SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ મનોરમા કથા ૨૦૩ મૂળશુદ્ધિ ભાગ-૨ જેમ રાજહંસો નાસવા લાગ્યા. સ્વભાવથી મલીન એવા દુર્જનોનો કપટથી કોમલ અવાજ નીકળે તેમ મોરલાઓનો કોમળ કેકારવ પ્રગટ થયો. યુદ્ધના રોષથી વિકરાલ સુભટ જેમ તીક્ષ્ણ શસ્ત્ર સમૂહને મૂકે તેમ વાદળો પાણીની ધારાના સમૂહને મૂકે છે, કુલટાનારીની જેમ નદીઓ ઉભયકુળનો નાશ કરવામાં તત્પર, અંદરથી કલુષિત,કુટિલ ગતિએ ગમન કરનારી, નીચા માર્ગે જનારી, વિપરીત બની ગઈ. જમીન ભેદી બહાર નીકળેલા નવા ઘાસના અંકુરથી આંતરા વગર ઇંદ્રગોપ મામણમુંડા, ગોકાળગાય વગેરેથી વ્યાપ્ત ભૂમિપીઠ જાણે જેમાં વૈસૂર્યરત્ન જડવામાં આવ્યા છે એવી મરકતમણીથી બનાવેલી લાગે છે. ૧૨ ઉગ્ર વિજળી રૂપી દંડને ધારણ કરી કૃતાંત જેવો કાળો વાદળનો સમૂહ મોટા શબ્દે ગર્જના કરતો વિરહીજનોને મારે ફટકારે છે. ।૧૩। પોતે દેખવા છતાં જડવડે (જલવડે) કમળની પ્રિયા હણવામાં આવી તેથી લજ્જાથી શૂરવીરની જેમ સૂરજ પોતાના રૂપને છૂપાવે છે. ૧૪॥ આવા વર્ષાકાળે પણ સુભગ ભેંસો લઈને વનમાં ગયો. ફરી સંધ્યાટાણે પોતાના ઘેર.તરફ આવવા પ્રવૃત્ત થયો. વચ્ચે સુભગે ઘોડાપૂરથી આવેલી મોટી નદી દેખી. તેથી તે નદીને દેખી જરીક ગભરાયો. એટલામાં તો ભેંસો ૫૨મૂળમાં અન્ય ક્ષેત્રમાં અડધી પેસી ગઈ. તેથી નવકાર ભણતા તેણે ઝટ દઈને નદીમાં ઝંપલાવ્યું અને ત્યાં કાદવમાં પડેલા નહીં દેખાયેલા ખદીરના મોટા લાકડાના ખીલ્લાવડે હૃદય ઉપર વીંધાયો. પંચ નમસ્કાર ગણવામાં તત્પર તે સુભગ મર્મ પ્રહારથી મરણ પામ્યો. અને પોતાના સ્વામીના ઘેર ઋષભદાસ શેઠની પત્ની અર્હદાસીની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેણે બે મહિના જતા દોહલો ઉભો થયો. અને વળી..... જિનેશ્વરના બિંબ ભરાવીને ૫૨મ સત્કારપૂર્વક વાંદુ, સ્નાન વિલેપન યાત્રા મહોત્સવોને દેખું. ૧૫॥ મુનિવરોને ભક્તિભાવથી વહોરાવીને સતત નમસ્કાર કરું, શ્રમણ સંઘને પૂજુ, દીનોને દાન આપું. ॥૧૬॥ ઈત્યાદિ ઉત્પન્ન થયેલ દોહલાવાળી તે શેઠને કહે છે, આનંદને વહનકરતો શેઠ તે બધા દોહલા પૂરા કરે છે. ।।૧૭ના એ પ્રમાણે પૂર્ણ થયેલ દોહલાવાળી નવ મહિનાને સાડાસાત દિવસ વીતતા સર્વાંગ સુંદર હોવાથી મનોહર દેખાવડો, બધા માણસો દ્વારા શુભદ્રષ્ટિથી દેખવા યોગ્ય એવા પુત્રને જન્મ આપ્યો. પ્રિયંકરિકાનામની દાસીએ શેઠને વધાવ્યા. શેઠે મોટો વધામણા મહોત્સવ કર્યો. અને વળી... વાગતા વાજિંત્રના ગંભીર નાદવાળો, નાચતી વિલાસવાળી નારીઓથી યુક્ત, અનેક જાતના દાન અપાઈ રહ્યા છે એવો શ્રેષ્ઠ વધામણા મહોત્સવ કર્યો. શેઠે પણ બધા સ્વજનોની સમક્ષ તેનું નામ કરે, માણસોના નેત્રોને આનંદ આપનાર હોવાથી સુદર્શન નામ થાઓ. ।।૧૯।। એ પ્રમાણે અનુક્રમે વધતો આઠ વર્ષનો થયો. સાતિશયવાળી સમસ્ત ગુણથી વ્યાપ્ત બહોતેરકળાઓ ગ્રહણ કરાવી. સમાન કુળ રૂપ યૌવન વગેરે ગુણોથી ભરપૂર મનોરમા નામની કુળબાલિકાને પરણાવી. રાજા તેને મહાપ્રીતિથી જુએ છે. ઘણું શું આખુંયે નગર મહોત્સવમય થઈ ગયું.
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy