SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૩૦૧ સંભાળ લે છે. ચોથીએ પોતાના પિતાના ઘરેથી બંધુવર્ગને બોલાવીને કહ્યું કે દર વર્ષ આની વૃદ્ધિ થાય તેમ કરવું. ચોમાસું શરૂ થયું ત્યારે બંધુવર્ગ જોડે વાવણી કરાવી, સારા જળથી ભરેલા ક્યારામાં વધવા લાગ્યા. બધાને પણ ઉખેડીને ફરી પણ રોપણી કરાવી. શરદઋતુ આવી ત્યારે તેમાંથી એક પૂર્ણ પ્રસ્થક પ્રમાણ કમોદ નિષ્પન થઈ. બીજા વરસે એક આઢક પ્રમાણ કમોદ થઈ, ત્રીજા વરસે એક ખારી પ્રમાણ થઈ. ચોથા વરસે કુંભ પ્રમાણ કમોદ થઈ અને પાંચમા વરસે સેંકડો કુંભ પ્રમાણ કમોદ થઈ. પાંચ વર્ષ પૂર્ણ થયા ત્યારે શેઠે પૂર્વની જેમ જ ભોજનપૂર્વક બધા ભેગા થયેલા તેઓના બંધુવર્ગની સમક્ષ પુત્રવધૂઓને બોલાવીને કહ્યું. મેં પાંચવર્ષ પૂર્વે જે સ્વહસ્તથી પાંચ કમોદના દાણા આપ્યા હતા તે મને પાછા આપો. મોટી પુત્રવધૂ સ્મરણ ન કરી શકવાથી ઝંખવાણી થઈ. કોઠારમાંથી દાણા લઈ આવીને તે જેટલામાં તેને આપે છે તેટલામાં પોતાના સોંગદ આપીને પુછ્યું કે આ તે જ દાણા છે કે બીજા છે ? હે તાત ! આ તે જ દાણા નથી. શેઠે પુછ્યું તે દાણા ક્યાં ગયા? ત્યારે જ બહાર ફેંકી દીધા હતા તેમ કહ્યું. બીજી પાસે પણ તે જ રીતે દાણાની માગણી કરી. ત્યારે તે બોલી કે હું ખાઈ ગઈ હતી, આ બીજા છે. ત્રીજી રતના કરંડિયામાંથી કાઢીને આપે છે. એટલામાં તે ચોથી પુત્રવધૂ પાસે દાણાની માગણી કરી ત્યારે તે કહે છે– હે તાત ! તે દાણા આ પ્રકારે અતિ વૃદ્ધિ ભાવને પામ્યા છે. તેણે ધનશેઠની આગળ કોઠારોની ચાવીનો ઝૂડો મુક્યો. આ દાણાઓ મારા પિતાને ઘરે અનેક વખારોમાં ભરેલા છે. વવાયે છતે આ દાણાઓ રક્ષણ કરાયેલા થાય છે. તેની શક્તિનો ક્ષય થવાથી નિષ્ફળ થયે છતે કોઈ કામમાં આવતા નથી તેથી ઘણા ગાડા વગેરે વાહન સિવાય અહીં લાવી શકાય તેમ નથી તેથી ગાડાઓ મોકલી અહીં મંગાવો. પછી પુત્રવધૂઓના આચરણને જાણીને ધને પોતાના ઘરના જુદા જુદા પ્રકારના કાર્યોમાં પુત્રવધૂઓનો વિનિયોગ કર્યો, અર્થાત્ તે તે કાર્યની વહેંચણી કરી. તેઓના સ્વજન અને બંધુવર્ગ આગળ જ તેઓની સંમતિથી પ્રથમ પુત્રવધૂને રાખ, છાણ આદિ કચરો ૧. વાવણી- ખેતરમાં ડાંગરના દાણા વાવવા તે વાવણી કહેવાય. દાણા ઊગી ગયા પછી દર (નાના છોડ) થાય ત્યારે તેને તે જગ્યામાંથી ઉખેડી ફરી બીજી જગ્યાએ વાવવા તે રોપણી કહેવાય. રોપણી કરવાથી ડાંગર ઘણી અને સારી નિપજે છે. ૨. રોહિણીનો ડાંગર વવરાવવાનો હેતુ ધન શેઠે રોહિણીને ડાંગરના દાણા સાચવવા આપ્યા ત્યારે રોહિણી તેને ખેતરમાં વવરાવીને નવી ડાંગર ઉત્પન્ન કરાવે છે. લગાતાર પાંચ વર્ષ સુધી તેમ કરાવે છે જેથી ડાંગર જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં સચવાઈ રહે છે. અર્થાત્ ફરી ઊગવાની સ્થિતિમાં રહે છે. ત્રણ વરસ સુધી વાવવામાં ન આવે તો ડાંગરની સચિત્ત યોનિ નાશ પામી જાય છે. જેથી ફરી વાવવામાં કામ આવતી નથી તેમજ તેની પોષણ શક્તિમાં ઘણી હાની થાય છે. આમ ડાંગરને વવરાવવામાં રોહિણીના બે પ્રયોજન છે. (૧) ડાંગરની ઊગવાની શક્તિ જળવાઈ રહે તેમ જ પોષણ શક્તિમાં હાનિ ન થાય અને (૨) દરવર્ષે ડાંગરમાં વધારો થતો રહે. આમ રોહિણી પરમાર્થને જાણનારી હોવાથી સર્વમાં માન્ય થઈ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy