SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ મૂળશુદ્ધિ ભાગ-૨ આ બાજુ તે જ નગરીમાં રાજાને પૂજાપાત્ર – સન્માનપાત્ર કપિલ નામનો પુરોહિત છે. તેની સાથે સુદર્શનની જોરદાર મૈત્રી છે. પ્રાયઃ કરીને કપિલ સુદર્શનની પાસે જ રહે છે. તેથી એક દિવસ કપિલા નામની પત્નીએ કપિલને પૂછ્યું કે “તમે (આખો દિવસ) ક્યાં રહો છો ? પોતાની આવશ્યક વેળાને પણ જાણતા નથી. તેણે કહ્યું “હે ભદ્રે ! સુદર્શન પાસે,” ‘તે બોલી તે સુદર્શન કોણ છે ? તે કપિલ બોલ્યો “અરે ! અત્યાર સુધી તે સુદર્શનને પણ ન જાણ્યો ? અહો, તારું જીવન નિષ્ફળ છે. કપિલા> એમ હોય તો અત્યારે પણ જણાવી દો ને. કપિલે કહ્યું કે આમ છે તો તું સાંભળ,... રૂપથી કામદેવ, તેજથી સૂર્ય, ચંદ્ર જેવી શુભ કાંતિવાળો, શૂરવીર, સરળ સ્વભાવી, સુભગ, પ્રિયવાદી પહેલીજ ક્ષણે સુંદર આભાસ કરાવનારો, ૨૦ના ઘણું શું ? એક પણ ગુણથી તેણે ત્રિભુવન જીતી લીધું છે. ગુણોમાં ચૂડામણિરત્ન સમાન એવા શીલને જે ડગ્યા વગર ધારણ કરે છે. ૨૧. અથવા બ્રહ્માએ તેને સર્વ ગુણમય જ ઘડ્યો લાગે છે. અમારા જેવા મંદ બુદ્ધિવાળા તેને ક્યાંથી વર્ણવી શકે ? ll૨૨ એ પ્રમાણે તેના ગુણનું વર્ણન સાંભળી તે કપિલાને પરોક્ષ અનુરાગ થયો, દરરોજ તેના સંગમના ઉપાયને વિચારે છે. એક દિવસ રાજાની આજ્ઞાથી કપિલ બીજે ગામ ગયો. તેથી કપિલા સુદર્શન પાસે ગઈ. અને કપટથી કહ્યું કે “હે આર્ય ! તારો મિત્ર મોટા શારીરિક કારણે તારી પાસે આવ્યો નથી. તમારા વિરહથી ક્ષણ માત્ર પણ ધૃતિને પામતા નથી. એથી તમને બોલાવા માટે મને મોકલી છે. તેથી જલ્દી આવો.” સુદર્શન પણ “મેં શારિરીક કારણ જાણ્યું નથી” એમ બોલતો સંભ્રમ પૂર્વક ઉઠી તેની સાથે જ તેના ઘેર ગયો. તેને પૂછ્યું કપિલ ક્યાં છે? તેણીએ કહ્યું અંદર છે. કોઈપણ જાતના વિકલ્પ વિના નિઃશંકપણે અંદર પ્રવેશ્યો. ફરીથી પણ પૂછ્યું “કપિલ ક્યાં છે.” ! તેણીએ કહ્યું “હજી અંદર છે.” ત્યાં પણ પેઠો નહીં દેખાતા ફરીથી પણ પૂછ્યું “કપિલ ક્યાં છે ?” ત્યારે તેણીએ દ્વાર બંધ કરીને ઉત્તરિય વસ્ત્રથી ઢંકાયેલા હોવા છતાં પણ કામને ઉદ્દીપ્ત કરનારા પોતાના અવયવોને થોડાક ખુલ્લા કરી ફરીથી ઢાંકતી, દ્રઢ બંધવાળા નિવિબંધને શિથિલ કરીને ફરીથી બાંધતી ઘણા જ ચપલ કટાક્ષ વિક્ષેપ સાથે દ્રષ્ટિ ક્ષોભને આપતી આ બોલી અહીં કપિલ નથી, અને તેનાથી શું કામ છે ? કપિલાનું જ પ્રથમ પ્રતિજાગરણ કરો.” સુદર્શને કહ્યું “કપિલાનું શું પ્રતિજાગરણ કરવાનું છે ?” તે બોલી.. હે સુભગ ! જ્યારથી માંડી કપિલે તમારા ગુણો મને કહ્યાં છે ત્યારથી માંડી કામદેવ મને બાણો વડે તાડન કરે છે. ૨૩ી આટલો કાળ હે નાથ ! તારા સંગમ માટે ઉત્સુક રહેલી છું, આજે વળી કપટથી મારા પુણ્યથી અહીં આવ્યા છો. તારા વિરહથી તપેલા આ મારા અંગોને તેથી તે સુભગ ! કરુણાકરી પોતાના સંગમ રૂપી પાણીથી શાંતઠંડા-શીતલ કરો.' પો. ત્યારે પરમાર્થ - વાસ્તવિકતા કળીને તેમાં ઉત્પન્ન થયેલ મતિ માહાસ્યથી દુર્લલા કરવામાં વિચક્ષણ સુદર્શને વિષાદપૂર્વક કહ્યું કે “ભદ્ર ! મોહવશ બનેલ પ્રાણીઓને આ યુક્ત છે, પરંતુ હું તો નામર્દ છું, પુરુષવેશે વેશ પરાવર્તન કરીને લોકમાં રહું છું. ત્યારે વિરક્તચિત્તવાળી તેણીએ દ્વાર આપીને કહ્યું જો એમ છે તો જલ્દી નીકળ - નીકળીને સુદર્શન પોતાના ઘેર ગયો અને એમાં
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy