SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ મનોરમા કથા ૨૦૫ વિચારવા લાગ્યો. અને વળી... અહહ અહો ! નારીઓને અકાર્ય કરવામાં અધિક ઉદ્યમ હોય છે, અવિવેકની બહુલતા હોય છે અને સાહસ અને કપટની ખાણ નારી છે. રદી અથવા યુવતિના અસમંજસ કાર્યોને કોણ પૂછે છે ? જેઓના શરીરમાં દોષોની ખાણ એવો કામ વસે છે. (એટલે તેજ આ બધું કરાવે છે.) દુષ્ટ ચરિત્રનું મૂળ, નરકનો મોટો માર્ગ તથા મોલમાં ભારે વિદ્ભકારી નારીને સદા દૂર રાખવી. ૨૯. તેથી આજે તે પાપકર્મવાળીથી હું જરીક ઠગાયો. અથવા આ બધુ વિચારવાથી શું? કાર્યમાં જ નિશ્ચય કરું. ૨૭ી. તેથી સર્વથા આ નિશ્ચય કે આજથી માંડી ક્યારેય પણ બીજાના ઘેર એકલા ન જવું. એમ નિશ્ચય કરી પોતાના ધર્મકર્મમાં ઉદ્યત થયો. હવે ક્યારેક ઈંદ્ર મહોત્સવ આવ્યો, ત્યારે ક્રીડા નિમિત્તે સુદર્શન અને કપિલ સાથે તેમજ નગરવાસીઓ સાથે રાજા બગીચાની શોભાને જોવા-માણવા માટે નીકળ્યો. આ બાજુ રાજા. દધિવાહનની પટ્ટરાણી અભયા તે કપિલાની સાથે મૂલ્યવાન પાલખીમાં આરુઢ થયેલી રાજાની પાછળ જાય છે. સુદર્શનની પ્રિયતમા મનોરમાં છ પુત્રોથી પરિવરેલી રોહિણી, ચંદ્રની પત્ની - જ્યોત્સના જેમ તારલાઓથી યુક્ત હોય તેવી શ્રેષ્ઠ પાલખીમાં આરુઢ થઈ નિકળી. તેને દેખીને કપિલાએ પૂછ્યું “હે સ્વામિની ! (રાણી - સાહેબા) આ કોણ છે ? સમસ્ત વનરાજીમાં કલ્પલતા સમાન પોતાના શોભા સમૂહથી બધાનો તિરસ્કાર કરતી જઈ રહી છે ?' રાણીએ કહ્યું “હલા ! જગપ્રસિદ્ધ પણ આને તે ઓળખી નહીં ? આ તો સુદર્શનની પ્રિયા છે. ત્યારે કપિલાએ કહ્યું જો આ સુદર્શનની પ્રિયા હોય તો આની હોશિયારી કહેવાય કે જેણીએ આટલા પુત્રો ઉત્પન્ન કર્યા. રાણીએ કહ્યું એમાં ચતુરાઈ શેની ? પોતાના પતિના પ્રસાદથી પ્રાપ્ત સુરત સુખવાળી તે અખંડ રીતે પુત્રોને ઉત્પન્ન કરે છે.' કપિલાએ કહ્યું “એ તો સાચું છે, પરંતુ આ સુદર્શન તો નપુંસક છે.” રાણીએ કહ્યું – તે આ કેવી રીતે જાણ્યું ? “આ ઘટના ક્રમ દ્વારા મારા વડે તે જણાયો.' અભયા બોલી જો એમ છે તો તું બિચારી બ્રાહ્મણી કામશાસ્ત્રના અભ્યાસ વગરની હોવાથી ઠગાઈ ગઈ. કારણ કે તે પરસ્ત્રી પ્રત્યે નપુંસક છે, પરંતુ પોતાની પત્ની માટે નહીં.” ત્યારે વિલખી પડેલી કપિલાએ હસીને કહ્યું જોહું કામશાસ્ત્રને ભણેલી નથી એથી ઠગાઈ, તુંતો કામશાસ્ત્રમાં હોશિયાર છે, તેં શું નવીનતા કરી બતાવી ?” અભયા બોલી “એમાં શું શંકા ? હું અતિશય કરી બતાવું છું.” કપિલા બોલી હે દેવી! - રાણી સાહેબા ! શૌભાગ્યનો ઘણો ઘમંડ ન કરવો. અભયા બોલી જેનું પોતાનું સામર્થ્ય હોય છે તે ગૌરવ-અભિમાન કરે છે. “કપિલા બોલી તારા સામર્થ્યને હું જાણું છું. જો આમ છે તો સુદર્શનને રમાડ'. રાણી બોલી “હલા! જો આને ન રમાડું તો જાવજીવસુધી સ્ત્રીભાવનો અંત કરીને હું બળબળતી આગમાં પ્રવેશ કરીશ.” ૩૦ એ પ્રમાણે બોલતી તે બંને ઉદ્યાનમાં ગઈ લાંબા સમય સુધી ક્રીડા કરીને પોતાને ઠેકાણે ગઈ. ||૩૧ાા ત્યારે અભયા રાણીએ પોતાની પંડિતા નામની ધાવમાતાને કહ્યું કે “મા ! મેં આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે, તેથી તે પ્રમાણે કરો કે તેની સાથે સંપર્ક થાય. પંડિતા બોલી તે સારો વિચાર
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy