SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઉપદેશપદ : ભાગ-૧ ગાથાર્થ– શસ્ત્ર, સેવા, પરીક્ષા, અદાન, ચાલ્યા જવું, થોડુંક વિતરણ, ગ્રહણ, નિર્ભય. બીજા આચાર્યો પક્ષવાદીઓ-ચાર પ્રકારના શાસ્ત્રોનું વિશેષ વિજ્ઞાન. (૧૦૪) “શસ્ત્ર’ એ પ્રમાણે દ્વારપરામર્શ છે. શસ્ત્રપ્રધાન પુરુષો (યોદ્ધાઓ) કોઈક રાજાની સેવા કરવા લાગ્યા. રાજા તેઓને કંઇપણ વૃત્તિ આપતો નથી એટલે તેઓ બીજે જવા તૈયાર થયા. પછી તેમાંના કેટલાકે પરિમિત આજીવિકાનું દાન સ્વીકાર્યું અને બીજા પોતાના પરાક્રમ અનુરૂપ આજીવિકાને નહીં મેળવતા બીજે ચાલ્યા ગયા. ઔત્પત્તિની બુદ્ધિ અનુસાર રાજાએ જાણ્યું કે ખરેખર આ (પરાક્રમ અનુરૂપ આજીવિકા નહીં મેળવતા બીજે ચાલ્યા ગયા તે) મહાપરાક્રમીઓ છે. બીજા આચાર્યો અને આ રીતે કહે છે– રાજાએ ઔત્પત્તિક બુદ્ધિ વડે આત્રેય, કપિલ, બૃહસ્પતિ અને પાંચાલ નામના ઋષિઓએ રચેલ અનુક્રમે વૈદ્યક-ધર્મ-અર્થ અને કામના ચાર શાસ્ત્રને પરિજ્ઞાનને જાણ્યું. તે આ પ્રમાણે – કોઈક પાટલિપુત્ર આદિ નગરમાં કોઈક સમયે વૈદ્યકાદિ શાસ્ત્રો છે હાથમાં જેઓને એવા ચાર પ્રવાદીઓ કોઈક રાજાની પાસે આવ્યા અને કહ્યું: હે મહારાજ ! આ શાસ્ત્રના અવબોધ અનુસાર અમારો સત્કાર કરવો ઉચિત છે, અર્થાત્ મહારાજ અમારા શાસ્ત્રજ્ઞાનને જાણીને યોગ્યતા અનુસાર અમારો સત્કાર કરે. રાજાએ વિચાર્યું કે કોણ કેટલા શાસ્ત્રોને જાણે છે તે જણાતું નથી. તેથી તે જાણવા માટે પ્રતિજ્ઞાના ઉપન્યાસ પૂર્વક પરસ્પરનો વાદ કરાવવાનું શરૂ કર્યું અને તેમાં (વાદમાં) પ્રજ્ઞાનો પ્રકર્ષ અને અપકર્ષ જાણ્યો અને તેના અનુસારે ઉચિત સન્માન કર્યું. અહીં અસ્થિ શબ્દ પ્રાકૃત ભાષાનો હોવાથી તેના (૧) શસ્ત્ર અને (૨)શાસ્ત્ર એમ બે અર્થ થતા હોવાથી બંને પ્રકારનું વ્યાખ્યાન દોષવાળું નથી. (૧૦૪) इच्छाइ महं रंडा, पइरिण तम्मित्तसाहुववहारे । मंतिपरिच्छा दोभाग तयणु अप्पस्स गाहणया ॥१०५॥ 'इच्छाइ महं'त्ति द्वारपरामर्शः ।किल कचिन्नगरे कस्यचित्कलपत्रस्य पत्नी भर्तमरणे 'रंडे' त्ति वैधव्यमनुप्राप्ता । सा च 'पइरिण' त्ति पत्युर्भर्तुः संबन्धि यवृत्तिप्रयुक्तं धनं लोकस्य च देयत्वेन ऋणतया संपन्नं तद्ग्राहयितुमारब्धा । न चासौ किंचिल्लभते, सर्वपुरुषापेक्षत्वात्सर्वलभ्यानाम् । भणितं च तया तस्य पत्युर्मित्रं यथोद्ग्राहयाधमलोकाद् मे वित्तम् । भणितं च तेन–'कोऽत्र मे भागः ?' तया च सरलस्वभावमवलम्ब्य निगदितम्-'उद्ग्राहय तावत् पश्चाद्यत्ते रोचते तन्मे दद्यास्त्वम् इति । उद्ग्राहितं च तेन तत्सर्वम् । भागवेलायां च 'असाहु' त्ति असाधौ वञ्चके तुच्छभागदानात्तस्मिन् संपने व्यवहारो राजद्वारि प्रवृत्तः । लब्धवृत्तान्तेन च 'मंतिपरिच्छा' इति मन्त्रिणा ૧. શસ્ત્ર પ્રધાન પુરુષ- શસ્ત્રો છે. મુખ્ય આજીવિકાનું સાધન જેઓનું એવા પુરુષો, અર્થાત્ યોદ્ધાઓ. અથવા શાસ્ત્રો છેમુખ્ય આજીવિકાનું સાધન જેઓનું એવા પુરુષો અર્થાત્ જ્ઞાનીઓ.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy