SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ તેમજ દાહથી દાઝતો-બળતો મરણ પામશે. (૧૭૮). ત્યાર પછી વનસ્પતિમાં પ્રાય:કરીને કડવાઝાડ વગેરેમાં, ત્યારપછી અનેક પ્રકારના વાયુકાયમાં, (૧૭૯) વળી અંગારા વગેરે અનેક ભેદવાળા તેઉકાયમાં, ખારા અને કડવા અપકાયમાં, પૃથ્વીકાયમાં પ્રાય કરીને કર્કશ હલકા સ્થાનોમાં, સર્વ ઠેકાણે શસ્ત્રથી હણાયેલ, ફરી ફરી મરીને ઉત્પન્ન થશે. (૧૮૧) ત્યાર પછી રાજગૃહનગરની બહાર નોકરડી (ગધેડી) બનીને અથવા બકરી બનીને શસ્ત્રથી હણાયેલી રાજગૃહનગરની અંદર દાસી (ગધેડી) થશે. ત્યાર પછી જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિધ્યાચલપર્વતની તળેટીમાં વિભેલ ગામમાં બ્રાહ્મણ કુલમાં પુત્રી થશે. (૧૮૩) યૌવન પામે છતે પ્રતિરૂપ-રમ્યઅને યોગ્ય વયવાળા બ્રાહ્મણ સાથે તેણીના માબાપ લગ્ન કરાવશે. (૧૮૪) તે બાલા પોતાના ધણીને પ્રાણોથી પણ અધિક પ્યારી હશે. ગર્ભવતી તેણીને પિયર લઈ જતા તે દાવાનલથી બળશે. (૧૮૫). અગ્નિકુમાર અસુરમાં ઉત્પન્ન થશે, ત્યાંથી આવી મનુષ્યમાં ઉત્પન્ન થઈ શુદ્ધ બોધિને મેળવશે. (૧૮૬) અને ચારિત્ર લઈ અને વિરાધીને દક્ષિણ તરફના અસુરકુમારમાં ઉત્પન્ન થઈ ત્યાંથી ચ્યવી મનુષ્ય થશે. (૧૮૭) પૂર્વક્રમથી ચારિત્ર લઈ, વિરાધીને, મરીને દક્ષિણના નાગકુમારમાં ઉત્પન્ન થશે. એમ મનુષ્યના આંતરે વિરાજિતવ્રતવાળો ગોશાળાનો જીવ પોતે કરેલા કર્મની પરિણતિના વાશથી અગ્નિકુમારને છોડી સર્વદક્ષિણના ભવનપતિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મનુષ્ય થઈ ચારિત્ર પાળી પહેલા દેવલોકમાં દેવ થશે, ત્યાંથી પણ ઍવેલો ફરી મનુષ્ય થશે (૧૯૦) અવિરાધિત ચારિત્રવાળો તે સનકુમારમાં દેવ થશે, આ જ ક્રમે બ્રહ્મદેવલોકમાં જશે. (૧૯૧) એ જ પ્રમાણે મહાશુક્રમાં તથા આનત આરણ દેવલોકમાં, ત્યાંથી મનુષ્ય થઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં જશે. (૧૯૯૨) ત્યાંથી પણ ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમકુલમાં દેવસમાનરૂપવાળો કુમાર થશે. (૧૯૩) નામથી દઢપ્રતિજ્ઞ યૌવનને પામેલો, વિષયમાં નહીં રમતો, શાંત થયેલા પાપવાળો ગુરુના ચરણમાં સાધુ થશે. (૧૯૪). અપૂર્વ ક્ષપકશ્રેણીના ક્રમથી કેવલજ્ઞાન પામશે. ત્યારે દઢપ્રતિજ્ઞ નામનો કેવલી થશે. (૧૫) અને તે અવસરે કેવલજ્ઞાન દ્વારા પોતાનો ભૂતકાળ જાણીને શ્રમણ સંઘને ભેગો કરી એ પ્રમાણે કહેશે કે – “ભો ભો, અહીંથી અનંતકાળ પહેલા હું ઈશ્વર નામે અગીતાર્થ સાધુ હતો અને ત્યાં જિનેશ્વર, ગણધર, પ્રત્યેક બુદ્ધ વગેરેની આશાતના કરીને અનંત સંસાર ભમી હું મંખલીપુત્ર ગોશાળો થયો. (૧૯૮) અને ત્યાં પ્રમાદને વશ થયેલો જિનેશ્વરનો કટ્ટર વિરોધી થઈને તથા સાધુઓને હણીને સંસાર
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy