SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ઉપદેશપદ : ભાગ-૧ હવે બુદ્ધિ સંબંધી વર્ણનનો ઉપસંહાર કરતા ગ્રંથકાર ઉક્ત દૃષ્ટાંતોના શ્રવણનું ફલ કહે છે – ગાથાર્થ– અહીં પ્રસંગથી સર્યું. ઇત્યાદિ સાંભળનારા ભવ્યજીવોને સર્વત્ર ફલસારા નિપુણબુદ્ધિ પ્રાયઃ વધે છે. ટીકાર્થ- અહીં પ્રસંગથી સર્યું–બુદ્ધિસંબંધી દૃષ્ટાંતોના કથનમાં અતિવિસ્તારથી કહેવાથી સર્યું. કારણકે અનાદિ-અનંતકાળમાં ભૂતકાળમાં થયેલાં, વર્તમાનમાં થતાં અને ભવિષ્યમાં થનારાં પ્રસ્તુત બુદ્ધિસંબંધી દષ્ટાંતો અનંત હોવાથી એ બધાં દૃષ્ટાંતોને જાણવાનું અને કહેવાનું અશક્ય છે. પ્રશ્ન- દરેક બુદ્ધિનું એક એક દૃષ્ટાંત કહેવામાં આવે તો પણ પ્રસ્તુત બોધ થઈ શકે છે. તો પછી ઘણાં દૃષ્ટાંતો કહેવાથી શું? ઉત્તર- અહીં કહેલાં દૃષ્ટાંતો અને બીજા પણ બુદ્ધિનાં દૃષ્ટાંતોને સારી રીતે સાંભળનારા ભવ્યોને પ્રાયઃ સર્વત્ર ફલસારા નિપુણબુદ્ધિ થાય છે. ભવ્યોને– રાગ-દ્વેષ આદિ દોષોથી રહિત હોવાના કારણે શ્રવણ કરવાને યોગ્ય જીવોને. સર્વત્ર– ધર્મ અને ધન વગેરે સર્વકાર્યોમાં. ફલસારા– અવશ્ય થનારા ઈષ્ટ ફલના લાભથી સુંદર. નિપુણબુદ્ધિ- જાણવાને ઇચ્છેલી વસ્તુના રહસ્યને ગ્રહણ કરનારી હોવાથી સૂક્ષ્મ બુદ્ધિ. નિકાચિત જ્ઞાનાવરણીય આદિ કર્મવાળા માષતુષ વગેરેને આ સાંભળવા છતાં તેવા પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન ન થાય. આથી વ્યભિચાર(=બુદ્ધિ ઉત્પન્ન થાય એવા નિયમનો ભંગ) ન થાય એ માટે અહીં “પ્રાયઃ' એમ કહ્યું છે. પણ નિપુણબુદ્ધિને જાણવાની ઇચ્છા પણ મહાફલવાળી જ છે. કહ્યું છે કે- “નિપુણબુદ્ધિ સંબંધી જિજ્ઞાસા પણ થતાં કંઈક કર્મ ઘટી જાય છે. જેનાં પાપોનો જરા પણ ક્ષય થતો નથી તેવો પુરુષ મુક્તિમાર્ગને અનુસરનારી બુદ્ધિને નિયમો પામતો નથી. જેનાં થોડાં પણ પાપોનો ક્ષય થયો છે તેવો જ જીવ કુશલબુદ્ધિને =મુક્તિમાર્ગને અનુસરનારી બુદ્ધિને પામે છે. (યો. બિ. ગા. ૧૦૩) (૧૬૧) उपाायन्तरमपि बुद्धिवृद्धाववन्ध्यं समस्तीति ज्ञापयन्नाह - भत्तीए बुद्धिमंताण तहय बहुमाणओ य एएसिं । अपओसयसंसाओ, एयाण वि कारणं जाण ॥१६२॥ ૧. જિજ્ઞાસા પણ થતાં એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે- જો નિપુણ બુદ્ધિ સંબંધી જિજ્ઞાસા પણ થતાં કંઈક કર્મ ઘટી જાય છે, તો નિપુણબુદ્ધિની પ્રાપ્તિ થતાં કર્મ ઘટી જાય એમાં તો શું કહેવું?
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy