SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ સંગમક કથા મૂળશુદ્ધિ ભાગ-૨ બંધાયેલ રાગવાળા તમોને નમસ્કાર હો. ૧૪. પાણીવાળા સાગરના (વાદળના) શબ્દ સરખા ગંભીર ધ્વનિવાળા ! વિકસિત કમળ સમાન સુગંધી શ્વાસોચ્છવાસવાળા ! હે નાથ, તમને નમસ્કાર હો. ૧પ સમસ્ત પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનાર એવા જ્ઞાનરૂપી સુદર્શન ચક્રવાળા ! સુંદરચારિત્રથી પરિપૂર્ણ કાયરૂપી લાકડીવાળા ! તમને નમસ્કાર હો. ૧૬ll નમન કરતા ઇંદ્રના શુભ મસ્તકથી નીચે પડતી માલાથી જેમના ચરણ પૂજાય છે તેવા, માનવ અને વિદ્યાધરના સ્વામીથી સ્તુતિ કરાયેલ તમને નમસ્કાર હો. તેના લાંબા આયુવાળો સો જીભવાળો પણ કયો માણસ તારા ગુણોને સ્તવવા સમર્થ છે ? તો પછી મારા જેવા જડ બુદ્ધિવાળાનું તો શું પુછવું ? /૧૮ તો પણ શરમને છોડીને મારાવડે તમે હે જિન ! સ્તુતિ કરાયા. મારા ઉપર કરુણા કરીને ઉત્તમ મોક્ષ સુખ આપો. (કરો) l/૧ એ પ્રમાણે સ્તુતિ કરીને સ્થિત થયેલો-વિરમેલો ઈંદ્ર પોતાના સિંહાસન ઉપર બેઠો. ત્યાર પછી ભગવાનના ગુણસમૂહને જોવાથી પેદા થયેલી ભક્તિથી પરવશ બનેલો ઇંદ્ર બોલવા લાગ્યો... અહહ અહો ! દેવો આશ્રર્ય તો દેખો કે જિનેશ્વર મહાવીર સ્વામી જે એકરાતથી ધ્યાનમાં અતિ નિશ્ચલ થઈને રહેલા છે. ૨૦ જો બધા જ દેવોના સૈન્યથી પરિવરેલા ઇંદ્રો ચલાવા લાગે તો કોઈ પણ રીતે તિલતુસ= તસુમાત્ર પણ ધ્યાનથી જિનેશ્વરને ચલાવી ન શકે. ૨૧ જો ભવનપતિ માનવ વિદ્યાધરના સ્વામીઓ કોઈ પણ રીતે ચલાવવા લાગે તો પણ ભગવાન સધ્યાનથી ચલાયમાન ન થાય. /રરા અથવા ત્રણે લોક ભેગા મળીને કોઈ પણ રીતે ચલાવવા લાગે તો પણ સિદ્ધક્ષેત્રની જેમ નિષ્કપ ભગવાન ચલાયમાન ન થાય. ૨૩ ભક્તિભારથી ભરેલા ઇંદ્રના તે વચનને સાંભળીને ઇંદ્ર સમાનિક સંગમક નામનો મિથ્યાત્વથી મોહિત-મુગ્ધ બનેલા મનવાળો અતિઘોરરૌદ્રપરિણામવાળો તે પાપી દેવ ત્યાં વિચારવા લાગ્યો કે ઇંદ્ર રાગથી એમ બોલે છે. ૨પ શું મનુષ્યમાત્રને દેવતાઓ પણ ક્ષોભિત કરવા સમર્થ ન બને? તેથી સાચું જ છે કે-સાચેજ) સ્વામી (ઇંદ્ર) પોતાની ઇચ્છાથી એમ બોલે છે. ૨૬/l. એ પ્રમાણે વિચારીને આ સંગમક દેવ દેવોની મધ્યે બોલવા લાગ્યો કે “ભો ! ભો ! તમે જુઓ આ ઇંદ્ર રાગથી અજુગતું બોલે છે. રક્ષા. કારણ કે જેને (માનવન) ચલિત કરવા માટે ત્રણે લોકને અસમર્થ જુએ–બતાવે છે. આજે જ ભ્રષ્ટયોગતપવાળો મારે વશ થયેલો આને તમે દેખો”. ૨૮ એ પ્રમાણે કહીને ભગવાનની પાસે આવ્યો, તેવા પ્રકારના યોગથી સંપન્ન વીર પ્રભુને જોઇને ક્રોધાયમાન થયેલાએ ધૂળની વૃષ્ટિ કરી. નાસિકા સુધી ધૂળ ચઢી ગઈ તેનાથી પ્રભુનો શ્વાસ સંધાઈ ગયો. “શુભિત થયા - ડગ્યા કે નહીં ?” એ પ્રમાણે તે દુષ્ટ વિર્ભાગજ્ઞાનથી જોવા લાગ્યો, ૩૦ના
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy