રધાનતાવાળા શુભ કાર્યો પોતાના સ્વરૂપને પામે છે એમ મનમાં સ્થાપીને ગાથાના અનુબંધ વેવ કરે (ગાથા ૧૬૮) એ અવયવને વિશેષથી વિચારતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– બુદ્ધિમાન લોક પ્રકૃષ્ટ ફળસાધક અનુબંધને પણ શોધે છે. અહીં પણ બે વણિકોથી પૂછાયેલા બે જ્યોતિષીઓનું દૃષ્ટાંત છે. ટીકાર્થ–પ્રકષ્ટ ફળસાધક– આનુષંગિક ફળને ગૌણ કરીને મેળવવાને ઇચ્છેલા સર્વાન્તિમ ફલને સિદ્ધ કરનાર. જેવી રીતે ખેતીમાં પરાળ વગેરેને ગૌણ કરીને ધાન્યની પ્રાપ્તિ સર્વાન્તિમ(=મુખ્ય) ફળ છે તેમ. ખેડૂત પરાળ વગેરેને મેળવવા ખેતી કરતો નથી, કિંતુ ધાન્યને મેળવવા ખેતી કરે છે. કારણ કે પ્રધાન ફળ જ ફળ છે. કહ્યું છે કે- “બુધ જનો ખેતીમાં પરાળ વગેરેને ગૌણ કરીને ધાન્યની પ્રાપ્તિ મુખ્ય ફળ છે, એમ પ્રધાન ફળને જ ફળ કહે છે, આનુષંગિક ફળને પણ ફળ કહેતા નથી.” ૧. પોતાના સ્વરૂપને પામે છે સુંદર ફળ આપનારાં બને છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy