SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ઉપદેશપદ : ભાગ-૧ અશોકવૃક્ષની નીચે બેસીને તમારા બેનો ન્યાય કરશે અને તેટલા કાળ સુધી તમારે બંનેએ ઉચિત અન્ન, પાણી, વસ્ત્રાદિના ભોગપૂર્વક સંતુષ્ટ મનથી રહેવું. શોક્ય પત્ની ખુશ થઈ કે આપણો આટલો કાળ સુખેથી જશે પછી શું થશે તે કોણ જાણે છે? તેના હર્ષને જોઇને દેવીએ યથાસ્થિત હકીકત જાણી. અને તેની તર્જના કરીને સ્વમાતાને ધન અને પુત્ર અર્પણ કર્યો. બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે. જેમકે કેટલાક ધાતુવાદીઓએ સુવર્ણની સિદ્ધિ કરવા માટે સર્વ સામગ્રી ભેગી કરી, છતાં સુવર્ણસિદ્ધિ ન થવાથી જેટલામાં મેદવાળા થઈને રહે છે તેટલામાં પહેલાં જ પર્વતની નજીકમાં વસાવાયેલી સૈન્યની છાવણીમાંથી રાજા કૌતુકથી બળતા અગ્નિને જોઈને ત્યાં એકલો ગયો અને પુછ્યુંઃ તમો આ શું કરો છો ? તેઓએ વિસ્તારથી વાત કરી. ઔત્પત્તિક બુદ્ધિવાળા રાજાએ જાણ્યું કે “આ વ્યવહાર (કાર્ય) સત્ત્વથી સાધ્ય છે.” તેવું સત્ત્વ આ લોકોમાં નથી તેથી પોતાનું માથું કાપી આ અગ્નિમાં હોમી દઉં. તે જ પ્રમાણે જેટલામાં કરવા તૈયાર થયો તેટલામાં રાજાના પુરુષાર્થથી આકર્ષાયું છે ચિત્ત જેનું એવી અધિષ્ઠાયક દેવીએ તલવાર ખેંચેલી જમણી ભુજાને થંભાવી દીધી અને સુર્વણની સિદ્ધિ થઈ. (૧૦૩) सत्थोलग्ग परिच्छा, अदाण गम थेवदाणगहणंति । अण्णे उ पक्खवाया, चउसत्थविसेसविण्णाणं ॥१०४॥ शस्त्र इति द्वारपरामर्शः । किल कस्यचिद्राज्ञः शस्त्रप्रधाना अवलगका अवलगितुमारब्धाः, परीक्षार्थं च अदाण' त्ति राजा तेषां न किंचिद्ददाति । ततः 'गम'त्ति अन्यत्र गन्तुमारब्धं तैः । ततः 'थेवदाणगहणंति' स्तोकदानेन परिमितजीविकावितरणरूपेण ग्रहणं स्वीकरणं कृतं केषांचित् । अन्ये तु स्वपौरुषानुरूपां वृत्तिमलभमाना अन्यत्र गताः।ज्ञातं चौत्पत्तिकीबुद्धिसारेण राज्ञा-'नूनमेते महापराक्रमाः' इति ।अन्ये त्वाचार्या इदमित्थमभिदधति;-पक्षवादात् प्रतिज्ञापूर्वकपक्षवादकरणाच्चतुर्णा शास्त्राणां वैद्यकधर्मार्थकामगोचराणां आत्रेयकापिलबृहस्पतिपाञ्चालनामकऋषिविशेषप्रणीतानां विशेषेण परिज्ञानमवबोध औत्पत्तिकीबुद्ध्या कृतम् ।किल क्वचित् पाटलिपुत्रादौ नगरे कस्यचिद्राज्ञः क्वचित्समये वैद्यकादिशास्त्रहस्ताश्चत्वारः प्रवादिन उपस्थिताः। बभणुश्च यथैतच्छास्त्रावबोधानुरूपां प्रतिपत्तिमस्माकं कर्तुमर्हति महाराजः । परिभावितं च तेन यथा न ज्ञायते कः कीदृशं शास्त्रमवबुध्यत इति । तत्परीक्षार्थं प्रतिज्ञोपन्यासपूर्वकं परस्परं वादं कारयितुमारब्धाः। ज्ञातं च तत्र प्रज्ञाप्रकर्षाप्रकर्षों । कृता च तदनुरूपा प्रतिपत्तिरिति। अत्र च सत्थेत्ति निर्देशस्य प्राकृतशैलीवशेन शस्त्रशास्त्रयोरविरोधादित्थं व्याख्यानद्वयं न दुष्टमिति ॥१०४॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy