SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ મૂળશુદ્ધિ ભાગ-૨ રૂપી વનમાં ભમ્યો. (૧૯૯). તેથી તમે પણ આચાર્યોના શત્રુ-વિરોધી થતા નહીં, કે જેથી ગુણીજનોની ગુણની હીલના દ્વારા ભયંકર ભવનમાં ભમો નહીં.” (૨૦૦). આ બાજુ એ પ્રમાણે સાંભળી સભા ઘણી જ સંવેગ પામી, “ઇચ્છું છું” એમ કહી ધર્મકર્મમાં રત બની (૨૦૧) ભગવાન દઢપ્રતિજ્ઞ પણ અનશન વિધિથી દેહનો ત્યાગ કરી શાશ્વત અતુલ, અનંત પરમ શિવપદને પામશે. (૨૦૨) ગોશાળાના પૂર્વભવો મહાનિશીથના અનુસારે કહ્યા છે, અને શેષ ભવો ભગવતીના અનુસાર વર્ણવ્યા છે. (૨૦૩) - આ તે ગોશાળો તમારી સમક્ષ સંક્ષેપથી વર્ણવામાં આવ્યો. જે ગુણહીલનાથી અનંત સંસાર ભમ્યો. (૨૦૪). એ પ્રમાણે ગુણહીલનાના ભંયકર દુઃખવિપાકને જાણીને ભવ્યસત્ત્વો ! ગુણોની હીલના પ્રયત્નથી દૂર કરજો ગોશાળાની કથા સમાપ્ત છે (સંગમક કથા અત્યારે સંગમકના કથાનકનું વર્ણનકરાય છે...? સ્વર્ગલોકમાં પ્રધાન એવા ૩૨ લાખ વિમાનોથી ખીચોખીચ ભરેલ કષ્ટ પૂર્વક કરી શકાય એવા ૧૨ પ્રકારના તપ, જિનેશ્વરને વંદન પૂજન સ્નાન વગેરે વિવિધ સન્ક્રિયાના સમૂહને કરવા દ્વારા ઉપાર્જિત પાંચ પ્રકારના ઇંદ્રિયને અગોચર વિષય - સુખસાગરનો ઉપભોગ જેમાં રહેલો છે. રૂપ યૌવન લાવણ્ય વર્ણકાંતિથી સંપન્ન એવી દેવાંગનાયુક્ત દેવોના સમુદાયથી સતત સેવાતો, જેમાં દેવસમૂહ મોજ માણે છે, ચમકદાર નેત્રથી દુ:ખે દેખી શકાય, ચિનગારીથી વ્યાપ્ત ભયંકર જવાલાસમૂહથી વેરીને કોળિયો કરનાર એવા વજશસ્ત્રના સ્વામીન ઈંદ્રથી અધિષ્ઠિત, વજ, ઇંદ્રનીલ, મહાનલ કર્કેતન પુષ્પરાગ=પુખરાજ પધરાગ મરકત વગેરે ૧૬ પ્રકારના રત્ન રાશિના ફેલાતાં કિરણોના સમૂહથી નાશ કરાયો છે ભારે અંધકારનો સમૂહ જેનો એવો સૌધર્મ દેવલોક છે. અને ત્યાં અનેક લાખ જોજન લાંબા વિસ્તારવાળા સૌધર્માવલંક મહાવિમાનના મધ્યભાગમાં રહેલી સુવિસ્તૃત સૌધર્મ સભામાં ગોઠવાયેલ શક્રસિંહાસન ઉપર બિરાજમાન, જેને પ્રણામ કરી રહ્યા છે સમસ્ત સામાનિકદેવ ત્રાયઅિંશત્ આરક્ષક પર્ષદા લોકપાલ સેનાધિપતિ, નમેલા આભિયોગિક કિલ્બિસિકના મુકુટના અગ્રભાગથી ખરતા કલ્પવૃક્ષના પુષ્પની માલાથી શોભિત સ્વાભાવિક પાદપીઠ છે, એવો સોધર્માધિપતિ જેટલામાં વિમલઅવધિજ્ઞાનથી દક્ષિણ લોકાઈને જોઈ રહેલો છે તેટલામાં વર્ધમાન સ્વામી દેખાયા તે કેવા છે... શ્રી સિદ્ધાર્થ રાજકુલ રૂપી નિર્મલ આકાશતલના વિસ્તારને પ્રકાશિત કરવામાં નિર્મલ ચંદ્ર સમાન, દેવદાનવ નરેન્દ્રના સમૂહથી જેમના ચરણ યુગલ વંદાઈ રહ્યા છે દુર્ધર એવા સર્વવિરતિના ભારને ધારણ કરનાર પૂર્વ દુષ્કૃત કર્મથી આવી પડેલા દુસહ પરિષહ સહન કરવામાં
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy