SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ જિનેશ્વરની આશાતના કરી, તે મેં ઘણું જ ખરાબ કર્યું. તેથી મારે પારવગરના સંસારમાં ભમવું પડશે (૧૩૧) એ પ્રમાણે વિચારીને ફરીથી પણ સ્થવિરોને બોલાવીને વિવિધ સોગંધ દ્વારા પાકુ કરાવીને એ પ્રમાણે કહે છે. (૩૩૨). ભો ભો મને કાળધર્મ પામેલો જાણીને મોઢા ઉપર ત્રણવાર લાત મારી ત્યાર બાદ ડાબા પગમાં દોરી બાંધીને, કાળા બળદો દ્વારા નગર મળે જમાડીને ત્રણ માર્ગ, ચાર માર્ગ, ચૌટા ઉપર આમ બોલજો : (૧૩૪). કે આ ગોશાળો મખલિપુત્ર જ છે, જિન નથી, કેવલી નથી, પોતાના માટે ખોટો જિનશબ્દ વાપરનારો છે, જિનેશ્વરનો શત્રુ - દ્રોહી, પાપી, સાધુ મહાત્માનો ઘાતક અત્યારે છદ્મસ્થ જ મરણ પામ્યો છે.” એમ બોલીને શરીરને છોડી દેજો (૧૩૬) એ પ્રમાણે બોલતા જ તે મરણ પામ્યો, તે સ્થવિર પણ તે હકીકત જાણી જલ્દીથી કુંભારવાડાના દરવાજા બંધ કરી દે છે. (૧૩૭) ખડીથી શ્રાવસ્તીનગરી દોરીને ત્રણ માર્ગ અને ચાર માર્ગમાં માટિના કાળા બળદ દ્વારા ભાડે છે અને એ પ્રમાણે બોલે છે કે “આ મંખલિપુત્ર છે” ઇત્યાદી રીતે સોગંધનો છૂટકારો કરીને ધીરે ધીરે ત્યાંથી મહાવિભૂતિથી બહાર કાઢે છે. (૧૩૯) અને આ બાજુ ભગવાન મહાવીર શ્રાવસ્તીથી નીકળી મિંઢિકગામ નગરમાં ગયા. ત્યાં સાતકોષ્ટક ઉદ્યાનમાં સમોસર્યા. ત્યાં ભગવાનને મોટા રોગ આતંક પ્રગટ થયા અને વળી રુધિરની સાથે અતિસાર, દાહ, દુસહ પિત્તજવર એક સાથે આ (રોગો) ભગવાનના શરીરમાં પેદા થયા. (૧૪૦) તે દેખીને ઘણા લોકો કહેવા લાગ્યા. “આ પ્રમાણે ખરેખર ભગવાન મહાવીર ગોશાળાની તેજોલેશ્યાથી પરાભવ પામેલા છતાં દાહના ફેલાવાથી છદ્મસ્થપણે જ કાળ કરશે. અને આ બાજુ તે નગરમાં સાલકોષ્ટકની નજીકમાં માલુકા નામની લતાની વાડી છે. ઘણા ગુચ્છ, ગુલ્મ, વેલડીથી વ્યાપ્ત, વિવિધ વૃક્ષોથી યુક્ત ફલ પુષ્પપાંદડાથી યુક્ત વાદળના ખંડની જેમ ઘણી કાળી છે. (૧૪૧). તે માલુકાકચ્છકની નજીકમાં સિંહ નામના અણગાર આતપના લઈ રહ્યા છે. અને વળી... તપથી સુકવી નાખ્યું છે. મનોહર અંગ જેણે, હાથ ઉંચા કરી સુરજ સામે રહેલો, નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠના તપકર્મથી ધર્મધ્યાને ચડેલો, નિશ્ચલ લોચનવાળો, આશંસા વગરનો મનવચનકાયથી ગુપ્ત તે મહાત્મા આતાપના લે છે. (૧૪૨) ધ્યાનમાં રહેલા તેમને ચિંતા થઈ કે એ પ્રમાણે ખરેખર મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીરના શરીરમાં મોટા રોગ આતંકો પેદા થયા છે. તેથી જે કોઈપણ રીતે કાળ કરશે તો અન્ય મતવાળા બોલશે કે “ગોશાળાએ કહ્યું તેમ આ છબસ્થપણે જ કાળધર્મ પામ્યા” અને આવા પ્રકારના માનસિક મહાદુઃખથી પરાભવપામેલા છતાં આતાપના ભૂમિથી ઉતરી માલુકાકચ્છકવાડીમાં પેસી મોટે આવાજે કુહકુહ કરતો જોરથી રડ્યો. ત્યારે ભગવાને પોતાના સાધુઓને કહ્યું કે “ભો ! સિંહ અણગાર આવા પ્રકારના દુઃખથી પરાભવ પામેલો (માલુકાકચ્છક)વાડીની અંદર
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy