SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૪૩ પરાયણ, એક રાત્રિની પ્રતિમામાં રહેલ. વામન માણસ આંબા લેવા જેવો આકાર કરે તેવા સંસ્થાને રહેલા, ઇષ–ાભાર સિદ્ધશિલાથી આવેલા રુક્ષપુદ્ગલ ઉપર નિશ્ચલ કરેલ લોચનવાલા એવા શ્રી વર્ધમાનસ્વામીને જોયા. / અને તેમને દેખીને ભક્તિ સમૂહથી ઉછળતી અને સંભ્રમના વશથી ઊભી થયેલી રોમરાજીવાળો એવો સોધર્મેદ્ર સિંહાસનથી ઉભો થયો. ચોતરફ ફેલાતા કિરણ સમૂહથી બંધાયેલા-રચાયેલા ઇંદ્ર ધનુષને ઘાત મૂક્યા પછી (ધનુષ્યનો ટંકાર કર્યા પછી) તરત જ સાત-આઠ પદો-ડગલા તીર્થકરને અભિમુખ અનુગમન કરીને, વિધિપૂર્વક શક્રસ્તવ ભણ્યા પછી પંચાગ પ્રણિપાત કરી સ્તુતિ કરવા લાગ્યો. અમંદ-ભરપૂર આનંદ ઝરણાના બિંદુનાસમૂહને આપનાર ! ભવસમુદ્રમાં પડતા પ્રાણીને હાથ આપનાર તમોને નમસ્કાર હો. તેના - દુર્વાર આંતરિક શત્રુઓનો નાશ કરવા માટે જેણે રણસંગ્રામ માંડ્યો છે, જયલક્ષ્મીથી પરિવરેલા અંગવાળા હે ! જિનનાથ ! એવા તમને નમસ્કાર હો ! મેરા ઊછળતા દીપ કન્દર્ય-કામદેવના ગર્વને નાશ કરવા માટે સસત્ત્વશાળી અધિષ્ઠાયક યુક્ત મંત્ર સમાન તમને સદા નમસ્કાર હો. ||all મદથી અંધ એવા શ્વેષરૂપી હાથીના કુંભસ્થલ ભેદવા માટે દેદીપ્યમાન કિરણવાળી દાઢાથી યુક્ત સિંહ સમાન એવા તમને નમસ્કાર હો. જો અજાત્ય હીનજાતિવાળો દુષ્ટ, દુર્દાન્ત એવા ઘોડાને કાબુ કરવામાં પૈર્યવીર્યથી યુક્ત તમને નમસ્કાર હો. પાા મહામોહરૂપી ઝાડના થડને મૂળથી ઉખેડવા માટે પરાક્રમ કરનાર એવા પ્રૌઢ ઉન્મત્ત હાથી સમાન તમોને નમસ્કાર હો. ૬ો. - અજ્ઞાનથી અંધ એવી જગત જંતુની દષ્ટિને નિર્મલતા આપવામાં સુંદર સામગ્રીયુક્ત મહાવૈદ્ય તમને ઘણા જ નમસ્કાર હો. If કર્મવૃક્ષના મોટા વનને રાખરૂપે કરવામાં ભડભડતી જવાલાથી વ્યાપ્ત દાવાનલ સમાન તમને નમસ્કાર હો. |૮|| અસાર અપાર સંસારરૂપી દુર્ગમ જંગલમાં ભમતા પ્રાણીઓ માટે સુંદર સાર્થવાહ સમાન તમને નમસ્કાર હો. ll૯ || ભવ્ય સંસારી જીવોના સમૂહરૂપી પધવનને વિકસિત કરવા પ્રચંડ અખંડ સૂર્યમંડલ સમાન તમને નમસ્કાર હો. ૧૦ના રોગ શોકરૂપી મોટા વાદળના વૃંદને વિખેરવા માટે વાયુ સમાન, દુઃખ દારિદ્રરૂપી પર્વતને ભેદવામાં વજપાત સમાન તમને નમસ્કાર હો. |૧૧|| ક્રોધવગરના, માન વગરના, માયા વગરના, લોભ અને આસક્તિ વગરના, નરકતિર્યંચગતિના દરવાજાને બંધ કરવા માટે કમાડ સમાન તમને નમસ્કાર હો. ૧રો. સિદ્ધ ભગવંતના નિવાસસ્થાન એવા સુંદર મહેલ ઉપર ચડવા માટે એક સરખા પગથિયાની સુંદર શ્રેણી સમાન ! મહાશક્તિશાળી ! તમને નમસ્કાર હો. ||૧૩ી અનંત અને બાધા વિનાના પ્રશસ્ત સુખની પરંપરા સર્જનાર એવા સિદ્ધિ રૂપી નારીના ખોળામાં
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy