SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. આશ્વવભાવના-ગીત | શ્લોક-૪-૫ * ૮૭ શ્લોક - करिझषमधुपा रे, शलभमृगादयो, विषयविनोदरसेन । हन्त लभन्ते रे, विविधा वेदना, बत परिणतिविरसेन ।।परि० ४।। શ્લોકાર્ય : હાથી, માછલી, ભ્રમર, પતંગિયું અને હરણ વગેરે પરિણતિથી વિરસ એવા વિષયના આનંદના રસથી ખરેખર, ખેદની વાત છે કે વિવિધ વેદનાઓ પ્રાપ્ત કરે છે. જો ભાવાર્થ - સંસારીજીવોને વિષયો પ્રત્યેના અતિ આકર્ષણને કારણે વર્તમાનમાં જ કેવી કદર્થના પ્રાપ્ત થાય છે તે દૃષ્ટાંતથી ભાવન કરે છે અને વિચારે છે કે સંસારીજીવોને જે વિષયોનો આનંદ છે તે પરિણતિથી વિરસ છે; કેમ કે ઉત્સુક્તાને વશ તે તે ઇન્દ્રિયોના આનંદમાં યત્ન કરવાથી અંતે તેના ફળરૂપે જીવને વિનાશ જ પ્રાપ્ત થાય છે. સ્પર્શેન્દ્રિયને વશ હાથી મૃત્યુની વેદનાને પ્રાપ્ત કરે છે. આહારસંજ્ઞાને=જિલ્વેન્દ્રિયને વશ માછલી જાળમાં ફસાઈને મૃત્યુને પ્રાપ્ત કરે છે. ધ્રાણેન્દ્રિયને વશ ભમરાઓ પુષ્પના સ્વાદમાં અતિ લંપટ થયેલા હોય ત્યારે બીડાતા એવા કમળને જાણવા છતાં, હમણાં નીકળું છું હમણાં નીકળું છું એ પ્રકારના પરિણામથી કમળમાં બીડાઈને અંતે મૃત્યુને પામે છે. વળી, પતંગિયું ચક્ષુરિન્દ્રિયના વશથી પ્રકાશની પાછળ ખેંચાઈને અગ્નિમાં પડી બળી મરે છે અને મૃગલાઓ શ્રોત્રેન્દ્રિયને વશ શિકારનો વિષય બને છે. આ સર્વ વિષયોની પરવશતાથી દેખાતા પ્રત્યક્ષ અનર્થોનું ભાવન કરીને મહાત્માઓ વિષયોના આવેગને શાંત-શાંતતર કરવા અર્થે ઇન્દ્રિયના આશ્રવકૃત અનર્થોનું ભાવન કરે છે. III શ્લોક : उदितकषाया रे, विषयवशीकृता, यान्ति महानरकेषु । परिवर्तन्ते रे, नियतमनन्तशो, जन्मजरामरणेषु ।।परि० ५।। શ્લોકાર્ચ - ઉદિત કષાયવાળા, વિષયને વશ કરાયેલા, જીવો મહાનરકમાં જાય છે, જન્મ, જરા, મરણોમાં નિયત અનંતી વખત પરિવર્તન પામે છે. આપો. ભાવાર્થ : જે જીવો અત્યંત કષાયના ઉદયવાળા છે અને વિષયને પરવશ છે તેઓ અતિશય આરંભ-સમારંભ કરીને, ઘણાં પાપો કરીને મહાનરકમાં જાય છે અને ચારગતિઓમાં અનંતી વાર સતત પરાવર્તન પામે છે જ્યાં જન્મ, જરા મૃત્યુનાં અનેક દુઃખોને પ્રાપ્ત કરે છે. તે સર્વ કષાયરૂપ આશ્રવનું કાર્ય છે. જોકે મિથ્યાત્વનો
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy