SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ શાંતસુધારસ મિથ્યાપરિણતિવાળા છે. તે જીવો પોતે સંસારના ઉચ્છેદ માટે પ્રવૃત્તિ કરે છે તેમ માનીને ધર્મની પ્રવૃત્તિ કરતા હોય તોપણ શિવપુરના પથ છોડીને મોક્ષ પ્રાપ્તિના કારણભૂત રત્નત્રયીને છોડીને, મોક્ષનું કારણ ન બને તેવી જ દુષ્ટક્રિયાથી બાહ્ય ધર્મના અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. આથી જ કેટલાક જીવો મોક્ષના અર્થે સંયમ ગ્રહણ કરે છે, શ્રાવક આચાર પાળે છે આમ છતાં માર્ગાનુસારી મતિ નહીં હોવાને કારણે સ્વમતિ અનુસાર લોકસંજ્ઞાથી ક્રિયાઓ કરીને મોક્ષનું અકારણ બને તે પ્રકારે જ ક્રિયાઓમાં યત્ન કરે છે. તેથી તેઓની તે ક્રિયાઓ પણ સંસારના કારણભૂત આશ્રવરૂપ જ બને છે. તેથી વિવેકી પુરુષે સર્વ ઉદ્યમથી જિનવચનના પરમાર્થને જાણીને અને સ્વશક્તિનું સમાલોચન કરીને સ્વશક્તિ અનુસાર આશ્રવનો નિરોધ થાય તે પ્રકારે ઉચિત ક્રિયાઓ કરવી જોઈએ. આશા અવતરણિકા : શ્લોક-રમાં મિથ્યાત્વ આશ્રવ કઈ રીતે અનર્થકારી છે તેનું ભાન કર્યું. હવે અવિરતિ આશ્રવ કઈ રીતે અનર્થકારી છે તેનું ભાવન કરે છે – શ્લોક : अविरतचित्ता रे, विषयवशीकृता, विषहन्ते विततानि । इहपरलोके रे, कर्मविपाकजान्यविरलदुःखशतानि ।।परि० ३।। શ્લોકાર્થ : વિષયને વશ કરાયેલા અવિરત ચિત્તવાળા જીવો આ લોકમાં અને પરલોકમાં કર્મવિપાકજન્ય વિસ્તારવાળાં અવિરલ સેંકડો દુઃખો સહન કરે છે. Il3II ભાવાર્થ: જે જીવો હિંસા, મૃષા, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહરૂપ આશ્રવના પરિણામવાળા છે તે અવિરત ચિત્તવાળા છે. તેઓ બાહ્ય ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોને પરવશ થયેલા છે અને તેને પરવશ થઈને સતત આરંભ-સમારંભની પ્રવૃત્તિઓ કરે છે. જેનાથી આ લોકમાં અને પરલોકમાં કર્મના વિપાકજન્ય સતત સેંકડો દુ:ખોના વિસ્તારને પામે છે; કેમ કે અવિરતિના પરિણામવાળા જીવોનું ચિત્ત હંમેશાં વિષયોની ઇચ્છાથી આકુળ હોવાને કારણે સતત અંતરમાં સંતપ્ત રહે છે તે સુખરૂપ નથી પણ દુઃખરૂપ છે અને વિષયોની ઇચ્છાના અતિશયને કારણે અનેક પ્રકારના શ્રમો કરે છે, જે ક્લેશ સ્વરૂપ છે અને તેનાથી અનેક પ્રકારનાં કર્મોને બાંધીને જન્મ-જન્માંતરમાં પણ સતત દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે તે અવિરતિનું ચિત્ત દુઃખના મૂળવાળું છે અને દુઃખની પરંપરાને સર્જનારું છે. માટે સુખના અર્થી જીવોએ અવિરતિરૂપ આશ્રવની અનર્થકારિતાનો વિચાર કરીને સદા તેના નિરોધ માટે ઉદ્યમ કરવો જોઈએ. Il3II
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy