SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ઉપદેશપદ : ભાગ-૧ (૩) સ્થાપનાચાર્ય પધરાવવા. (૪) ગુરુના માટે શ્લેષ્મની કુંડી, ખેરીયું વગેરે મૂકવું. (૫) સો ડગલામાં હાડકાં વગેરેની અશુદ્ધિ નથી ને તે જોવું. (૬) દીક્ષાપર્યાય પ્રમાણે બેસવું. (૭) બેસવાની ઉચિત મુદ્રામાં બેસવું. (૮) પ્રસન્નતા આદિથી ભરેલી મુખમુદ્રા સદા ગુરુની સન્મુખ રાખવી વગેરે વિધિ સમજવો.) ગુરુવિનયથી– અહીં ગુરુ એટલે સૂત્ર, અર્થ અને તંદુભયને આપનારા આચાર્ય. (ગુરુ આવે ત્યારે) ઊભા થવું. તેમને બેસવા માટે) આસન આપવું, (ચંડિલ ભૂમિ વગેરે સ્થળેથી આવે ત્યારે ) પગ બરોબર ધોવા. (શરીર દબાવવું વગેરે) વિશ્રામણા કરવી, ઉચિત આહાર-પાણી અને ઔષધ વગેરે લાવી આપવું. તેમના ચિત્તને અનુસરવું, આ ગુરુ વિનય છે. ઉક્ત વિધિથી અને આવા વિનયથી સૂત્રને ગ્રહણ કરવું જોઈએ. સુત્ર પરિણત થાય છે– ગ્રહણ કરાતા ગ્રન્થો આત્માની સાથે એકીભાવને પામે છે. આત્માની સાથે ઓતપ્રોત થઈ જાય છે. કારણ કે પ્રયોજેલો સમ્યગૂ ઉપાય પોતાનાં સાધ્યને સાધ્યા વિના જ અટકી જતો નથી, અર્થાત્ પોતાના સાધ્યને અવશ્ય સાધે છે. અન્યથા– અવિધિથી અને ગુરુના અવિનયથી. વિપરીત ફલવાળું જાણવું– વિપરીત સાધ્યને સાધનારું જાણવું. યથાવસ્થિત ઉત્સર્ગઅપવાદથી શુદ્ધ એવું હેયોપાદેય પદાર્થ-સમૂહનું જ્ઞાન અને તેના અનુસારે ચરણ-કરણમાં પ્રવૃત્તિ એ બે સૂત્રગ્રહણનું ફલ છે. અવિધિથી અને ગુરુવિનયના અભાવથી દૂષિત થયેલો જીવ સૂત્રગ્રહણમાં પ્રવૃત્તિ કરે તો પણ તેના એ બંને વિપરીત થાય છે, અર્થાત્ ઉક્તપ્રકારનું જ્ઞાન થતું નથી અને ઉક્તજ્ઞાનના અનુસારે ચરણ-કરણમાં પ્રવૃત્તિ થતી નથી. (૨૭) विपर्ययफलमेव दृष्टान्तद्वारेण भावयति - समणीयंपि जरुदये, दोसफलं चेव हंत सिद्धमिणं । एवं चिय सुत्तं पि हु, मिच्छत्तजरोदए णेयं ॥२८॥ शमयत्युपशमयति शमनीयं पर्पटकादि तदपि, किंपुनरन्यत्तत्प्रकोपहेतुघृतादि, 'ज्वरोदये' पित्तादिप्रकोपजन्ये ज्वरोद्भवे । किमित्याह-'दोषफलं चेव' सन्निपातादिमहारोगविकारहेतुरेव, 'हंत' त्ति सन्निहितभव्यसभ्यामन्त्रणम्, सिद्धं प्रत्यक्षादिप्रमाणप्रतिष्ठितं 'इदं पूर्वोक्तं वस्तु । इत्थं दृष्टान्तमुपदर्य दान्तिकयोजनामाह-'एवं चिय'त्ति एवमेव 'सुत्तंपि हु'त्ति सूत्रमप्युक्तलक्षणं मिथ्यात्वज्वरोदये । मिथ्यात्वं नाम सर्वज्ञप्रज्ञप्तेषु जीवाजीवादिभावेषु नित्यानित्यादिविचित्रपर्यायपरम्परापरिगतेषु विपरीततया श्रद्धानम्।
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy