SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૩૫ પાછો ફરીને જયાં શ્રાવસ્તી નગરી છે જયાં હાલાહલાનો કુંભારવાડો છે ત્યાં આવે છે. ત્યારે શ્રાવસ્તીના ઘણા લોકો એક બીજાને એ પ્રમાણે કહેવા લાગ્યા કે અત્યારે શ્રાવસ્તી નગરીના કોષ્ટક ઉદ્યાનમાં બે જિનેશ્વરો પરસ્પર વાર્તાલાપ કરે છે. એક કહે છે “તું પહેલા કાળધર્મ પામીશ” બીજો કહે છે તે પહેલા મરણ પામીશ.” તેમાં કોણ સમ્યક્વાદી છે. અને કોણ મિથ્યાવાદી છે ? તેમાં જે પ્રધાનવર્ગ છે તે ભગવાનને સમ્યક્રવાદી કહે છે, ગોશાળાને મિથ્યાવાદી કહે છે. અને તે કુંભારવાડામાં ગોશાળો શું કરવા લાગ્યો તે જોઈએ.. આમળાના ફળને હાથમાં લઈ (મદિરા પાત્રને હાથમાં લઈ) વિવિધ જાતના મદિરાપાનને કરતો વારંવાર ગાતો - નાચતો રમે છે. (૧૨૩) તે કુંભારણને વારંવાર હાથ જોડે છે. ઠંડી માટી અને પાણીથી શરીરને સિંચન કરે છે. (૧૨૪) એ પ્રમાણે દાહથી પીડાયેલો પોતાની તેજોવેશ્યાથી બળતો આવા પ્રકારની ચેષ્ટાઓ કરતો જેટલામાં રહેલો છે, (૧૨૫). તેટલામાં અત્યંપુલ નામનો આજીવિકા મતનો ઉપાસક રાત્રે શંકા પેદા થતા પોતાના ધર્માચાર્ય પાસે આવ્યો. અને તે ગોશાળાને તેવા પ્રકારની ચેષ્ટામાં પરાયણ દેખી શરમાયેલો ધીરે ધીરે સરકી જાય છે. પાછા ખસતા એવા તેને આજીવિક મતના સ્થવિરો એ પ્રમાણે કહેવા લાગ્યા” હે અયપુલ ! આ બાજુ આવ”, અયંપુલ તેમની પાસે ગયો. તેઓએ કહ્યું “હે ભદ્ર તને રાત્રિમાં આવો સંશય પેદા થયો કે હલ્લાનો આકાર કેવો હોય છે ? હે ભદ્ર ! શું આ સાચું છે કે ખોટું ?” અયપુલે કહ્યું “સત્ય છે.” ત્યારે તેઓએ કહ્યું “જો એ પ્રમાણે છે તો પોતાના ધર્માચાર્ય ગોશાળાને પાસે જઈને પુછ. કારણ કે તારા ધર્માચાર્ય સિદ્ધ ગમન ઈચ્છતા અપૂર્વક્રિયાને કરતા રહેલા છે. ત્યાર તે ખુશખુશાલ થયેલો ગોશાળા પાસે ગયો, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ગોશાળાને વંદન કરી બેઠો. ત્યારે ગોશાળાએ કહ્યું” હું ભો ! આજે પૂર્વરાત્રીના સમયે કુટુંબ જાગરિકા કરતા તને આવો સંશય પેદા થયો કે હલ્લા કેવી હોય ? ત્યારે શંકાશીલ મનવાળો તું જલ્દી મારી પાસે આવ્યો. હે ભદ્ર તે સત્ય છે ?" હા સત્ય છે”. “જો એમ છે તો (સાંભળ) હલ્લા વસીમૂલના આકારવાળી હોય છે”. એ પ્રમાણે છેદાયેલ સંશયવાળો ખુશ ખુશ થયેલો ઘેર ગયો. ગોશાળો પણ આજીવિક સ્થવીરોને બોલાવીને કહે છે કે “હં ભો ! મને કાલધર્મ પામેલો જાણીને સુરભિશીતલ પાણી દ્વારા સ્નાન કરાવજો સુંગધી ગોશીર્ષ ચંદન દ્વારા વિલેપન કરજો, (૧૨૬) વિવિધ આભૂષણોથી શણગારજો, તથા શ્રેષ્ઠ હંસલક્ષણ વસ્ત્રનું પરિધાન કરાવજો, અને પુષ્પોથી પૂજા કરજો. (૧૨૭) શ્રાવસ્તીનગરીના મધ્યભાગથી “ચોવીસ જિનેશ્વરોમાં આ ચોવીશમો જિનેશ્વર મહાત્મા કેવલજ્ઞાન દ્વારા ભવ્યસમૂહને પ્રતિબોધ પમાડી અત્યારે શાશ્વતસ્થાનને પામ્યો છે.” એ પ્રમાણે બોલતા બોલતા મોટી ઋદ્ધિથી મહાનિર્ગમ પરિત્યાગને કરજો .” તે આજીવિક સ્થવિરો પણ તેના વચનને આજ્ઞાથી વિનયથી સ્વીકાર કરે છે. ત્યારે તે ગોશાળાને સાતમો દિવસ આવતા ચિંતા પેદા થઈ. હું અજિન છતાં જિન કહેવડાવનારો, હું પાપી પાપકર્મને કરનારો, હું ઋષિનો ઘાતક છું, જિનેશ્વરના અવગુણ બોલનારો અને દ્રોહી છું, (૧૩)
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy