SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ अमुमेवार्थमन्वयव्यतिरेकाभ्यां भावयन्नाहविहिणा गुरुविणएणं, एवं चिय सुत्तपरिणई होइ । इहरा उ सुत्तगहणं, विवजयफलं मुणेयव्वं ॥२७॥ "विधिना' मण्डलीप्रमार्जननिषद्याप्रदानकृतिकर्मकायोत्सर्गकरणादिना सिद्धान्तप्रसिद्धेन, तथा गुरोः सूत्रार्थोभयप्रदातुः सूरेर्विनयोऽभ्युत्थानासनप्रदानपादपरिधावनविश्रामणाकरणोचितानपानौषधादिसंपादनलक्षणश्चित्तानुवृत्तिरूपश्च गृह्यते, अतस्तेन 'गुरुविनयेन', 'एवं चिय'त्ति एवमेव श्रेणिकमहाराजन्यायेनैव सूत्रपरिणति'र्गृह्यमाणागमग्रन्थानामात्मना सहैकीभावो 'भवति' संपद्यते । न हि सम्यगुपायः प्रयुक्तः स्वसाध्यमसाध्यैवोपरमं प्रतिपद्यते 'इतरथा' त्वन्यथा पुनरविधिना गुरोरविनयेन चेत्यर्थः सूत्रग्रहणं प्रस्तुतमेव 'विपर्ययफलं' विपरीतसाध्यसाधकं 'मुणितव्यं' विज्ञेयम् । सूत्रग्रहणफलं हि यथावस्थितोत्सर्गापवादशुद्धहेयोपादेयपदार्थसार्थपरिज्ञानं तदनुसारेण चरणकरणप्रवृत्तिश्च । अविधिना गुरुविनयविरहेण च दूषितस्य पुनः प्राणिनः सूत्रग्रहणप्रवृत्तावप्येतद् द्वितयमपि विपरीतं प्रजायत इति ॥२७॥ આ જ અર્થને વિધિથી ગ્રહણ કરવાથી શું ફળ મળે એમ અન્વયથી અને અવિધિથી ગ્રહણ કરવાથી શું ફળ મળે એમ વ્યતિરેકથી વિચારતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– એ જ પ્રમાણે વિધિથી અને ગુરુવિનયથી ગ્રહણ કરેલું સૂત્ર પરિણત થાય છે, અન્યથા કરેલું સૂત્રગ્રહણ વિપરીત ફળવાળું જાણવું. ટીકાર્થ– એ જ પ્રમાણે- શ્રેણિક મહારાજાના દગંતથી જ. વિધિથી- માંડલીનું (=વાચનાસ્થાનનું) પ્રમાર્જન કરવું, ગુરુનું આસન પાથરવું, વંદન કરવું, કાયોત્સર્ગ કરવો વગેરે શાસ્ત્રમાં પ્રસિદ્ધ વિધિથી. (વગેરે શબ્દથી (૧) માંડલીના આકારે બેસવું. (૨) ગુરુના આવતાં પહેલા વાચના સ્થળે આવી જવું. ૧. કાયોત્સર્ગ કરવાનો વિધિ આ પ્રમાણે છે– સો ડગલામાં વસતિ જોઈ પ્રથમ સ્થાપનાજી ખુલ્લા કરવા, પછી ખમાસમણ દઈ ઈરિયાવહિયા કરવા, પછી ખમાસમણ આપી ઈચ્છા. સંદિ. ભગવદ્ વસતિ પdઉં? ઈચ્છે. પછી ખમા. ભગવદ્ સુદ્ધા વસહી. પછી ખમા. ઈચ્છા સંદિ. ભગવદ્ અનુયોગ આઢવાવણીય મુહપત્તિ પડિલેહું? ઈચ્છે. કહી મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણાં આપવાં. પછી ખમા. ઈચ્છા. સંદિ. ભગવદ્ અનુયોગ આઢવું? ઈચ્છે કહી ઈચ્છા. સંદિ. ભગવદ્ અનુયોગ આઢવાવણીય કાઉસ્સગ્ન કરું ? ઇચ્છે કહી અનુયોગ આઢવાવણીય કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પાર્યા વગર પ્રગટ એક નવકાર ગણવો. પછી બે વાંદણાં આપીને બેસણે સંદિસાહુ? બેસણે ઠાઉં? ના બે આદેશ માંગીને ખમ. આપી અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ દેવું.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy