SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૧૫૭ परीक्षार्थं पृच्छा कृता-'कीदृशं त्वं भागमिच्छसि ?' स प्राह महान्तम् । ततो द्रव्यस्य द्वौ भागौ कृतौ अल्पो महांश्च । तदन्वल्पस्य भागस्य 'गाहणयत्ति' अल्पं भागं ग्राहित इत्यर्थः । किलानया प्रागेवेदमुक्तमास्ते यस्ते रोचते स भागो मे दातव्यः, रोचते च ते महानित्ययमेवास्या दातुमुचित इति, प्रतिपन्ननिर्वाहित्वाच्छिष्टानाम् । यतः पठ्यते"अलसायंतेणवि सजणेण जे अक्खरा समुल्लविया । ते पत्थरटंकुक्कीरियव्व न हु # હુતિ ' ૨૦૫ ગાથાર્થ– ઈચ્છાદિ મહાન એ દ્વાર. વિધવા સ્ત્રી, પતિનું લેવાનું ઋણ તેના મિત્રને કહેવું. લુચ્ચાઈપૂર્વકનો વ્યવહાર, મંત્રીની પરીક્ષા બે ભાગ આપવું. તે પછી અલ્પભાગ મિત્રને ગ્રહણ કરાવવું. (૧૦૫). છા મર્દ એ પ્રમાણે દ્વારપરામર્શ છે. કોઈક નગરમાં કોઈક કુલપુત્રની સ્ત્રી વૈધવ્યને પામી, અર્થાત્ કુલપુત્ર મરણ પામ્યો. તેના પતિએ લોકોને ઉધાર માલ આપ્યો હતો અને તેના પેટે લોકોને કરજ ચૂકવવાનું બાકી હતું. સ્ત્રીએ પતિની ઉઘરાણી વસુલ કરવા મહેનત કરી પણ લોકોએ દાદ ન આપી, કારણ કે વસુલાત પુરુષને આધીન છે. તેણે પોતાના પતિના મિત્રને વાત કરી કે કરજદારો પાસેથી ધનની ઉઘરાણી કરાવી આપ. તેણે કહ્યું: આમાં મારો કેટલો ભાગ ? તેણીએ સરળ બનીને કહ્યું: તું ઉઘરાણી વસુલ કર પછી તેમાંથી જે તને ગમે તે મને આપજે. તેણે સર્વ ઉઘરાણી વસૂલ કરી અને ભાગ પાડતી વખતે અલ્પભાગ આપીને ઠગાઈ કરી. રાજકારે વ્યવહાર થયો. વ્યતિકર જાણી મંત્રીએ પરીક્ષા કરવા મિત્રને પુછ્યું તું કેવા ભાગને ઇચ્છે છે? તેણે કહ્યું મોટાભાગને ઇચ્છું છું. પછી દ્રવ્યનો એક નાનો અને એક મોટો ભાગ કર્યો. પછી તેને અલ્પ ભાગ અપાવ્યો, કેમકે આણે (મિત્ર સ્ત્રીએ) પૂર્વે જ કહ્યું હતું કે જે તને ગમે તે મને આપવું. તને મોટો ભાગ ગમે છે તેથી તારે એને મોટો ભાગ આપવો જોઈએ. કારણ કે સજ્જનો સ્વીકારેલા વચનનું પાલન કરે છે. કહેવાય છે કે- સજ્જન વડે આળસમાં (પ્રમાદમાં) પણ બોલાયેલા વચનો પથ્થરમાં કોતરેલા અક્ષરોની જેમ ક્યારેય પણ અન્યથા થતા નથી.”(૧૦૫). सयसाहस्सी धुत्तो, अपुव्वखोरम्मि लोगडंभणया । तुज्झ पिया मज्झेवं, तदण्णधुत्तेण छलणत्ति ॥१०६॥ सयसहसत्ति द्वारे शतसहस्त्री लक्षप्रमाणधनवान् कश्चिद्धतः समासीत् । तेन च 'अउव्वखोरम्मि लोगडंभणया' इति "यः कश्चिदपूर्वं किंचन मां श्रावयति तस्याहं खोरकं लक्षद्रव्यमूल्यं कच्चोलकमिदं ददामि" एवं च लोकं डम्भयितुमारब्धः, यतो ૧. જેમ શિલામાં કોતરાયેલા અક્ષરો વરસાદાદિમાં ભુંસાતા નથી તેમ સજ્જન પ્રમાદમાં બોલેલા વચનનો ભંગ કરતો નથી અર્થાત્ વચનોનું કોઇપણ ભોગે પાલન કરે છે.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy