SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શાંતસુધારસ ઉદયકાળ હોય ત્યારે જ કષાયને વશ જીવો પાપો કરીને નરકમાં જાય છે તોપણ મિથ્યાત્વના પરિણામવાળા જીવો કેવા વિવેક વગરના છે તેનું સ્વરૂપ શ્લોક-રમાં બતાવેલ અને મિથ્યાત્વના ઉદયવાળા જીવો કષાયને વશ થઈને વિષયોને આધીન થઈને દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે. તેમ બતાવીને પ્રસ્તુત શ્લોકમાં કષાય આશ્રવને પ્રધાનરૂપે બતાવે છે. સામાન્યથી મિથ્યાત્વનો નાશ થાય પછી પ્રબળ પણ અવિરતિ, પ્રબળ પણ અન્ય આશ્રવો કે પ્રબળ પણ કષાયનો આશ્રવ સમ્યક્તના બળથી હણાયેલો બને છે. જેના કારણે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવા કષાયો સમ્યગ્દષ્ટિને થતા નથી અને સમ્યક્ત નાશ ન પામે તો અલ્પકાળમાં તે મહાત્મા અવશ્ય સંસારનો અંત કરે છે. તેથી કષાય આશ્રવ પણ પ્રધાનરૂપે મિથ્યાત્વના બળથી જ જીવે છે માટે ધર્મના અર્થીએ વિપર્યાસને દૂર કરીને કષાયોની અનર્થકારિતાનું ભાવન કરવું જોઈએ જેથી વિદ્યમાન કષાયો પણ ઉત્તરોત્તર ક્ષીણ થાય અને સંવરભાવની પ્રાપ્તિ થાય. આપા શ્લોક : मनसा वाचा रे, वपुषा चञ्चला, दुर्जयदुरितभरेण । उपलिप्यन्ते रे, तत आश्रवजये, यततां कृतमपरेण ।।परि० ६।। શ્લોકાર્ચ - મનથી, વાણીથી અને કાયાથી ચંચલ એવા જીવો, દુર્જય એવા દુરિતભરથી-કિષ્ટ એવાં પાપોના ભરાવાથી ઉપલેપને પામે છે–પાપોથી ખરડાયેલા થાય છે તેથી આશ્રવજયમાં યત્ન કરવો જોઈએ. અપર વડે=આશ્રવજયથી અપર વડે કર્મના બંધના કારણભૂત એવા આશ્રવ વડે, સર્યું. કાાં ભાવાર્થ : સામાન્યથી સંસારીજીવોના મન, વચન, અને કાયાના યોગો અત્યંત ચંચલ હોય છે તેથી તેવા યોગો જેને જીતવા અતિદુષ્કર છે તેવા યોગોવાળા જીવો પાપોથી સતત ભરાય છે અને પાપરૂપી કર્મથી લેપાયેલા એવા તેઓ ચારગતિમાં ભટકે છે. તેથી કલ્યાણના અર્થી જીવે મિથ્યાત્વથી માંડીને યોગરૂપ આશ્રવના જય માટે સતત યત્ન કરવો જોઈએ. જેથી ચંચલ યોગો દ્વારા પાપની વૃદ્ધિ ન થાય, કષાયને વશ નરકની પ્રાપ્તિ ન થાય, ઇન્દ્રિયોને વશ અને અવિરતિને વશ કર્મબંધની પ્રાપ્તિ ન થાય અને મોક્ષ અર્થે કરાતી ક્રિયા પણ મિથ્યાત્વને વશ વિપરીત ક્રિયારૂપ ન બને તે રીતે માર્ગાનુસારી ઊહ કરીને આશ્રવનો જય કરવો જોઈએ અને બંધના હેતુ એવા આશ્રવથી સર્યું. અર્થાતુ અત્યાર સુધી જે આશ્રવ સેવન કર્યું તે હવે સેવવા જેવું નથી. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા આશ્રવના નિરોધને અનુરૂપ શક્તિનો સંચય કરે છે. બ્રા
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy