SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૩૭ રડે છે, તેથી જલ્દી બોલાવો.” તેઓ પણ “તહત્તિ” કહીને ત્યાં જાય છે. સિંહઅનગારને એ પ્રમાણે કહે છે : “હે સિંહ ! શ્રમણ ભગવાન મહાવીર તને) બોલાવે છે”. તે પણ “હું ઈચ્છુ છું” એમ કહીને આવ્યો ભગવાનને વાંદીને બેઠો ત્યારે ભગવાને કહ્યું “હે સિંહ I તું અધીરો થા મા, હું ખરેખર ગોશાળાના તપ તેજથી અભિભવ પામેલો છ મહિનાની અંદર મરણ પામવાનો નથી. અત્યારથી સાડાપંદર વર્ષ વિચરીશ. તેથી તે સિંહ ! તું મિંઢિકગામ નગરમાં રેવતી ગાથાપત્નીને ઘેર જા ત્યાં તેણીએ બે ઉસભ કુરકો રાંધ્યા છે તેમાંથી એક બીજોરાપાક મારા નિમિત્તે તૈયાર કરેલ છે, તેનાથી (મારે) પ્રયોજન નથી. બીજું પોતાના માટે કુષ્માંડવડે પાક =બીજોરાપાક બનાવ્યો છે, તેનાથી પ્રયોજન છે. તેથી તું યાચના કરજે.” ત્યારે તે સિંહ હરખાયેલો તુષ્ટ થયેલો ત્યાં ગયો. અને રેવતીવડે તે આવતો દેખાયો અને દેખીને હર્ષઘેલી બનેલી ઉઠીને સામે ગઈ. પ્રદક્ષિણા કરી વાંદે છે. અને કહે છે આદેશ ફરમાવો, આવવાનું શું પ્રયોજન છે ?” સિંહ અનગારે કહ્યું હે દેવાનુપ્રિયે ! જે તે વૈદ્યના ઉપદેશથી બે ઉસભyડકા-કુરિયા(=વૈદ્યયિક શાસ્ત્રાનુસાર બનાવેલ કોળાનું મિષ્ટાન્ન) રાંધ્યા. તેમાંથી જે ભગવાનના નિમિત્તે કર્યો છે તે રહેવા દો, અને જે પોતાના માટે બનાવ્યો છે તે જ આપ. રેવતિએ કહ્યું “હે સિંહ આ કોણ જ્ઞાની છે ?” જેણે મારું આ રહસ્ય તને કહ્યું ? સિંહે કહ્યું “હે ભદ્ર ત્રણ લોકના બંધુ ભગવાને મને મોકલ્યો છે. તેઓશ્રીએ જ મને આ રહસ્ય કહ્યું છે”. ત્યારે હરખાયેલી રેવતી શ્રાવિકા તે લાવીને સિંહ અનગારના પાત્રમાં વહોરાવે છે. અને પાત્ર, ચિત્ત અને વિત્તથી શુદ્ધ એવા તે દાનવડે રેવતીએ સંસાર ટૂંકાવ્યો અને દેવાયુ બાંધ્યું. ત્યારે તે સિંહ અનગાર તે ઓષડને લઈને ભગવાન પાસે જઈને તે બધુ ઔષધ ભગવાનની હથેળીમાં મૂકે છે. ભગવાન્ પણ મૂચ્છ વિના તેનો આહાર કરે છે. તેના દ્વારા ભગવાનના રોગ આતંકો જલ્દી શાંત થયા, ફરી નવાશરીરવાળા ભગવાનને દેખી શું થયું... (ખબર છે) અને વળી (તો સાંભળો) બધા સાધુ ખુશ થયા, સાધ્વીઓ હર્ષ પામી, શ્રાવકો ઘણા જ પ્રફુલ્લિત બન્યા, શ્રાવિકાઓ પણ હરખાઈ. (૧૪૪) દેવો સંતુષ્ઠ થયા, બધી દેવીઓ આનંદ પામી, ઘણું કહેવાથી શું આખુંય ત્રણ જગત આનંદ આનંદ પામ્યું. (૧૪૫). સ્વસ્થ શરીરવાળા ભગવાનને જાણીને ભગવાનને ગૌતમે પુછ્યું “હે ભગવાન ! જે આપશ્રીનો શિષ્ય સર્વાનુભૂતિ અનગાર જેને ગોશાળાએ તપતેજથી બાળી નાખ્યો તે મરીને ક્યાં ઉત્પન્ન થયો.” ભગવાને કહ્યું “હે ગૌતમ સહસ્ત્રાર દેવલોકમાં ૧૮ સાગરોપમ આયુષ્યવાળો, દિવ્યકાંતિને ધારણ કરનારો દેવ થયો છે. અને ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મોક્ષે જશે”. ફરીથી પણ ગૌતમે પૂછ્યું “જો એમ છે તો સુનક્ષત્રમહર્ષિ ક્યાં ગયા ?” ભગવાને કહ્યું “હે ગૌતમ ! અશ્રુત કલ્પમાં ૨૨ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો છે. તે પણ મહાવિદેહમાં સિદ્ધ થશે”. ફરીથી પણ ગૌતમસ્વામીએ પૂછ્યું : “તે તમારો દુષ્ટશિષ્ય સંખલિપુત્ર ગોશાળો પોતાના તપતેજથી દાઝયે છતે મરીને ક્યાં ગયો” ? ભગવાને કહ્યું : “હે ગૌતમ ! અરિહંતનો દ્રોહી સાધુનો ઘાતક ઘણું અશુભકર્મ નિકાચિત કરીને આયુષ્ય કર્મના બંધકાલે પશ્ચાતાપ કરનારો ૨૨ સાગરોપમની સ્થિતિવાળો અશ્રુતકલ્પમાં કિલ્બિસિક - હલકી કોટિના આભિયોગિક=નોકર દેવ થયો. તે પણ
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy