SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ४० ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ કરીને ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ઘણા ચતુર્થભક્ત, છઠ, અઠમ, ચાર ઉપવાસ પાંચ ઉપવાસ વગેરે તપકર્મથી આત્માને ભાવિત કરીને ઘણા વર્ષ ચારિત્ર પાળીને છેલ્લે એક મહિનાની સંખનાથી કાલ કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં અજઘન્યઉત્કૃષ્ટ = જઘન્ય અને ઉત્કૃષ્ટ બને સમાન એવી ૩૩ સાગરોપમસ્થિતિવાળા દેવ થશે. ત્યાંથી ચ્યવીને સીધા મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. તે ભગવન્! સુમંગલમુનિ દ્વારા ભસ્મસાત કરાયેલ વિમલવાહન રાજા ક્યાં પેદા થશે ? હે ગૌતમ નીચે સાતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકમાં નારક તરીકે પેદા થશે. ત્યાંથી નીકળી માછલી થશે. ત્યાં શસ્ત્રથી વીંધાશે અને દાહ પેદા થવાથી-ફેલાવાથી, કાળ કરીને બીજી વાર પણ નીચે સાતમી નારકીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળો નારક થશે. ત્યાંથી નીકળીને બીજી વાર પણ માછલો થઈને શસ્ત્રથી હણાયેલો છઠ્ઠી તમાનામની પૃથ્વીમાં જશે. (૧૬૩) છઠ્ઠી પૃથ્વીથી નીકળી સ્ત્રી થશે. ત્યાં પણ શસ્ત્રથી વીંધાશે, ફરીથી પણ છઠ્ઠીમાં જશે. (૧૬૪) ત્યાંથી નીકળી બીજાવાર પણ સ્ત્રી તરીકે થઈને પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં નારકી થશે. (૧૬૫) ત્યાંથી આવીને મહાવિષવાળી સાપ જાતિમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રથી વધુ પામશે અને બીજીવાર પણ પાંચમીમાં જશે. (૧૬૬) ફરીથી સાપ થઈને ચોથીમાં ઉત્પન્ન થશે, ત્યાંથી સિંહ થઈને ચોથી નારકીમાં જશે. (૧૬૭). ત્યાંથી નીકળી બીજી વાર પણ સિંહ થઈને ત્રીજી પૃથ્વીમાં જશે. ત્યાંથી આવેલો પક્ષી થશે. (૧૬ ૮). ત્યાં પણ શસ્ત્રથી હણાયેલો બીજીવાર પણ ત્રીજમાં જશે. બીજી વારપણ પક્ષી થઈને બીજીમાં જશે. (૧૬૬). ત્યાંથી સરીસર્પ જાતિમાં ઉત્પન્ન થઈને ફરીથી પણ બીજીમાં જશે. બીજીવાર સરીસર્પ જાતિમાં ઉત્પન્ન થઈને પહેલી પૃથ્વીમાં જશે. (૧૭૦). ત્યાંથી નીકળીને સાપ થઈને મરીને અસંજ્ઞી થઈને ફરીથી પણ પહેલી પૃથ્વીમાં જશે. (૧૭૧) પહેલીમાંથી નીકળીને સંકોચાયેલી પાંખવાળી, રૂવાટાની પાંખવાળી, ચામડાની પાંખવાળી, ખુલ્લી પાંખવાળી પક્ષીઓની જાતિમાં શસ્ત્રથી હણાયેલો, દાહથી બળેલો પાપકર્મના નિમિત્તે અનેક વાર મરી મરીને ત્યાંના ત્યાં જ પેદા થશે (૧૭૨) - ત્યાર પછી ભુજપરિસર્પ એવા ગોહ, નોળિયા વગેરેમાં, ત્યાર પછી સાપ અજગર વગેરે ઉરપરિસર્પના જાતિમાં, ત્યારપછી એક ખરીવાળા -ગધેડા વગેરે, બે ખરીવાળા - ગાય, ભેંસ વગેરે, ગડિપાદવાળા-હાથી, ઊંટ વગેરે, સનખપદ = નહોરવાળા-સિંહ, ચિત્તો ઈત્યાદિ ચઉપગામાં મરીને અનેકવાર પેદા થશે. (૧૭૫) ત્યાંથી માછલી, કાચબો, મગર ઇત્યાદિ જલચર જાતિમાં, ગ્રાહ, સુસુમાર, નક્રચક્ર – હાથીને પણ ખેંચીલે એવા શક્તિશાળી મગર-તેનો સમૂહ વગેરેમાં, અનેક પ્રકારના ચઉરિદ્રિયમાં પેદા થઈને ત્યાર પછી તે ઇંદ્રિયમાં, ત્યાર પછી બેઇંદ્રિયમાં (૧૭૭). આ બધાની જાતિઓમાં અનેકવાર મરણ પામ્યો અને ઉત્પન્ન થયો, ત્યાં સર્વત્ર શસથી વધ્ય
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy