SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ઉપદેશપદ : ભાગ-૧ કાઢવાનું કામ સોંપ્યું. બીજીને રસોઈ તેમજ ખાંડવા, દળવાનું કાર્ય સોપ્યું. ત્રીજીને ઘરવખરીનું રક્ષણ કરવાનું કાર્ય સોંપ્યું. ચોથીને પૂછવા યોગ્ય સર્વ પણ કાર્યોમાં ઘરનું નાયકપણું સુપ્રત કર્યું. અલંઘનીય રીતે સર્વ કાર્યોની વ્યવસ્થા કરાઈ તે ધનના બુદ્ધિનો પ્રભાવ છે. તેણે પુત્રવધૂઓના સ્વભાવને જાણીને અનુરૂપ કાર્યમાં જોડી તથા શરદઋતુના ચંદ્રમંડલ જેવી ઉજ્વળ વિશાળ કીર્તિ જે પૃથ્વીતળ ઉપર ઉછળી તે પણ ધનવણિકની બુદ્ધિનું ફળ છે. (૩૬) હવે જ્ઞાતાધર્મકથા નામના છઠા અંગમાં સુધર્મા સ્વામીએ બીજો પણ ઉપનય કહ્યો છે તે આ પ્રમાણે છે. તેને તમે સાંભળો. જેમકે- ધનશ્રેષ્ઠીના સ્થાને ગુરુ છે, સ્વજન વર્ગના સ્થાને શ્રમણ સંઘ છે. પુત્રવધૂઓના સ્થાને ભવ્ય જીવો છે. ડાંગરના દાણાના સ્થાને વ્રતો છે. જેમ ઉક્ઝિકા નામની પુત્રવધૂ ડાંગરના દાણાને ફેંકીને આદર કરતી નથી તેમ કોઈ જીવ કુકર્મના વશથી સકલ સમીહિતની સંસિદ્ધિ કરનાર, ભવદુઃખમાંથી તારનાર એવા વ્રતોને છોડીને મરણાદિ આપદાઓને પામે છે. બીજો સાધુ પણ બીજી પુત્રવધૂની જેમ વસ્ત્ર-ભોજન પાન આદિ મેળવીને અને તેનો ભોગવટો કરીને પરલોકમાં લાખો દુઃખોની ખાણને પામે છે. તેનાથી જ જે ત્રીજો છે તે મહાવ્રતોને જીવિતની જેમ રક્ષા કરીને સર્વ ગૌરવ સ્થાનોને પામે છે. તેનાથી ચોથો સાધુ રોહિણી પુત્રવધૂની જેમ પંચમહાવ્રતોની વૃદ્ધિ કરે છે અને સંઘપ્રધાન અથવા ગણધર બને છે. (૪૩) વ્યવહાર સૂત્રમાં આ ઉદાહરણ વિષે આનાથી અન્ય ઉપનય દેખાય છે. જેમકે કોઈ ગુને ચાર શિષ્યો હતા. તેઓ પર્યાય અને જ્ઞાનથી આચાર્યપદની યોગ્યતા ધરાવતા હતા. પછી આચાર્ય વિચારવા લાગ્યા કે હું આમાંથી કોને ગણ સુપ્રત કરું ? તેથી પૂર્વે હું તેઓની પરીક્ષા કરું કે કોને કેવી રીતે સિદ્ધિ થાય છે અને તે જાણવા માટે ઉચિત પરિવારથી યુક્ત વિહાર કરાવીને બીજા દેશમાં મોકલ્યા અને તેઓ ક્ષમાદિગુણો માટે ઉપકારક અર્થાત્ સંયમ જીવનને ઉપકારક એવા દેશોમાં ગયા. તેઓમાં જે સર્વથી મોટો, માયાવી અને કર્કશભાષી, એકાંતે અનુપકારી શિષ્ય હતો તેણે પરિવારને એવો નિર્વેદ (ઉગ) કર્યો કે જેથી સર્વ પરિવાર જલદીથી તેને ત્યાગનારો થયો. બીજો શિષ્ય પણ સુખશીલિયો હોવાથી પોતાના શરીરની શુશ્રુષા કરાવે છે પણ શિષ્યવર્ગને કોઇ પણ ક્રિયા કરાવતો નથી. ત્રીજો શિષ્ય સારણા-વારણા આદિ કાર્યથી હંમેશા ઉઘુક્ત પ્રમતભાવમાં પડતા પરિવારનું રક્ષણ કરે છે. જે ચોથો શિષ્ય છે તેણે સકલ પૃથ્વીમંડળ ઉપર યશને ફેલાવ્યો જિનશાસનરૂપી વૃક્ષ માટે અમૃતના મેઘ સમાન થયો અને દુષ્કર શ્રમણ્યમાં નિરત થયો. પોતાના ગુણોથી જાણે દેવલોક અવતર્યું હોય તેમ પોતાનું વિહાર ભૂમિતળ ઘણા સંતોષના પોષને પામ્યું. દેશg, કાલજ્ઞ અને પરચિત્તજ્ઞ થયો. લોકોને પ્રતિબોધ કરી કાળથી ઘણા પરિવારવાળો થયો. બધા ગુરુની પાસે પહોંચ્યા. ગુરુએ તેઓના સર્વ વૃત્તાંતને જાણ્યું. પછી પોતાના ગચ્છને ભેગો કરી તેને ગચ્છનો અધિકાર સોંપ્યો. ગચ્છમાં જે કાંઈ સચિત્ત કે અચિત્ત
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy